________________
પ્રકરણ ૩ નું ] છે. શિવાજી ચરિત્ર
૨પ૧ મૂર્તિઓ અને હિંદુ સ્ત્રીની ઈજત વહાલાં હોય તે, હિંદુ ધર્મને તારવા માટેના આ યુદ્ધમાં સામેલ થઈ જાઓ. હું તેવા યોદ્ધાને સ્થાન આપવા તૈયાર છું. જેમની ઈચ્છા મારા લશ્કરમાં જોડાવાની ન હોય, તે ભલે ન જોડાય અને તેની મરજીમાં આવે ત્યાં જઈ નોકરી કરે પણ હિંદુ ધર્મના રક્ષણ માટે મરવા સજ્જ થયેલાં માણસની સામે ન થાય, એટલી સૂચના તે હું તમારા ઉપર હક્કથી કરીશ.” શા હેતુથી મહારાજ યુદ્ધ કરી રહ્યા છે, એમનું સાધ્ય શું છે, તે બહુ ટૂંકમાં એમણે ખાનના દળના પકડાયેલા હિંદુ સિપાહીઓને સમજાવ્યું. મહારાજના દયાળુ વર્તનથી યુદ્ધના હિંદુ મુસલમાન કેદીઓ બહુજ સંતોષ પામ્યા હતા અને દુશ્મન હોવા છતાં પણ પોતાનાં માણસની જેટલી દરકાર અને કાળજી મહારાજ રાખતા હોય તેટલી જ દરકાર અને કાળજી પોતાની પણ રાખે છે, તો આવા માલીકના ખોળામાં માથું મૂકવું અને આવા માલીકની નોકરી કરવી એવું કેટલાકને લાગ્યું અને તેથી ખાનના દળમાંના પકડાયેલા ઘણું હિંદુઓ શિવાજી મહારાજના લશ્કરમાં જોડાયા. કેટલાક મુસલમાન પણ શિવાજીની નોકરીમાં જોડાવા કબૂલ થયા.
૪. ખંડેછ ખેપડેને દેહાંતદંડની શિક્ષા. પોતાના નજીવા સ્વાર્થ માટે આખી કામના ભરેલા ભાણામાં ધૂળ નાખવા તૈયાર થનાર સ્વાર્થી અને નીચવૃત્તિનાં માણસો હિંદુકોમમાં વધારે પાકે છે એવું ઈતિહાસ જાહેર કરે છે. પિતાનો સ્વાર્થ ન સધાય તે આખા સમાજના કલ્યાણ ઉપર અંગાર મૂકવા તૈયાર થનાર માણસો હિંદુકમમાં ખૂબ પાકળ્યા છે. ઈર્ષાએ તે હિંદુઓની ખાનાખરાબી કરી દીધી છે. પોતાના હરીફને હરાવવા માટે જયચંદે પરધર્મી શાહબુદ્દીનને પરદેશથી પોતાના દેશ ઉપર ચડાઈ કરવા આમંત્રણ કર્યું અને હિંદુસ્થાનના હિંદુઓને પરધર્મીઓના જુલ્મ નીચે કચડી નંખાવ્યા. ઈર્ષાને વશ થઈ ગુજરાતના ભોળા ભીમે પૃથ્વીરાજને પાડવામાં મદદ કરી. ગુજરાતના માધવ અને દિલ્હીના હાહુલીરાય વગેરેનાં વૃત્તાંત જાણ્યા પછી પણ હિંદુઓ પોતાનું વેર વસુલ કરવા, પિતાની ઈર્ષા ઠારવા પરધમના પક્ષમાં જતાં જરા આંચકે ખાતા નથી. આવી ઈર્ષાથી ભરેલું અને વેર તથા ઠેષથી ધૂંધવાયેલો ખંડેછ ખોપડે હતા. ' રહીડખોરાની દેશમુખી ખંડજી પડેને ન મળી તેથી તેના હરીફ કાનજી જેધે ઉપર ખંડોળ ભડકે બળી રહ્યો હતો. કાનજી જેધે શિવાજી મહારાજના પક્ષમાં રહ્યો. રોહીડખોરાની દેશમુખીને માટે ખંડળ પડેએ, હિંદુ હેઈને હિંદુ ધર્મની ઈજ્જત રાખવા મુસલમાન સત્તા તેડવા હાથમાં માથું લઈ લડી રહેલા હિંદુ ધર્મના તારણહાર, શિવાજીને પકડી આપવાનું વચન, હિંદુ ધર્મને છળ કરનારા, મતિઓ તેડનારા, મંદિરમાં ગાય કાપી તેનું લોહી છાંટનારા, અફઝલખાનને આપ્યું હતું. પોતાના ત્રણ હજાર માવળા સિપાહીઓને લઈને ખંડળ પડે શિવાજીને જમીનદોસ્ત કરવાના કામમાં ખાનને મદદ કરવા ખાનની છાવણીમાં આવી રહ્યો હતે. શિવાજી માવળાઓના જોરથી અને માવળા લશ્કરના દળથી છતે મેળવે છે તેથી શિવાજીને મુલકના માવળા લેકે વાકેફગાર હોવાથી અફઝલખાનને શિવાજીનો સામનો કરવા માવળાઓના લશ્કરની જરૂર હતી તે ખંડેએ પૂરી પાડી. પણ અનુભવે સાબીત થયું કે હિંદુ ધર્મના જુસ્સાથી શિવાજીના ભાવળાઓ લડતા હતા અને ખંડળના માવળાઓ તો પેટની ખાતરજ લડતા હતા, એટલે શિવાજીના માવળાઓમાંને હિંદુત્વ બચાવવા માટેનો જુસ્સો માવળાઓને હાથે જબરાં કામ કરાવતે. ખડેજીનાં માણસે બહુ જબરુ કામ લડાઈમાં તે ન કરી શકયાં, પણ જ્યારે છાવણી ઉપર મહારાજનાં માણસોએ છાપો માર્યો અને ખાનનાં માણસોની કતલ શરૂ થઈ ત્યારે ખાનને મેટો છોકરો ફાજલખાન પોતાના કબીલા સાથે નાસત હતા અને ખંડળ બોપડે મળ્યો તેને પોતાની જિંદગી બચાવવા માટે એણે ખૂબ કાલાવાલા કર્યા, ખૂબ લાલચ આપી એટલે પોતાનાં ૩૦૦ માણસે ખંડાજીએ કાજલને આપ્યાં અને એ ૩૦૦ માણસોના રક્ષણથી ફાજલને અને તેના કબીલાને કરાડગામે સહીસલામત પહેચતા કર્યા..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com