________________
પ્રકરણ ૫ સુ]
છે. શિવાજી ચરિત્ર
૨૬૯
મળી. મહારાજે પરિસ્થિતિ ઉપર વિચાર કરવા માંડયો. નેતાજીની પીછેહઠની ખબર સાંભળી શિવાજી આપણી શરતે સલાહ કરવા તૈયાર થશે એમ જૌહરને લાગ્યું અને એણે પેાતાના સિપાહીઓને ઘેરાને સખત જામો રાખવા તાકીદ આપી. શિવાજી સાહસ ખેડીને કાઈ જાતની બાજી રમી આપણને બનાવી ન જાય તે માટે સખત અંદેબસ્ત રાખવા જૌહરે પેાતાના સરદારાને ચેતવણી આપી. રાત્રે પણ સખત પહેરા શરૂ કર્યાં. મુગલાએ પૂના તરફ ભારે ત્રાસ વર્તાવ્યા છે એની ખબર પણ મહારાજને મળી. પનાળામાં પુરાઈ જવામાં એમણે ભૂલ કરી એમ એમને લાગ્યું. નેતાજી ધેરે। હઠાવી શકતા નથી અને પૂના પ્રાંતમાં મુગલા પાછા જામતા જાય છે, એટલે હવે યુક્તિ કરી ગમે તેવી રીતે કિલ્લામાંથી બહાર નીકળવાના મહારાજે નિશ્ચય કર્યાં. એકલા નિશ્ચયથી આ કામ સરે એવું ન હતું, આ નિશ્ચયની પાછળ યુક્તિની જરુર હતી. શાંત મગજે મહારાજે કિલ્લામાંથી છટકી જવાના પ્રશ્ન છ્યા ત્યારે એમને જણાયું કે છટકી જ જવું હોય તા ધેરાને પણ ઢીલા કરવા જોઈએ. પહેરાના કામમાં સિપાહી સહેજ બેદરકાર રહે તે। જ કિલ્લામાંથી નાસી છૂટાય. ચામાસાના વરસાદથી અને અનેક જાતની હાડમારીઓથી જૌહરના સિપાહીઓ થાકી તા ગયા હતા. એમનામાં શિથિલતા આણુવા મહારાજે યુક્તિ રચી. બહુ અગવડાથી થાકી ગએલા સિપાહીએ સુલેહની રાહ જોઈ રહ્યા હતા અને જો સુલેહના સંદેશા શરૂ થાય તા દુશ્મનની છાવણીઓનું વાતાવરણુ તદ્દન ફ્રી જાય એવી મહારાજની માન્યતા હતી તેથી મહારાજે પેાતાના વકીલ ગંગાધરની મારફતે સીદી સાથે સુલેહ માટે સંદેશા શરૂ કર્યાં, લાંબા વખતથી ધેરા ઉપર રહેલું લશ્કર કટાળી ગયું હતું અને નિકાલની રાહ જોતું હતુ. એટલામાં સુલેહના સંદેશા શરૂ થયાની વાતા છાવણીમાં થવા લાગી એટલે વાતાવરણમાં ફેર પડવા લાગ્યું. લશ્કરના સિપાહીઓનું ધ્યાન ધેરા તરફથી ખસીને સંદેશામાં ચેટયું, છાવણીઓમાં સુલેહની વાર્તાથી વાતાવરણમાં ફેરફાર થયા. ધેરાના સખત જાપતા હતા તેમાં ફેર પડયો અને બંદોબસ્ત મેાળા પડયો. મહારાજે સુલેહની શરતે નક્કી કરવા માટે સૌદી જૌહરને રૂબરૂ મળવાની માગણી કરી. સીદીએ વિચાર કરી મહારાજની માગણી કબૂલ રાખી. એક દિવસે નક્કી કરેલે વખતે સંધ્યાકાળે શિવાજી મહારાજ સીદી જૌહરને મળવા એની છાવણીમાં ગયા. સુલેહની શરતા ઉપર ખનેએ વિચાર કર્યાં. પનાળા કિલ્લા આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું. કેટલીક શરતાની વિગતા નક્કી કરવાની હતી. થે।ડું કામ પત્યા પછી રાત થઈ એટલે બાકીનું કામ ખીજા દિવસ ઉપર મુલ્તવી રાખી મહારાજ પાછા ગઢ ઉપર ગયા. ભારેમાં ભારે સાહસ ખેડીને પણ પનાળામાંથી છટકી જવાના મહારાજે નિશ્ચય કર્યાં. જિંદગીનું જોખમ વેઠીને પણ જૌહરને હાયતાલી દઈ ને ઘેરામાંથી છૂટવાની ગેાઠવણુ મનમાં મહારાજે ઘડી કાઢી. પેાતાની ગેરહાજરીમાં ગઢ કાને સાંપવા એ પ્રશ્ન અધરા અને અડચણભરેલા થઈ પાચો, ઘે। કાયમ રાખવામાં આવે તે દુશ્મનદળ રાકાયલું રહે અને મહારાજ ધારેલું કામ ઓછી મહેનતે કરી શકે. દુશ્મનને રાકી શકે એવા અધિકારી શોધીને તેને ગઢ સ્વાધીન કરવામાં આવે તેાજ બાજી પેશ જાય, નહિ તેા શીરા કરવા જતાં થૂલી થઈ જવાના સંભવ હતા. આ વખતે મહારાજની સાથે ગઢ ઉપર ત્રિંબક ભાસ્કર નામનેા બહુ કાખેલ અને હાશિયાર સરદાર હતા. સેવા અને પ્રમાણિકપણાથી એણે મહારાજને વિશ્વાસ સ`પાદન કર્યા હતા. આવા કટોકટીના સંજોગામાં પનાળગઢ હવાલે કરવા માટે મહારાજની નજર આ સરદાર તરફ વળી. દુશ્મન અનેક પ્રકારની લાલચેા આપે તેા પણ સર્વે લાલચાને ઠાકરે મારવા જેટલી એનામાં શક્તિ હોવી જોઈ એ. દેશાભિમાન, ધર્માભિમાન અને સ્વામીનિષ્ઠા એનામાં પ્રખર હોય તા જ કિલ્લા સાંપાય એમ હતું. એ બધા વિચાર કરી મહારાજે ત્રિંબક ભાસ્કરને કિલ્લા સાંપવાનું નક્કી કરી એને પેાતાની પાસે ખેાલાવ્યેા અને એને કહ્યું “ તમારે શિરે બહુ ભારે જવાબદારી આવી પડવાની છે. ડાહ્યો દીકરા દેશાવર ભાગવે એ તા દુનિયાની રીત છે. આવડત અને હેશિયારીને! બદલે જવાબદારી અને જોખમ જ હોય છે. તમારી કાર્યક્ક્ષતા, સ્વામીનિષ્ઠા અને કુનેહને લીધે જ આજે ભારે જવાબદારી સ્વીકારવા મેં તમને એલાવ્યા છે. જવાબદારી તા જે ઝીલી શકે તેને માથે જ નાંખવામાં આવે. દુશ્મનની વચ્ચે ધેરામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com