________________
૪૦ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૨ જું દુશ્મન દળમાંથી જે લેકે ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા અને યુદ્ધના કદીઓને પ્રતાપગઢ લઈ જઈ મહારાજ સન્મુખ ખડા કરવામાં આવ્યા.
૭. કેયનાપારની લડાઈ બિજાપુર બાદશાહના ફરમાનથી અફઝલખાન શિવાજી મહારાજને, બિજાપુર બાદશાહતનું અપમાન અને નુકસાન કરવા માટે સજા કરી. સીધા કરવાના હેતુથી બિજાપુરથી મજલ દડમજલ કુચ કરી, પોતાની પ્રચંડ સેના અને લાવલશ્કર સાથે વાઈ મુકામે મુકામ નાખીને પડથાના સમાચાર આખા મહારાષ્ટ્રમાં વીજળી વેગે ફેલાયાનું અમે પાછળ કહી ગયા. અફઝલખાને પોતાના વકીલ કૃષ્ણાજીપત સાથે શિવાજીને સંદેશ મોકલ્યો અને રૂબરૂ મુલાકાત માટે લાવ્યા. શિવાજીએ સંદેશાને યોગ્ય જવાબ વાળ્યો અને પોતાના વકીલ પતાજી પંત સાથે ખાનને મુલાકાત માટે જાવળી પધારવા આમંત્રણ કર્યું. ખાન આમંત્રણ સ્વીકારી વાઈથી જાવળી આવ્યા. મુલાકાત વખતે દગો કરી મહારાજને કબજે કરી લેવા અથવા તક મળે તે પૂરો કરવાનો ખાનનો મનસૂબો હતો, એટલે વાઈથી જાવળી આવવા માટે ખાન નીકળ્યો ત્યારે પોતાની સાથે માનીતા મુત્સદ્દીઓ, વિશ્વાસુ સરદાર અને કસાયેલા યોદ્ધાઓ તથા ચુનંદા સિપાહીઓનું બનેલું લશ્કર લઈને નીકળ્યો હતે. એવી રીતે આશરે ૧૨૦૦૦ માણસની ફેજ ખાન સાથે વાઈથી જાવળી આવી હતી. શિવાજી મહારાજે બોબસ્ત કર્યા મુજબ આ લશ્કરે કેયના પારમાં છાવણી નાખી હતી. આ છાવણીમાં ઝારરાવ ઘાટગે, ઘર૫ડે, ખંડુજી પડે, જગદાળ, ખાનનો છોક ફજલખાન, સરદાર મૂખાન, સરદાર અંબરખાન વગેરે નામીચા અને ચુનંદા સેનાપતિઓ હતા. ખાનને પોતાનો મુકામ જાવળી પાસે સુંદર દેખાવવાળી જગ્યાએ રાખવામાં આવ્યા હતા. કાયનાપારમાં છાવણીને મુકામ ત્રણ દિવસ સુધી રહ્યો હતો. કેયનાપારમાં મુકામ નાખ્યા પછી પણ મુલાકાત વખતે મહારાજને કબજે કરવાના વિચારમાં ખાને ફેરફાર કર્યો ન હતો. એ મુલાકાત મંડપ તરફ જવા પોતે નીકળે ત્યારે ચુનંદા ૧૫૦૦ માણસેની ફોજ સાથે રાખી હતી, તે ઉપરથી સાબીત થાય છે કે મહારાજને પકડયા પછી એમના સંરક્ષણ માટે અથવા એવા બીજા કોઈ કારણ સર મહારાજનાં માણસે દોડી આવે અથવા ઝપાઝપી કરે, તે તેમને નાશ કરવા માટે અને ખાન તથા શિવાજી મહારાજને કાયનાપાર છાવણીમાં સહીસલામત પહોંચાડવા માટે ખાને બંદોબસ્ત કર્યો હતો એટલું જ નહિ પણ કેયનાપાર છાવણીના જવાબદાર લશ્કરી અમલદારને ખાન, મુલાકાત મંડપે જવા નીકળ્યા ત્યારે સૂચના આપી દીધી હતી કે “ મારા તરફથી સંદેશો આવે કે તરત જ મારી મદદ માટે થોડી ફેજ પ્રતાપગઢ તરફ રવાના કરવી” (પ્રતાપ શુ પા. ૨૩૮ ). ખાનના હુકમ મુજબ જે અમલદારને આ કામ સોંપવામાં આવ્યું હતું. તે ખાનના સંદેશાની રાહ જોઈ રહ્યો હતો પણ ખાન તરફથી સંદેશો ને આવ્યા અને ખાનને ખતમ કરવામાં આવશે, એવો અંદેશો પણ કેઈના મનમાં કેયનાપારની છાવણીમાં ન હતા, એટલે ગઢ તરફ ફેજ રવાના થઈ નહિ.
પ્રતાપગઢના નૈઋત્ય ખૂણામાં પારઘાટ છે, ત્યાં શિવાજી મહારાજનો સરસેનાપતિ મોરોપંત ગળે આશરે ચાર હજાર પાયદળ સાથે તૈયાર રહ્યો હતો. સર સેનાપતિના હાથ નીચે શામરાજપંત અને ત્રીંબક ભાસ્કર નામના બે નામીચા લશ્કરી અમલદારે હતા. આ બાહોશ અમલદારો ઉપરાંત સરદાર ઈગળ, કંક, ઢોર, ઘુમાળ, ગાયકવાડ વગેરે સરદારો પોતપોતાની ટુકડીઓ સાથે મારપંતના હાથ નીચે મહારાજની કમકે આવ્યા હતા. એ બધા પારઘાટમાં વાટ જોતા થોભ્યા હતા.
મહારાજના નજરબાજખાતાના જુદા જુદા અમલદારો મારફતે, પોતાના વકીલ પંતાજી પંત તરફથી, ખાનના વકીલ કૃષ્ણજી પંત તરફથી અને જે જે દિશાએથી જે જે માર્ગે ખાનની છૂપી બાતમી મળી શકે તે મહારાજે મેળવી હતી અને મેળવેલી છૂપી બાતમીઓમાં એક બાતમી એવી હતી કે જે બધા બાતમીદાએ મહારાજને મોકલી હતી. એ બાતમી એ હતી કે “ મુલાકાત વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com