________________
૫૯ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૪ થું તા. ૨૮ મી નવેમ્બર, ૧૯૫૯ ને રોજ પનાળાને કિલે મહારાજના હાથમાં આવ્યો (જેધે શકાવલી). ઉપર જઈને મહારાજે જ્યારે એ કિલે છે ત્યારે તેમને અતિ આનંદ થયો. એ કિલ્લે બહુ મેટા અને બધી જાતની સગવડવાળા હતા. એ કિલા ઉપર રાજમહેલ, કુવા, વાવ, તલાવે, બગીચાઓ વગેરે હતાં. કિલ્લે મજબૂત, મહત્ત્વ અને આકર્ષક હતા.
૫નાળગઢ કબજે કર્યા પછી કરાડ નજીકના પવનેગઢ અને વસંતગઢ એ કિલ્લાઓ હસ્તગત કર્યા. આ કિલ્લાઓ હસ્તગત કર્યા પછી રાંગણ અને ખેલણ કિલ્લાઓ લડાઈ કરીને મેળવ્યા. ખેલણાગઢ જીત્યા પછી તેનું નામ વિશાળગઢ પાડવામાં આવ્યું.
એવી રીતે મહારાજે આદિલશાહી મુલક જીતીને શિયાળાની ગઢી સુધી જમીનમહેસૂલ વસૂલ કરવા માટે ૩૨ થાણું બેસાડ્યાં. આ વખતે કેહાપુર પ્રાંતની સૂબેદારીનું મુખ્ય શહેર મીરજ હતું. બિજાપુર સરકારના મુલકની મહારાજે આ દશા કરવા માંડી એટલે સરદાર રૂસ્તમઝમાન ૩૦૦૦ માણસનું લશ્કર લઈને મહારાજ ઉપર ચડી આવ્યા પણ તેને શિવાજી મહારાજે પાછો હાંકી કાઢો ( કાફીખાન ) અને પોતે બિજાપુરના મુલકે જીતતા અને ખંડણીઓ વસૂલ કરતા ઠેઠ બિજાપુરના દરવાજા સુધી જઈ પહોંચ્યા. ત્યાંથી પૂરવેગમાં મહારાજ પાછા ફર્યા. મહારાજના ફરમાન મુજબ સરદાર અરણુજી દતોએ પાયદળ તૈયાર રાખ્યું હતું. તે લઈને મહારાજ રત્નાગિરિ પ્રાંતમાં પેઠા ઈ. સ. ૧૬૬૦ (કિ કેડ પારસનીસ). ત્યાંનાં બંદર અને ગામ કબજે કરવામાં ફત્તેહમંદ નીવડ્યા. મહારાજે દાળના થાણદારને નસાડી, દાળ અને તેના તાબાનાં સર્વે થાણુઓ કબજે કર્યો.
૨. બિજાપુરને દુખદર્શક દરબાર શિવાજી મહારાજને નાશ કરવા માટે અફઝલખાન જ્યારે બિજાપુરથી નીકળે, ત્યારે તેને વિદાયનું માન આપવા માટે બિજાપુરમાં ભારે દરબાર ભરાયો હતો. તે વખતે બિજાપુરી સરદારોમાં જે ઉત્સાહ, જે આનંદ, જે હિંમત, જે આશા, જે ઉમેદ અને જે શૌર્ય નજરે પડતાં હતાં તે આજે સ્વનવત થઈ ગયાં. આજે દરબારના ઉત્સાહભંગ સરદારના મેં ઉપર નિરાશા નજરે પડતી હતી. સરદારે શોકદર્શક પોશાક પહેરીને દરબારમાં આવ્યા હતા. બધે શોક છવાઈ રહ્યો હતો. પ્રતાપગઢના યુદ્ધમાં મારખાઈને રણભૂમિ મૂકીને નાસી આવેલા સરદારેએ, શિવાજીએ આદિલશાહી લશ્કરની કરેલી દુર્દશાની વાત જણાવી તેથી આદિલશાહી પ્રજામાં ગ્લાનિ અને ગમગીની ફેલાયાં હતાં. અફઝલખાનના મરણના સમાચારથી અલી આદિલશાહને અને બડી બેગમ સાહેબાને આઘાત પહોંચ્યો હતો, પણ આદિલશાહી લકર રફેત થઈ ગયું. સરદારો નાસી ગયા, યોદ્ધાઓ ઘાયલ થયા અને સિપાહીઓને કચ્ચરઘાણ નીકળી ગયું એ ખબર બાદશાહ, બડી બેગમ સાહેબા, રાજ્યના સરદારો અને જવાબદાર અમલદારોના હૈયાને વિજળીને આંચક લાગે. યુદ્ધને સરસામાન, દારૂગોળો, શસ્ત્રાસ્ત્ર વગેરે લડાઈનાં સાધનો આદિલશાહીએ ખેયાં તેની દિલગીરી કરતાં તે શિવાજી જેવા કટ્ટા દુશ્મનના હાથમાં ગયાં તેને શોક સૌને વધારે લાગે. બિજાપુર સરકારના લશ્કરની આવી દુર્દશા કરીને શિવાજીએ આદિલશાહીનું નાક કાપી લીધું એવું આત્મમાનની લાગણીવાળા સરદારને લાગ્યું. આદિલશાહીના મુત્સદ્દીઓને તે લાગ્યું કે આ હાર જે મૂગે મેંઢે બિજાપુર સરકાર સહન કરી લે છે તે આદિલશાહીની હયાતી ઉપર એક ભારે કટકા સમાન નીવડશે. અફઝલખાનના વધની વાત સાંભળીને કસાયેલા અનુભવી મુત્સદીઓની તો ખાતરી જ થઈ ગઈ હતી કે શિવાજી અફઝલખાનને હરાવીને છાને બેસવાનો નથી પણ વિજયના જુસ્સાને લાભ લઈ આદિલશાહીને એ સતાવીને ભારે સંકટમાં ઉતારશે. હવે શું કરવું તેનો વિચાર કરી મુત્સદ્દી સરદારોનાં વિવેચને બાદ નિર્ણય ઉપર આવવા માટે અલી આદિલશાહે પોતાના મુત્સદ્દી સરદારને તેમના અભિપ્રાય જણાવવા સૂચના કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com