________________
૨૫૦
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૩ નું
નજરબાજખાતાના વડા વિશ્વાસરાવ નાનાજી મુસખોરકર જેમણે ખાનના દુષ્ટ હેતુની બાતમી ફકીરવેશે ખાનની છાવણીમાંથી મેળવી મહારાજ તરફ મોકલાવી હતી, તેમને પુષ્કળ નાણું આપી સંતોષ્યા. આવી રીતે શિવાજી મહારાજે પોતાના વફાદાર, વિશ્વાસ અને અણુ વખતે શિરસાટે કામ કરનારાઓની કદર કરી.
પોતાનાં માણસેનાં ઉત્તમ ક માટે તેને સાબાશી આપી, તેમના કૃત્યોની કદર કરનાર માલીકે ઘણું જડી આવશે, પણ પોતાના દુશ્મન દળના ઘવાયેલાઓ પ્રત્યે લાગણી અને યુદ્ધકેદીઓ પ્રત્યે માન ધરાવનાર રાજાઓ ઇતિહાસમાં બહુ શોધખોળ કરે પણ બહુ થેડા જડી આવશે. મહારાજે લડાઈમાં માર્યા ગયેલા દમનના માણસને ગીધ અને કાગડાઓને હવાલે ન કર્યા ખાનના મરણ પામેલા મુસલમાનેને મહારાજે દફનાવ્યા અને હિંદુઓને અગ્નિદાહ કરાવ્યો.
૩. દુશ્મદળના ઘવાયેલાઓ પ્રત્યે લાગણી અને યુદ્ધકેદી પ્રત્યે માન. પ્રતાપગઢના યુદ્ધમાં ખાનના લશ્કરમાંના આસરે ૫-૬ હજાર માણસો ઘાયલ થયાને અડસટ્ટો આંકી શકાય છે અને ૩ થી ૪ હજાર માણસો યુદ્ધના કેદી પકડાયા હોવા જોઈએ. યુદ્ધકેદીઓને મહારાજની સમક્ષ રજૂ કરવામાં આવ્યા. યુદ્ધકેદીઓએ તે પોતાના જીવની આશા મૂકી દીધી હશે અથવા તો જિંદગી સુધી શિવાજીના બંદીખાનામાં સડવાનું નસીબે સજેલું માની લીધું હશે પણ કહેવત છે કે “દુશ્મન મળજે તે દાન.” તેવી સ્થિતિ ખાનના પકડાયેલા માણસોની થઈ. એમને ડાહ્યો અને ખાનદાન દુશ્મન મ હતો. શિવાજી મહારાજે યુદ્ધના કેદીઓ તરફ સારી લાગણી બતાવી એટલું જ નહિ પણ સપડાયેલા કેદીઓને તેમના દરજજા અને મોભા મુજબ માન આપ્યાં. યુદ્ધકેદીઓમાં ખાનના બે છોકરાઓ, સરદાર જગતાપ અને સરદાર ઝુંઝારરાવ ઘાટગે જેવા મેટા મોભાદાર માણસ હતા. શિવાજીએ દુશ્મનના પકડાયેલા માણસે તરફ બહુ મીઠી લાગણી દર્શાવી. દુશ્મન દળના ઘવાયેલાઓની સારવાર માટે પણ પાકે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મહારાજના લશ્કરમાં જોડાવાની જેમની ઈચ્છા હોય, તેમને તેમના દરજજા મુજબ નોકરી ઉપર ચડાવવામાં આવશે, એમ મહારાજે ખાનનાં માણસોને જણાવ્યું અને જેમને પાછા જવું હોય અને પાછા જવા માટે પોતાની પાસે ખર્ચ ખૂટણનું સાધન ન હોય તેમને વાટખર્ચ માટે જોઈતું નાણું આપવા હુકમ કર્યો. શરણે આવેલાઓમાં જેમણે જેમણે પોતાની ચીજો લૂંટના ઢગલામાંથી બતાવી તેમને તેમને તે પાછી આપવામાં આવી. યુદ્ધકેદીઓમાં જે હિંદુ લેકે ખાનના લશ્કરમાં લડતાં કેદ પકડાયા હતા, તેમને મહારાજે કહ્યું-“ અમે મુસલમાની સત્તાની સામે જે યુદ્ધ આરંભ્ય છે, તે અમારા સ્વાર્થ માટે નથી. આજે હિંદુત્વ ભયમાં આવી પડયું છે. આજે હિંદુઓને કઈ રણીધણી કે વાલીવારસ નથી રહ્યો. હિંદુઓની દુર્દશાને ખૂબ વિચાર કરી, હિંદુત્વરક્ષણ માટે હિંદુરાજ્ય સ્થાપવાનો અમે નિશ્ચય કર્યો છે અને તે માટે અમે અમારા જાન જોખમમાં નાખી રહ્યા છીએ. મુસલમાની સત્તા અને તેનો દેર તેડે જ હવે છુટકે છે. ઠેકઠેકાણે અમારા ધર્મ ઉપર હલાએ થાય છે. અમારા મંદિર મુસલમાનો તોડે છે, મૃતિઓ ભાંગે છે અને પૂજ્ય ગૌમાતાનો વધ કરી, તેનું લેહી મંદિરમાં છાંટે છે. હિંદુ સ્ત્રીઓનાં શિયળ લૂંટાય છે. તેમની સતીત્વને ભંગ થાય છે, તેમને ઘસડીને લઈ જવામાં આવે છે. આ બધી સ્થિતિ નજર સામે ખડી થાય છે, ત્યારે સાચા હિંદુને જીવન પણ અસહ્ય થઈ પડે છે. અમે હિંદુત્વ માટે જ્યારે મુસલમાની સત્તા તેડવા, મુસલમાન બાદશાહતની સામે સમરાંગણમાં સમર ખેલીએ છીએ, ત્યારે મુસલમાન સરદાર અને સિપાહીઓને જોઈ અમને અને અમારા શૂરા સિપાહીઓને શૂર ચડે છે, પણ હિંદુત્વ માટે અમે રણે ચડ્યા હોઈએ, ત્યારે હિંદુઓ જ હિંદુ ધર્મના બચાવમાં શિર ઝૂકાવી કેસરિયાં કરી બહાર પડેલા હિંદુને હણવા આગળ આવે છે, ત્યારે અમે શરમાઈએ છીએ. હિંદુધર્મને હયાત રાખવા માટે અમોએ યુદ્ધ આરંભ્ય છે. અમે જિંદગી સુધી ધર્મ માટે લડીશું. તમારામાંથી જેમને હિંદુ ધર્મ વહાલે હૈય, હિંદુ મંદિર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com