________________
२१८ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૫ મું રહીને આ કિલ્લામાં ઘણા દિવસે કાઢવા. શત્રુ ઘેરે ઉઠાવશે એવું હવે નથી લાગતું. હવે આ કિલ્લામાં મારા ભરાઈ રહેવાથી આપણને નુકશાન થશે એમ દેખાય છે. જોકર પણ જિદે ચડ્યો છે, એ વધારે ને વધારે મજબૂત અને સખત થતા જાય છે. નેતાજી જે આપણો સેનાપતિ ૫ણ જોહરને ઘેર ઉઠાવવાની ફરજ નથી પાડી શકતા એ ઉપરથી આપણે આપણું બળ આંકી શકીએ છીએ. નેતાજીને પિતાના લશ્કર સાથે બિજાપુરથી પણ પાછા હઠવું પડયું છે. મુગલે પૂના પ્રાંતમાં આપણું કિલ્લાઓ ઉપર મારો ચલાવી રહ્યા છે અને આપણું રાંક પ્રજાને રંજાડી રહ્યા છે. હિંદુત્વ ઉપર મુગલેનાં આક્રમણે અસહ્ય થઈ રહ્યાં છે. આવા સંજોગોમાં હું બહાર નીકળું તે જ હાથમાંથી છટકતી બાજી બચે એમ છે. બધા સંજોગે ધ્યાનમાં લઈ ને ચારે તરફને મેં વિચાર કર્યો છે. મારું તે માનવું છે કે આ વખતે જો હું જોખમ વેઠીને પણ બહાર નહિ નીકળે તે હિંદવીસ્વરાજ્ય સ્થાપવાની યોજના પડી ભાંગશે. હિદવી સ્વરાજ્ય સ્થાપવાની યોજના ફળીભૂત કરવા માટે મારો પ્રાણ પણ હું અર્પવા તૈયાર છું. આપણે માટે આ વખત કટોકટીને છે. હું આજે આ કિલ્લામાંથી છટકવાનું સાહસ ખેડીશ. કિલ્લે હું તારે સ્વાધીન કરું છું. આ કિલ્લે એટલે મારા પ્રાણ. આ કિલ્લાનું રક્ષણ એ મહારાષ્ટ્રના નાકનું રક્ષણ તારે માનવાનું છે. તું હિંમતથી કિલ્લે બચાવજે. અંદર રહીને અનેક યોજનાઓથી તું દુશ્મનને હંફાવજે. દુશ્મન અનેક જાતના સંદેશા મોકલશ તેથી સાવધ રહેજે. અનેક લાલચ તારી નજર આગળ ઊભી કરશે તેથી તું તારે સ્થાનેથી ચળતા નહિ. તું અંદર રહીને દુશ્મની સામે કેવી ટક્કર લે છે તે તરફ હવે આખા મહારાષ્ટ્રની નજર ફરશે. ત્રિબકરાવ! આ પ્રસિદ્ધ પનાળાગઢને તું હિંમતથી બચાવ કરજે. દુશ્મનને માર સહન કરી શત્રુના સૈન્યનો સંહાર કરવાની શક્તિ શ્રીભવાની તારામાં મળે એટલી જ મારી એને ચરણે વિનંતિ છે. પ્રભુ તારું રક્ષણ કરશે.” મહારાજે ગઢ ત્રિકભાસ્કરને સે અને પિતે ૧૬૬૦ના જુલાઈની ૧૩ મી તારીખે રાત્રે ૯ વાગ્યા પછી ૨ પાલખી, ૧૫ ઉત્તમ ઘેડા, ૧૦૦૦ પાયદળ અને થોડું નાણું લઈને નીચે ઊતરવા નીકળ્યા. બહુ દિવસના ઘેસને લીધે જૌહરના માણસો થાકી ગયાં હતાં અને હવે કિલ્લે તે આવતી કાલે હાથમાં આવવાનું નક્કી થઈ ગયું છે એ વિચારે સિપાહીઓમાં શિથિલતા આવી હતી. સિપાહીઓમાંના કેટલાક આનંદમાં આવી ગયા હતા. કેટલાક સલેહના સંદેશાઓને લીધે શિથિલ બની ગયા હતા અને કેટલાક કિલે હાથમાં આવવાનું નક્કી થઈ ગયું છે એ ધારણાથી બેદરકાર પણ બની ગયા હતા. આ સ્થિતિને લાભ લઈ, વરસાદ વરસતે હસે વીજળીના કડાકા થઈ રહ્યા હતા, મેઘગર્જનાથી ગઢ ગાજી રહ્યો હતે, વાદળાંઓએ અંધકારનું રાજ્ય પ્રવર્તાવ્યું હતું, એવે વખતે મહારાજ પોતાના વિશ્વાસુ માણસને સાથે લઈ છુપી વાટથી નીચે ઉતર્યા.
શિવાજી હાથતાળી દઈને પનાળા કિલ્લામાંથી નાસી ગયે એની ખબર સીદી જોહરને પડી એટલે તરત જ શિવાજી મહારાજની પાછળ એણે પિતાના જમાઈ સીદી મસૂદખાન તથા પુત્ર સીદી અઝીઝખાન અને અફઝલખાનના છોકરા સરદાર ફાજલખાનને લશ્કર આપી મોકલ્યા. સલાબત અંગે મોકલેલું લશ્કર શિવાજી મહારાજની પાછળ પડ્યું. મહારાજ પૂરવેગે પોતાના લશ્કર સાથે વિશાળગઢ તરફ ચાલ્યા જતા હતા.
૨. અણીને પ્રસંગ. મહારાજ મારો ધેડે જોત જોતામાં વિશાળગઢ નજીક આવી પહોંચ્યા. વિશાળગઢને ક્લેિ ત્રણ * ગાઉ દૂર હતો અને મહારાજે પિતાની પાછળ દુશ્મનનું ભારે લશ્કર પૂરપાટ આવતું જોયું. મહારાજ * ધાટની ચઢણ ઉપર હતા. પાછળ પાવનખીંડ (ઘેડખડ-રીંગણખીડ) નામની પ્રસિદ્ધ ખીણ હતી અને
એ ખીણ પછી ચડાવ હતું, એટલે પાવનખડ ખીણુ વટાવીને વિશાળગઢ તરફ જવા માટે જે ચટણ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com