________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૫ મું ભારે ગુસ્સામાં હતા. વિશાળગઢ જતાં શિવાજી મહારાજને પકડવા માટે પાવનખી ખીણ પસાર કર્યા સિવાય જવાને બીજે માર્ગ જ ન હતો. પાવનખીડની નજીક દુશમન દળ આવી પહોંચ્યું. બાજી તેમના સત્કાર માટે તૈયાર થઈને ઊભો જ હતું. દુશ્મનનાં જેટલા માણસે ખીણમાં પેસતાં તેમનો બાજી કતલ કરતે. એવી રીતે એણે દુશ્મનના માણસોને ભારે સંહાર કર્યો. બાજીપ્રભુએ માવલાઓ સાથે દુશ્મન ઉપર એ સખત મારે ચલાવ્યું કે દુશ્મનને પાછો હઠવું પડયું. એટલામાં બિજાપુરથી તાજું લશ્કર આવી પહોંચ્યું. તે લશ્કરે બાજી ઉપર બે વાર હુમલા કર્યા પણ તે નિષ્ફળ નીવડવા. આદિલશાહી સરદાર બહુ જ કંધે ભરાયા. આખરે ફજલખાન પોતાના લશ્કર સાથે બાજી ઉપર તૂટી પડ્યો. બાજીના ઘણુ યોદ્ધાઓ આ પાવનખડમાંના હુમલામાં માર્યા ગયા. બાંદલ સરદારે પણ આદિલશાહી લશ્કરને થકવવા માટે ભારે મારો ચલાવ્યું હતું. બાજીના શરીર ઉપર ઘણુ ઘા થયા હતા. ઊંડે ઊંડા જખમ થયા તે પણ બાજી જરાએ પાછે હક્યો નહિ. હવે બાજીનું સઘળું ધ્યાન વિશાળગઢ તરફ દોરાયું હતું. મહારાજ સહીસલામત પહોંચ્યાની નિશાનીની તો સાંભળવા બાજી બહુ આતુર થઈ ગયા હતા. આખું શરીર જખમેંમાંથી લેહી નીગળતું થઈ ગયું હતું. લડતાં લડતાં એને લાગ્યું કે હવે બચાય એમ નથી તે પણ દુશ્મનને રસ્તા રોકીને બાજી ઊભે હતે. એના શરીર ઉપર ઠેકઠેકાણે જખમે થયા હતા, કેટલાક ધા તે ઘણું ઊંડા હતા. બાજી બહુ સખત ઘવાયા છતાં એક ડગલું પણ પાછા હઠયો નહિ. એના હાથ શત્રુને સંહાર કરવામાં ગૂંથાયા હતા, એનો જીવ મહારાજના ચરણમાં હતું અને એને કાન તપના અવાજ સાંભળવા માટે ચિંતાતુર બની ગયા હતા. શરીર ઉપર ૨૪ જખમ થયા હતા. ઘાયલ થયેલે બાજી જરાપણ પાછો ફરતો નથી અને દુશ્મનને એક તસુ પણ આગળ વધવા દેતા નથી એ જોઈ દુશમનને પણ બાજી જેવા વીર માટે માન ઉત્પન્ન થયું હશે. શરીર ઉપરના અનેક જખમાંથી લેહી વહ્યું જ જતું હતું. લેહીના વહેવાથી બાજી તદ્દન અશક્ત બની ગયે હતે. હવે એને લાગ્યું કે એણે લીધેલી પ્રતિજ્ઞા ફેક થવાનો સમય આવી પહોંચ્યો છે. એણે શત્રુ ઉપર બહુ જબરો હુમલો કર્યો. દુશ્મનને પાછા હઠાવવા માટે બાજી તેમને સંહાર કરી રહ્યો છે. પ્રભુની મનમાં પ્રાર્થના કરી રહ્યો છે:-“મારા રાજાને તું વિશાળગઢ ઉપર સહીસલામત પહોંચાડ. એના વગર હિંદુત્વનું રક્ષણ કર્યું કરશે ? હિંદુ સ્ત્રીઓની ઈજ્જત કેણ બચાવશે ? જગદીશ મારી પ્રતિજ્ઞા તું પાર પાડ. પ્રભુ મારું પણું ગયે તારી પત જશે. દીનદયાળ! મારા સ્વામીને સહીસલામત પહોંચાડ.” બાજી પ્રભુની પ્રાર્થના મનમાં કરી રહ્યો છે. આ વીરને હથિયાર ધારણ કરેલો હાથ શત્રુની ગરદન ઉપર હતે. પંચપ્રાણ એણે પિતાના માલીકને અર્પણ કર્યા હતા. એનું ધ્યાન ઇશ્વરને યરણે હતું. કાન વિશાળગઢની તપ તરફ હતા. આવી રીતે આ સ્વામીનિષ્ઠ બાજી પાવનખીડમાં આદિલશાહી લશ્કર સામે લડતા હતા. એવામાં દુશ્મનની ગોળી એને વાગી. ૨૪ જખમવાળા શરીરમાં ગોળીએ સંચાર કર્યો. આ ગોળી બાજીના પ્રાણનું હરણ કરવા જ આવી હતી. આ ગેળીથી વિધાયા પછી લેહીના વહેવાથી અશક્ત થયેલે બાજી નાસીપાસ થઈને ધરણી ઉપર પડયો. ભેય ઉપર પડ્યા પછી દયામણે ચહેરે બોલ્યો “ પ્રભુ ક્યાં સુધી પરીક્ષા કરીશ?” આ શબ્દો બાજીના મોંમાંજ હતા એટલામાં એને કાને તેના પાંચ અવાજ ૫ડળે. મરણના જડબામાં અપાયેલા બાજીને આ અવાજ સાંભળી અતિ આનંદ થયો અને બોલ્યા “ પ્રભુ તેં મારી પત રાખી. ” મારે રાજા સહીસલામત પહોંચ્યો. મારી ફરજ અદા કરી, મારે ધર્મ મેં બજાવ્યો, તેને મને આ અંત વખતે ભારે સંતોષ થાય છે. પ્રભુ મારા રાજનું હરહંમેશ રક્ષણ કરજે. તેને વિજયી બનાવજે ” એમ બેલી શિવાજીના આ સ્વામીનિષ્ઠ સરદાર બાજીપ્રભુ દેશપાંડે આ ફાની દુનિયા છેડી પ્રભુના દરબારમાં ચાલ્યો ગયો. મહારાષ્ટ્રના
ને મેર પડવો, સ્વામીભક્તિને નમૂને પડ્યો, હિંદવી સ્વરાજ્યની યોજના ફળીભૂત કરાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર યોદ્ધો પડ્યો. બાજી પડ્યો અને મરાઠા લશ્કરે નાસવા માંડયું. પોતાના સરદારનું શબ શત્રુના હાથમાં ન જાય તે માટે માવળાએ બાજીના શબને લઈને નાસી ગયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com