________________
પ્રકરણ ૭ મું ] છ, શિવાજી ચરિત્ર
૨૮૯ ગમે તે પ્રયત્ન એને સમજાવી, શાંત પાડવે. ફિરંગીઓએ અનંત શેણવીને મહારાજ પાસે સુલેહના સંદેશા આપીને મોકલ્યો. શેણવીએ મહારાજ સાથે સંદેશાઓ શરૂ કર્યા અને ફિરંગીઓને જણાવ્યું કે
સુલેહના સંદેશા શરૂ થઈ ગયા છે, એટલે શિવાજી બેસાવધ રહેશે. એ તકને લાભ લઈ, એના ઉપર રાત્રે અચાનક હુમલે કરવો.” ફિરંગીઓને ગળે આ વાત ઊતરી અને એમણે અનંત શેણવીને માણસોની મદદ આપવાનું કબૂલ કર્યું. અનંત શેણીએ મહારાજ ઉપર છાપો મારવાની તૈયારી કરી. તૈયારી બહુ છૂપી ચાલતી હતી, પણ ગણેજી નામના ટંડેલને આ તૈયારીની ખબર પડી. એણે વિચાર કર્યો કે “મહારાજ હિંદુત્વની રક્ષા કરવા માટે પોતાના પ્રાણને ભારે જોખમમાં ઉતારી રહ્યા છે તે મારા જે સાધારણ માણસ મહારાજની શી સેવા કરી શકે ? મારાથી બીજું કાંઈ ન બને તે મને જે ખબર મળી છે, તે મહારાજને આપી, મારી ફરજ અદા કરું. હિંદુત્વ રક્ષણના કાર્યમાં પીડા પામતી પ્રજાનાં દુખ દૂર કરવાના કામમાં મહારાજ જે પ્રયત્નો કરી રહ્યા છે, તેમની યત્કિંચિંત સેવા મારે હાથે થાય તે હું મારી જિંદગીનું સાર્થક માનીશ.” ગણોજીએ આવો વિચાર કરી, શિવાજી મહારાજને ચેતવણી આપી. મહારાજ હેહા કર્યા વગર જે રાત્રે છાપ આવવાનો હતો તે જ રાત્રે પિતાનું લશ્કર લઈ, પિતાની છાવણી કાયમ રાખી, છાવણીથી આસરે ૧-૨ માઈલ દૂર જઈ છુપાઈ રહ્યા. અનંત રણવીએ ૧૦૦૦૦ કિરગી લશ્કર સાથે મહારાજની છાવણી ઉપર મધ્ય રાત્રે છાપે માર્યો. ફિરંગી લશ્કરે છાવણી નજીક જઈ, બંદુકને બાર કરવા માંડ્યા. થોડા વખત સુધી તે ફિરંગીઓને છાપ મારવા દીધે. ફિરંગીઓ પણ આનંદમાં આવી ગયા હતા. પ્રતિઃકાળનું અજવાળું થતાં જ મહારાજે ફિરંગીઓ ઉપર છાપો માર્યો અને ભારે કતલ ચલાવી. ૧૦૦૦૦ નું લશ્કર હતું તેમાંથી એકાદ હજાર, પાછા જઈ શક્યા. ઘણુની કતલ થઈ. કેટલાક પાણીમાં પડીને નાસતાં ડૂબી મુઆ, કેટલાક કેદ પકડાયા. મહારાજ ફિરંગીઓના આ કાવત્રાથી ક્રોધે ભરાયા હતા. એમણે ફિરંગીઓને પ્રદેશ લૂંટવા માંડ્યો. કેટલાક ગામે તે બાળીને ભસ્મ કરી નાંખ્યાં. કુંડાળ, બાંદા, સાંકળી વગેરે ઠેકાણે મહારાજે પોતાનાં થાણાં બેસાડી દીધાં. ફિરંગીઓના મલકમાં થાણા બેસાડી દીધાથી કિરગીઓ ગભરાયા. ગાવા પ્રાંત હવે હાથમાંથી ચાલ્યો જશે, એમ ફિરંગીઓને લાગ્યું અને અનંત શેણીની બદસલાહનું આ પરિણામ હતું એની એમને ખાતરી થઈ. ફિરંગીઓએ મહારાજ તરફ વકીલ મોકલી, પિતાનો પશ્ચાત્તાપ પ્રકટ કર્યો અને અનંત શેણીએ એમને આડે રસ્તે દોરીને આ ખાનાખરાબી કરી, એ પણ કબૂલ કર્યું. પિતાના વકીલ સાથે ફિરંગીઓએ ૨૦,૦૦૦ પુતળી, ભારે પોષાક અને કીમતી નજરાણું મહારાજને મોકલ્યું અને થયેલી ભૂલ માટે ક્ષમા માગી, સલાહ કરવા વિનંતિ કરી. મહારાજે વિનંતિ માન્ય રાખી અને ફિરંગીઓ સાથે સલાહ કરી. મુખ્ય શરત એ હતી કે ફિરંગીઓએ મહારાજને દર વર્ષે નવી તે આપવી, દર વર્ષે અમુક કિંમતનું જવાહિર મહારાજને નજરાણું તરીકે મોકલવું અને ફિરંગી વહાણને પરવાને મહારાજ પાસેથી લે. (ઈ. સ. ૧૬૬ર.).
૩. દક્ષિણમાં શાહિસ્તખાનની હિલચાલ-બાજી બદલાઈ આદિલશાહીમાંથી નીકળી આપણે ફરી પાછી દક્ષિણની મુગલાઈ તરફ નજર કરીશું. શાહિસ્તખાને મહામુસીબતે ભારે ભોગ આપીને શિવાજી મહારાજનો એક નાનું સરખું ચાકણનો કિલ્લે કબજે કર્યો. એ કબજે કરવામાં ખાનને કેટલું વીત્યું અને એક નાને કિલ્લે લેતાં કેટલા બધા દિવસો થયા, એ બધું આપણે વાંચી ગયા. ખાન પૂનામાં રહેતો હતો ત્યારે ત્યાં બાબાજી દેશપાંડે અને હોનાપા દેશપાંડે નામના બે દેશમુખને શિવાજી મહારાજને મુલક જીતવા માટે ખાને મોકલ્યા. આ મરાઠા સરદારોએ ખાનના ફરમાન મુજબ મુગલ લશ્કરના બળથી મહારાજને શેડો મુલક જીત્યો પણ ખરો. કલ્યાણ અને ૪ ભીંવડી આ વખતે મુગલેના હાથમાં ગયાં. મહારાજને આ મરાઠા સરદારો ઉપર ઘણે જ ગુસ્સો ચડો. આ દેશમુખને એક સંગે સંભાજી નામે હતો. તે મહારાજને સરદાર હતો. એક વખતે દરખાસ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com