________________
૨૯૦ છે. શિવાજી ચરિત્ર
(ારણ ૭ મું મહારાજે આ સંભાજી સરદારને બાબાજી અને હોનાપા દેશપાંડેના સંબંધમાં મહેણું માર્યું. આ સરદારથી એ મહેણું સહન ન થયું. મહારાજે ભરસભામાં પિતાનું અપમાન કર્યું એમ સંભાજીને લાગ્યું. સંભાજી બહુ પાણીદાર હતે. કોઇનાં મહેણું ટાણું સહન કરે એવા એ ન હતો. એણે મહારાજને છેડા અને મગલ શાહિતખાનનો આશ્રય લીધે. સરદાર સંભાજી પાણીવાળે હતું, તેમ જ બળવાન પણ હતા. તે જમાનામાં તે ભાગમાં એ અંગબળ માટે પ્રસિદ્ધ હતા. ખાન પાસે જઈ એણે આશ્રય માગે. પિતાનું અંગબળ ખાનને બતાવવા માટે સંભાજીએ ત્યાં આગળ એક સુંદર મજબૂત બાદશાહી ધેડે હતા તેને ચારે પગે ઊંચકી અદ્ધર કર્યો. સંભાજી સરદારનું આ બળ જઈ, ખાન અતિશય ખુશ થશે અને શંભાજીને ૫૦૦ ઘોડેસવારની સરદારી આપી. શંભાજી મલકુર નામના ગામમાં મુગલ અમલદાર તરીકે મુગલ થાણદાર નિમાયે. દુશ્મન દળના બળવાન સરદાર કરતાં ફૂટેલે સરદાર વધારે નુકસાન કરે એ વાત મહારાજની ધ્યાન બહાર ન હતી. પિતાના પક્ષનો માણસ જે આખા પક્ષના વિચારો અને હેતુઓથી વાકેફ હોય, ઘણી છાની વાતો જાણતા હોય અને પક્ષની તથા પક્ષના માણસની નબળાઈ જેણે જોઈ અને જાણી હોય એ માણસ ફૂટીને જે શત્રુની સોડમાં ભરાય, તે તે ભારે દુશ્મન નીવડે છે. એવા માણસને મનાવી લેવામાં જ માલ છે અને તેમાં ફળીભૂત ન થવાય તે તેને નાશ કરે જ છૂટકે હોય છે, એ વાત મહારાજ જાણતા હતા. સંભાજી ફૂટીને ખાનના પક્ષમાં ગયો અને મુગલ અમલદાર તરીકે મલકર ગામે મહાલી રહ્યો છે એ હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની મહારાજની યોજનાને નુકસાનકારક નીવડશે એની મહારાજને ખાતરી હતી અને એ કારણને લીધે મહારાજે તેને કબજો લેવા માટે તેના ઉપર પિતાના એક સરદારને મોકલ્યો. મહારાજના લશ્કરની એક ટુકડી લઈ એક સરદારે શંભાજી ઉપર ચડાઈ કરી. મહારાજના સરદાર અને સંભાજી વચ્ચે લડાઈ થઈ. શંભાજીને આ લડાઈમાં પરાજય થયો અને એ મરાયો. મલપુર ગામ બાળીને ભસ્મ કરવામાં આવ્યું. | મામા શાહિતખાનને બહુ મોટું લશ્કર અને યુદ્ધ સામગ્રીનાં ભારે વાહન આપીને ઔરંગઝેબે શિવાજી મહારાજને કયડી નાખવા માટે ઉત્તર હિંદુસ્થાનથી દક્ષિણમાં રવાના કર્યો. શાહિસ્તખાન અનુભવી અને કસાયેલે સરદાર હોવાથી શિવાજી મહારાજને જોત જોતામાં જડમૂળથી ઉખેડી નાખશે એવી ઔરંગઝેબની માન્યતા હતી. શિવાજીની સત્તા તેડ્યાના, ઊભી થતી મરાઠી સત્તાને નાશ કર્યાના અને દક્ષિણમાં મુગલેને દિગ્વિજય થયાના સમાચાર સાંભળવા ઔરંગઝેબ બહુ આતુરતાથી રાહ જોતા હતા. વારંવાર મળતા સમાચાર ઉપરથી ઔરંગઝેબ સમજી ગયો કે એની માન્યતા ભૂલભરેલી હતી. મામા શાહિતખાન ધાર્યું કામ કરી શક્યા ન હતા. મહીનાના મહીના સુધી ખાન મેટા લાવ લશ્કર સાથે દક્ષિણમાં પડી જ રહ્યો. શિવાજીને જમીનદોસ્ત ન કરી શક્યો, એટલું જ નહિ પણ ખાને એકે એવું પરાક્રમ દક્ષિણમાં ન કર્યું કે જેથી દિલ્હીપતિને સંતોષ થાય. મામા ઉપર ભાણેજની બહુ મહેરબાની હતી, એટલે મામાની મદે ભાણાએ દિલ્હીથી ૧૦૦૦૦ માણસ સાથે રાજા યશવંતસિંહને દક્ષિણમાં મોકલ્યો. મહારાજના સર સેનાપતિ નેતાજી પાલકરે મુગલ પ્રજાને તોબા પોકરાવી રૈયતને હેરાન કરી મુલક વેરાન કરવાને સપાટ ચલાવ્યો હતો. દક્ષિણની મુગલ પ્રજામાં નેતાજીએ ત્રાસ વર્તાવ્યો હતો. નેતાજી મુગલોને સામી લડાઈ આપતે નહિ. ગનીમી પદ્ધતિથી એણે મુગલેને થકવવા માંડ્યા. ઓચિંતા છાપા મારી મુગલ લશ્કરને સતાવી, એવી યુક્તિથી એ નાસવા માંડે કે શત્રુ એની પૂછે પડે અને અમુક સ્થળે જઈ પાછા ફરી સામનો કરતા અને પહેલેથી આજુબાજુ સંતાડી રાખેલી ટુકડીઓ પણ પોતાની ગુપ્ત જગ્યાએથી નીકળી મુગલે ઉપર મારો ચલાવતી. યુક્તિથી મુગલ લશ્કરની ટુકડીઓને ચારે તરફથી ઘેરી નેતાજી માર મારતે. આ પદ્ધતિથી મોટા લશ્કર સામે ઘેડ બળવાળો પણ ઝઝૂમી શકે, તેથી નેતાજીએ આ યુક્તિનો ઉપયોગ કરવા માંડ્યો. મુગલ સેનાપતિ રોજ રોજ મુગલ અમલદારોની શિવાજીનાં માણસો સામેની ફરિયાદ અને રોદણાં સાંભળી કંટાળી ગયે, કાયર થઈ ગયું. આખરે શાહિખાને એક મોટું લશ્કર એક બાહોશ મુગલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com