________________
પ્રકરણ ૪ થું ) છે. શિવાજી ચરિત્ર
૨૫૫ યુદ્ધમાં વિજય પામેલા લશ્કરને લઈ મહારાજ દિગ્વિજય કરવા નીકળ્યા. તેમણે આ કૂચમાં નીચેનાં ગામે પિતાની સત્તા નીચે આણ્યાં-(૧) ખટાવ (૨) માયણી (૩) રામાપુર (૪) કલેઢણુ (૫) વાળવે (૬) હલ જયંતિકા (૭) અષ્ટિ (૮) વડગાંવ (૯) અર્થે (૧૦) વલાપુર (૧૧) ઔદુંબર (૧૨) મસૂર (૧૩) કરાડ (૧૪) સૂપે (૧૫) તાંબે (૧૬) પાલી (૧૭) નરલે (૧૮) કામેરી (૧૯) વિસાપુર (૨૦) સાવે (૨૧) ઉરણ (૨૨) કેળે અને (૨૩) કેહાપુર (શિવમારત પા. ૨૩૧ ).
શિવાજી મહારાજ ઉપર ચડાઈ કર્યાનું સાંભળી, મહારાજ અફઝલખાન જેવા બળવાન શત્રુને સામને કરવામાં ગૂંથાયેલા હતા તે તકને લાભ લઈ જંજીરાના સીદીએ મહારાજના તાબાના તળા અને ધોસાળા એ કિલ્લાને ઘેરે ઘાલ્યો. ઘેરો ઘાલ્યો ત્યારે સીદીને ખાતરી હતી કે અફઝલખાન મહારાજને પૂરેપુરો મહાત કરશે અને આ કિલ્લાઓ પિતાને પચી જશે પણ સીદીની ધારણું ખરી પડી નહિ. જ્યારે સીદીએ સાંભળ્યું કે ખાનને મહારાજે પૂરો કર્યો અને એના લશ્કરને મારી નસાડયું ત્યારે તેણે મગે મોઢે ઘેરે ઉઠાવી લીધો. આ સીદી ઉપર ચડાઈ કરવાને મહારાજને વિચાર હતા પરંતુ તેમનું
ધ્યાન પનાળા કિલ્લા તરફ ખેંચાયું તેથી તે પનાળાગઢ હસ્તગત કરવાના કામમાં મંડી પડ્યો. આ કિલે કેલ્હાપુર પ્રાન્તમાં આવ્યો હતે.
મહારાજ કોલ્હાપુર પ્રાન્તમાં પિડા તે વખતે તે પ્રાન્તને બિજાપુરી સૂબે સરદાર રુસ્તમઝમાન હતા. આ સુબેદારના અમલ નીચે એક હિંદ કિલેદારના કબજામાં આ કિલે હતા. મહારાજે પનાળાલેવાનો નિશ્ચય કર્યો પણ હંમેશની એમની પદ્ધતિ મુજબ જે કામ ઓછી નુકસાની વેઠીને કળથી સાધ્ય થતું હોય તે માટે બળ વાપરીને વધારે નુકસાનીમાં ઊતરવાનું એમણે માંડી વાળ્યું. પોતાના વિશ્વાસુ અમલદાર સરદાર અણાજી દત્તોની મારફતે કિલે લડત વગર સેપી દેવાની બાબતમાં કિલેદારની સાથે સંદેશા શરૂ કરાવ્યા. આ સંદેશાને પરિણામે આ કિલ્લે મહારાજને હાથ લાગ્યો. આ સંબંધમાં વિગતવાર હકીકત નીચે આપવામાં આવી છે.
સરદાર અણછ દત્તોએ કિલ્લેદારને સાથે. કિલેદાર કિલ્લે મેંપી દેવા કબૂલ થયો. કિલેદારને સમજાવવામાં આવ્યો છે અને કિલે આપને સ્વાધીન કરવા તૈયાર છે એ સંદેશે અણાજી હતો તરફથી મહારાજને મળ્યો. પણ મહારાજ દુશ્મન અને તેનાં માણસો સાથેના વર્તનમાં બહુ જ સાવચેત અને પૂરા સાવધ હતા. દુશ્મનનાં કૃત્યોને એ શંકાની નજરથી જ જોતા અને પૂરેપૂરી ખાતરી થયા પછી અને એમની કસોટીએ શત્રને માણસ બરોબર ઊતરે તે જ એના ઉપર એ વિશ્વાસ રાખતા. કિલેદાર માટે મહારાજના મનમાં શંકા ઊભી થઈ. એમને લાગ્યું કે કિલ્લેદારનો જવાબ એ શત્રએ પાથરેલી જાળ પણ હોય. આવી રીતની શક્ય શંકાઓ મહારાજના મનમાં ઊભી થઈ. કિલ્લેદારે કાવવું રચી એક પ્રકારની જાળ પાથરી નથી એવી ખાતરી થયા સિવાય તેના પ્રત્યે અવિશ્વાસ બતાવી એનું મન ખાટું કરવું એ પણ મહારાજને ઠીક લાગ્યું નહિ. ખરી લાગણીથી કિલ્લેદારે કિલ્લો આપવાનું વચન આપ્યું હોય અને જો એને લાગે કે એના પ્રત્યે તે અવિશ્વાસ જ છે તે દુશ્મનનો એક માણસ આપણામાં આવવા તૈયાર હોય તેને ખાવા જેવું થાય. કિલેદારનું દિલ દુભાવ્યા સિવાય પૂરેપુરી સાવધાની રાખીને વર્તવાને રસ્તે મહારાજે શેધી કાઢો. સરદાર અણછ દત્તને કિલ્લાને કબજો લેવા માટે કિલ્લેદાર પાસે મોકલ્યો અને મહારાજ પોતે લશ્કર સાથે સજ થઈને પનાળાગઢથી થોડે દૂર ઊભા રહ્યા. આ કરવામાં મહારાજનો હેતુ એ હતો કે કિલેદારે જે કાવત્રુ કર્યું હશે તો તે હવે ખુલ્લું થઈ જશે અને તેમ હશે તો તે કિલા ઉપર ચડાઈ કરવા મહારાજ સજજ થઈ ને વાટ જોતા ઊભા જ હતા અને જો કોઈપણ જાતનું કાવવું કે કપટ નહિ હોય તે કિલ્લે સરદાર અણુછ દત્તોને સ્વાધીન કરી દેશે એટલે મહારાજ કિલ્લામાં લશ્કર સાથે કિલ્લાને બંદોબસ્ત કરવા જાય. કિલેદારનું કપટ કે કાવવું કશું ન હતું. કિલ્લેદારે કિલ્લો અણુછ દત્તોને સ્વાધીન કર્યો. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com