________________
છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૮ કરવા માટે, દેશને સ્વતંત્ર કરવા માટે સંકટ વેઠયાં છે તેના બધાંએ અપરાધે માફ જ છે. પ્રભુ એને માફી બક્ષે છે. જનસમુહને સુખી કરવા માટે એકાદ વ્યક્તિને દુખ દેવું પડે તો તેમાં કઈપણું પ્રકારનું પાપ નથી. પ્રભુને ત્યાં એ ગુન ગણાય છે એમ હું માનતા નથી અને ગણુ હોય તો પણ એ ક્ષમ છે. તે પ્રભુની કસોટીમાં પાર ઉતર્યો છે. તે કૂલદીપક પુત્ર પાયો છે. મારે ગેઢે તારા ગુણનાં ગીત શી રીતે ગાઉં ? પુત્રના પરાક્રમ વડે જે પિતા પંકાય, એ પિતા ધન્ય છે. શિવબા ! આજે મને મારા પિતાના વખતને એક બનાવ યાદ આવે છે. મારા પિતાજીને એક દિવસે સ્વપ્ન આવ્યું હતું તેમાં શ્રી શંકરે તેમને દેખા દઈ કહ્યું હતું કે “ તારા કુળમાં એક મહાન પ્રતાપી પુરુષ પાકશે અને તે યવનના ત્રાસમાંથી હિંદુ પ્રજાને છોડાવશે. હિંદુ સ્ત્રીઓની ઈજજત બચાવશે, હિંદુ ધર્મનું રક્ષણ કરશે.” તારાં કૃત્ય એ સ્વપ્ન સાચું પડે છે. તું પરાક્રમી પાડ્યો છે. તારા જેવા પુત્રો પિતાનું નામ અમર કરે છે. જગતજનની જગદંબા માતા ભવાની તારા મનોરથ પૂરા કરશે. શ્રી એકલિંગજી મહાદેવ તારા દુશ્મનોનો સંહાર કરશે. બેટા શિવબા ! જગદીશ્વર તારું કલ્યાણ કરે, જગતનો નાથ તારું રક્ષણ કરો.” એમ કહી પિતાએ પુત્રને છાતી સરસ ચાખ્યો. મહારાજે ત્યાર પછી ત્યાં હાજર રહેલા પિતાના નેહી, સરદાર, અધિકારી, અમલદાર વગેરેની પિતાને ઓળખાણ કરાવી. પિતૃદર્શનના આનંદૈત્સવમાં મહારાજે દાનધર્મ કર્યો. ગરીબોને અન્ન આપ્યું, વસ્ત્ર પહેરાવ્યાં. સરદારે અને નોકરચાકરને ઈનામ આપ્યાં. સિહાજી રાજા સાથે આવેલા તેમના સરદાર, અધિકારીઓ અને અમલદારોની મહારાજે મુલાકાત લીધી અને તેમને પણ ઈનામ તથા સરપાવ આપ્યાં. પછી મહારાજે સિતાજીને પિતાના મુલકનો મુખ્ય મુખ્ય ભાગમાં ફેરવ્યા. સિંહાજી મહારાજને થોડા દિવસને આરામ આપ્યા પછી મહારાજે વિનંતિ કરી કે “મારા કબજામાં અનેક કિલ્લાઓ છે તે જોઈ તેની વ્યવસ્થા વગેરેની બાબતમાં ઘટિત સૂચનાઓ કરે.” સિંહાજી રાજાએ વિનંતિ સ્વીકારી અને મહારાજે તેમને મહત્વના કિલ્લાઓ બતાવવાને કાર્યક્રમ ઘડી કાઢયો. મહારાજ એમને પ્રતાપગઢ ઉપર લઈ ગયા. અફઝલખાનના વધની બાબતમાં વિગતવાર વાતે . પિતાને કહી. ક્યાં આગળ મુલાકાત મંડપ હો, ક્યાં લશ્કર હતું, જ્યાં માણસે હતાં વગેરે બતાવ્યું.
ન્યૂહરચના કેવી કરી હતી તે પણ જણાવ્યું. સિહાજી રાજા આ સાંભળી અત્યંત ખુશી થયા. અફઝલખાને સિંહા રાજાને ભારે દુખ દીધું હતું. બિનપુર સરકારે સિહાજી ઉપર જે જુલમ ગુજાર્યો હતો. તે માટે કેટલેક અંશે અફઝલખાન પણ જવાબદાર હતું એમ એમનું માનવું હતું, પિતાનું વેર દીકરાએ બરાબર લીધું છે એ જોઈ સિહજીને સંતોષ થયું. તે પછી રાજગઢ, પુરંદર, લેહગઢ અને રાયરીગઢ પિતાને બતાવ્યા. સિંહજી રાજાએ બધા ગઢ જોયા, દરેક ગઢની વ્યવસ્થા જોઈ, જ્યાં જ્યાં સૂચનાઓ આપવાની જરૂર જણાઈ, ત્યાં ત્યાં ઘટિત સૂચનાઓ આપી. રાયરીગઢને સિહાજી રાજાએ ઝીણવટથી જોયો. તેની વ્યવસ્થા વગેરે તપાસી જુદી જુદી દૃષ્ટિથી તેની ઉપયોગીતાને વિચાર કરી આખરે મહારાજને એક સલાહ આપી કે મહારાજે પોતાને મુખ્ય મુકામ રાજગઢ ઉપર હતો તે બદલીને રાયરીગઢમાં લઈ જવો. મહારાજે તે સૂચના પ્રમાણે રાજગઢથી મુકામ ફેરવી, રાયરીગઢને શયગ્રહનું નામ આપી, ત્યાં રાખે. રાયરીગઢને નમુનેદાર કિલે બનાવવા માટે ઘટિત કરવા આબાજી સેનદેવની નિમણૂક કરવામાં આવી. રાયરીગઢ ઉપર રાજમહેલ વગેરે સુંદર મકાન બાંધવાની સૂચના આપવામાં આવી. રાયગઢથી નીકળી મહારાજ પિતાને રામદાસ સ્વામીનાં દર્શન માટે લઈ ગયા. એવી રીતે જીતેલા મલક. કિલ્લાઓ, ધન, દેલત, ઐશ્વર્ય વગેરે પિતાને બતાવતાં બતાવતાં મહારાજ તેમની સાથે પનાળાગઢ આવી પહોંચ્યા. સિંહાજી રાજા પુત્રને બક્ષિસ આપવા માટે કર્ણાટકથી ઉત્તમ તાવારો તૈયાર કરાવીને લાવ્યા હતા, તે મહારાજને આપી. પિતાના હાથમાંની એક સુંદર તલવાર સિંહજી રાજાએ પોતાની યાદગીરી તરીકે મહારાજને આપી. આ તલવાર પિતાની પ્રસાદી છે, એમ માની, તેનું નામ “ તુળજા ” રાખવામાં આવ્યું. આ તુળજાની પણ ભવાની તલવારની સાથે પૂજા કરવામાં આવતી.
સિંહજી રાજાએ પિતાના પુત્રને અલી આદિલશાહને સદેશે કહ્યો અને પુત્રને જણાવ્યું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com