________________
પ્રકરણ ૫મું]
છે. શિવાજી ચરિત્ર
૨૦૧
ખાજી મરાયેા. લશ્કરના સંખ્યાબંધ માણુસા માર્યા ગયાં. દુશ્મનના મારાથી માવળા લશ્કર નાસી ગયું પણ બાજી પ્રભુના પરાક્રમ વડે પાંઢરેપાણી નજીક પાવનખીંડમાં શિવાજી મહારાજને વિજય થયા ( ઈ. સ. ૧૬૬૦ જુલાઇ ).
શિવાજી મહારાજ વિશાળગઢમાં સુખરૂપ સહીસલામત પહેાંચ્યાના સમાચાર તોપોના ધડાકાએ જાહેર કર્યાં હતા. પાવનખીંડમાંથી બાજી પ્રભુનું શબ લઈ માવળાએ ઝાડી અને જંગલામાં થઈ ગુપ્ત માગે વિશાળગઢ ગયા. મહારાજ આગળ બાજી પ્રભુના પરાક્રમને ઇતિહાસ માવળાએએ વહુબ્યા અને એ સ્વામીભક્ત વીરપુરુષનું શમ શિવાજી મહારાજને સ્વાધીન કર્યું પોતાના સ્વામીભક્ત સરદારનું શબ જોઈ શિવાજી મહારાજનું હૃદય ભરાઈ આવ્યું. આંખમાં આંસુ આવ્યાં.
મહારાજે માજીના શઅને યથાવિધિ સરદારના માલાને શોભે એવા દમામથી અગ્નિસંસ્કાર કરાવ્યા, ખાજી પ્રભુ દેશપાંડેને સાત છેોકરા હતા. મેાટા પુત્ર ખાલાજીરાવને મહારાજે બાજીની સરદારીનાં વસ્ત્રો અને અધિકાર આપ્યા અને ખીજાને પણ યોગ્યતા મુજબ અમલદારી આપી. આવા શૌર્યના, સ્વામીનિષ્ઠાના, હિંમતના અને વાદારીની બહુ કડક પરીક્ષાના પ્રસંગેા ઇતિહાસમાં બહુ થાડા હાય છે. ખાજી જેવા પુરુષ। જવલ્લે જ જડી આવે છે. બાજી પ્રભુનાં પરાક્રમ,તેની અડગસેવા, તેની જાજવલ્યમાન સ્વામીભક્તિ અને પાવનખીંડની ખીણમાં તેણે દાખવેલું શૌય અને મરણુ વખતને તેને સતાષ વગેરે વાંચી વાંચકને બાજી પ્રભુ માટે માન ઉત્પન્ન થયા સિવાય રહેશે નહિ. બાજી પ્રભુ એટલે સ્વામીભક્તિની મૂર્તિ, બાજીપ્રભુ એટલે હિંદુત્વના અભિમાનનેા નમૂને, બાજીપ્રભુ એટલે ધૈર્યંના મેરુ બાજીપ્રભુ એટલે હિંમતની ખાણુ. ભાજીપ્રભુ એટલે શૌય અને પરાક્રમની પ્રતિમા. એવા બાજીપ્રભુના પાવનખીંડના પરાક્રમે વાંચતાં યુરાપના ઇતિહાસની થર્મોપોલી યાદ આવ્યા સિવાય નથી રહેતી. આ પ્રતાપી પુરુષના મરણુ વખતના ઉદ્ગારા મહાન નેપોલિયન ખાનાપાને હરાવનાર નેલસનની યાદ દેવડાવે છે. ગ્રીસ દેશને સ્પાર્ટા નામના ભાગ જીતવા માટે ઈરાનના શાહે ભારે લશ્કર સાથે ચડાઈ કરી હતી. વિશાળગઢ જવા માટે જેવી રીતે પાવનખીંડ નામની ખીણુ પસાર કરવી જ પડે તેવી રીતે ગ્રીસન સ્પાર્ટા મુલકમાં પેસવા માટે થર્મોપોલી નામની એક નાની ખીણમાંથી પસાર થવું પડતું હતું. એ થર્મોપોલીની ખીણમાં ઈરાની લશ્કરના સંખ્યાબંધ માણસાની કતલ કરી આશરે ૨૦૦ દેશભક્ત સ્પાર્ટા એ પોતાના માદરવતન ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી હતી એ રીતે થર્મોપોલીએ યુરેાપની પાવનખીંડ ગણાય. એક વ્યક્તિના શૌય ઉપર કે તેના પરાક્રમ ઉપર આખા દેશના કે પ્રજાના ભવિષ્યને નિકાલ થાય એવા અનાવા દેશમાં કવચિત જ બને છે. હિંદના તિહાસમાં એવા ગણ્યા ગાંઠયા બનાવામાં પાવનખીંડના બાજી પ્રભુના પરાક્રમનેા ઇતિહાસ જરુર મૂકી શકાય.
વિશાળગઢ અથળા ખેળણા કિલ્લાને કબજે રાખવાનું કામ સીદી જૌહરે આદિલશાહી પક્ષના પાલીના રાજા વીર્ જસવંતરાવ તથા શૃંગારપુરના રાજા સૂરાવ તથા બીજા કેટલાક સરદારાને સાંપ્યું હતું. દુશ્મનની આંખમાં ધૂળ નાંખીને મહારાજ વિશાળગઢમાં દાખલ થઈ ગયા. સીદી મસૂદ તથા ખીજા આદિલશાહી સરદારાએ મસલત કરી વિશાળગઢને ઘેરા ધાઢ્યા. પનાળાગઢ આગળ મરાઠાઓ કરતાં જૌહર જખરા હતા. વિશાળગઢ આગળ મરાઠાએ જબરા હતા. મરાઠાઓએ અહીં તેા દુશ્મનેાને સતાવી સતાવીને થકવી નાંખ્યા. આદિલશાહી સરદારા ત્રાસી ગયા અને આખરે સીદી મસૂદ આવેલે રસ્તે પા ગયા અને ખીજાએ પણ પોતપોતાને રસ્તે ચાલ્યા ગયા. આવી રીતે મહારાજના રસ્તા ખુલ્લા થયા એટલે એ વિશાળગઢથી નીકળી રાજગઢ જઈ પોતાની માતા જીજાબાઈ ને મળ્યા. દુશ્મનના જડબામાં સપડાયેલા પોતાના પ્યારા પુત્રને સહીસલામત આવેલા જોઈ માતા જીજાબાઈ ને કેટલા ખાનદ થયે। હશે તેની વાંચકાએ કલ્પના કરી લેવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com