________________
[ પ્રકરણ :
૨૭૬
છે. શિવાજી ચરિત્ર કોઈને પણ અસંતોષનું કારણ નથી. અમારા સ્નેહની આપે ખાતરી રાખવી અને અમો આપના નોકર છીએ એમ સમજીને અમારા એક માણસને ખારાપટ્ટણમાં કેદ રાખ્યો છે તેવું ન થવું જોઈએ. અમારા માણસને કેદ પકડવાનું કારણ માત્ર એટલું જ કે ફાજલખાનના વહાણે અને આપના હિસાબની ભરપાઈમાં આપવામાં આવેલ ૧૧૭ળા હે ને માલ અમોએ શિવાજીના માણસના હવાલે ન કર્યો. આપ આપના માણસ સાથે આ સાથે મોકલેલ પત્ર શિવાજીને મેકલી આપશો એવી અમારી વિનંતિ છે. બીજો પત્ર કાજલખાન માટે મોકલે છે તે આપ વાંચી જશે અને આપને જરૂર જણાય તે તે તેમના તરફ રવાના કરશો. આપના દોસ્તને અમે અમારા દોસ્ત માનીએ છીએ. બીજાઓને જણાવો અગર લખો તે પહેલાં ઘટિત કામકાજ અમને લખશે. તમારી ને અમારી તે દોસ્તી છે. ”
દોરજીએ પકડેલા ગિઈ અને એક દલાલ એ બેમાંથી દલાલને છોડી દીધાનું આપણે વાંચી ગયા. હવે ગિફઈની બાબતમાં મી. હેત્રી રેવિંટને સુરત તા. ૨૩ ફેબ્રુઆરી, ૧૬૬૦ ને રોજ લખાણ કર્યું તેમાં જણુવ્યું હતું કે “ ખારે પાટણ કિલ્લામાં અમે ગિફને ખાનપાન મેકલતા હતા. ગિફઈને ત્યાંથી કાઢી સાતવળી અથવા ખેલણું કિલ્લામાં લઈ જવાને ત્યાંના હવાલદારને વિચાર હતું. તેને લઈ જતાં રસ્તામાં એ ગિફીને છોડાવ્યો છે.” અંગ્રેજ પ્રજા જરૂર પડે વણિકવૃતિ ધારણ કરી નમનતાઈને પાઠ ભજવી શકે છે એ ઉપરના પત્રો ઉપરથી વાંચકે જોઈ શકશે.
પ્રકરણ ૬ હું
૧. રાજાપુરના રણુયુદ્ધમાં બાજી પાસલકર ૫ડ્યો. | જ. દક્ષિણ ટેકણનો કબજો. ૨. ચાકણને કિલો મુગલેને કબજે, ફિરંગેજી
૫. રાજાપુરની લડાઈ નરસાળાના પરાક્રમ. ઉબરબિડીમાં સુગલને મારા
3. સંગમેશ્વરની લડાઈ
૧. રાજાપુરના રણયુદ્ધમાં બાજીપાસલકર રણમાં પામો, એ હારાષ્ટ્રના રાજકીય ઈતિહાસમાં મહારાજના બાળપણના મિત્રો અને ગોઠિયાઓનું સ્થાન બહુ
છે ઊંચું છે. તાનાજી માલુસરે, તાજી કંક અને બાજી પાસલકર, એ મહારાજના બહુ નાનપણનો કિયા હતા. શિવાજી મહારાજે હિંદવી સ્વરાજ્યની હિલચાલની શરૂઆતમાં જ મહારાષ્ટ્રના કેટલાક નામોચા કુટુંબે પ્રેમથી કબજે કર્યા હતાં તેમાં આ પાસલકર કુટુંબને સમાવેશ થાય છે. જેથૈ કુટુંબની માફક જ પાસલકર કુટુંબ પણ મહારાષ્ટ્રમાં નામીચું અને ઈજ્જતઆબરુવાળું ગણાતું. બાજી પાસલકરનું કુટુંબ બહુ પરગજુ હતું. મહારાષ્ટ્રમાં ઈજ્જતદાર કુટુંબમાં મેહોમાંહેના ઝગડાઓને લીધે ખૂને વગેરે થતાં અને કેટલાંક કોનાં બાળબચ્ચાં નિરાધાર થઈ પડતાં. તેવા નિરાધારને બાજી પાસલકર એલી હતા. કટુંબકલહની ઝાળમાં કાનજી જેધેનું કુટુંબ પણ દઝાઈ ગયું હતું. ઘરના ઝગડાએથી કાનજી ધેની દશા બહુ બૂરી થઈ હતી. આ નિરાધાર બની ગયેલા કુટુંબને આશ્રય આપનાર બાજી પાસલકર જ હતા. કોઈપણ દેશમુખ ઉપર કંઈ આફત આવી પડે તો તે વખતે ભીડમાં ભેર બનવા બા પાસલકર તૈયાર રહેતા. બાજી પાસલકર મુસખોરાને વતની હતા અને એની પાસે આઠ ગામની દેખમુખી હતી. સરદાર બાજી પાસલકર પાસે ત્રણ ચીજે બહુ કીમતી હતી. એ ત્રણ ચીજેએ બિજાપૃરના બાલાહને પણ ધ્યાન ખેંચ્યું હતું. બાજીની યશસ્વી નામની ઘડી, ગજલી નામની તલવાર અને અગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com