________________
પ્રરણ ૧ હું ]
છે. શિવાજી ચરિત્ર
ક્ષય
ખાન સાહેબ પોતાને ભત્રીજો માને છે, એટલે એવા ઉમરાવે અને સરદારાને પૂરતા પ્રયાસે ખાન સાહેબે થેાલાવ્યા છે. આવા સંજોગામાં મહારાજ બિજાપુર દરબાર જોડે સલાહ કરે એ બંને માટે શ્રેયકર છે, એમ ખાન સાહેબનું માનવું છે. બીજું કઈ નહિ પણ સિંહગઢ, લેહગઢ, પુરંદર ચાકણુ અને નીરા તથા ભીમાની વચ્ચેના પ્રદેશ દિલ્હીના બાદશાહને આપી દે અને જાવળી બાદશાહ સલામતને સોંપી દે એવું ખાન સાહેબે મહારાજને કહેવડાવ્યું છે. મહારાજ પોતે બાદશાહતના ઉમરાવ છે અને તેમ હેાવા છતાં બાદશાહતના કિલ્લાએ મહારાજ પડાવી લે એ ઠીક નહિ. મહારાજે બિજાપુર બાદશાહતનાં શહેરા લીધાં, કિલ્લા લીધા, મુલક લીધા અને બાદશાહ સલામત મળવા ખેલાવે ત્યારે મહારાજ જતા નથી એ શું કહેવાય ? બાકી મહારાજની મર્દાઈ અને હિંમત સાંભળી બાદશાહ સલામત બહુ ખુશ થયા છે અને અભિમાનથી ખીજાને કહે છે કે મારા સરદાર સિંહાજીને મેટા બહુ બહાદુર નીકળ્યેા. મહારાજના શૌર્યથી બાદશાહ સલામતને સંતોષ થયા છે. વળી ખાન સાહેબનું કહેવું છે કે મહારાજના પિતા આ બાદશાહતમાં ચડ્યા અને ઈજ્જત આબરુ પામ્યા, તેમના ખેટા બાદશાહ સલામત સાથેવાંધાભરેલું વન રાખે એ ખાન સાહેબને પણ નથી ગમતું. મહારાજ પ્રત્યે ખાન સાહેબને પુત્રવત્ પ્રેમ છે, એટલે ખાસ કહેવડાવ્યું છે કે, મહારાજે હવે વિચાર કરી પે!તાના વનમાં ફેરફાર કરવા ધટે છે. મહારાજ પિતાનું પણ માનતા નથી અને બાદશાહ સલામતનું પણ સાંભળતા નથી તેથી ખાન સાહેબને બહુ લાગી આવે છે. મહારાજ હવે પછી બાદશાહ સલામતના કહ્યામાં રહેવા કબૂલ કરે તે બાદશાહુ સલામતને ગઈ ગુજરી ભૂલી જવા અને મહારાજ સાથે સાચી મીઠાશ કરાવી આપવા ખાન સાહેબ તૈયાર . ખાન સાહેબ તે વળી આગળ વધીને એટલે સુધી કહેવડાવે છે કે મહારાજ વલણ બદલે તેા એ પોતે બાદશાહ સલામતને ગમે તે પ્રકારે સમજાવી મહારાજને જીતેલે મુલક એમની પાસે રહેવા દેવાની ગોઠવણુ કરશે. ખીજી મહારાજને બિજાપુરના દરબારમાં ભારે માનની અને હાદ્દાની સરદારી બાદશાહ સલામત પાસેથી અપાવવા ખાન સાહેબ પાતે જવાબદારી લેવા તૈયાર છે. એક માનવંતા સરદાર તરીકે દરબારમાં રહેવાની મહારાજની ઈચ્છા હોય તે બહુ જ સારું પણ ત્યાં રહેવાની મહારાજની ઈચ્છા ન હેય તે, મહારાજ ઈચ્છા હૈાય ત્યાં રહે અને તેમ છતાં બાદશાહ સલામત મહારાજને માનવંતા સરદાર તરીકે સ્વીકારે એવી ગાઠવણુ કરવાની ખાન સાહેબની ઈચ્છા છે. ખાન સાહેબ તે કહે છે કે આ બધી ખાખતના ખુલાસા રૂબરૂમાં કરી મહારાજની સાથેના સબંધ પાા મીઠા થઇ જાય એટલે “ ગંગા નાહ્યા ”. ખાન સાહેબ આવી આવી બધી વાતેની રૂબરૂમાં ચર્ચા કરી દિલસફાઈ કરવા આતુર છે. મહારાજને મળવાની એમની ઈચ્છા છે અને તેથી જ મહારાજને આ સેવક સાથે સદેશો માકલ્યા છે. મહારાજ અને ખાન સાહેબ બન્નેની મુલાકાત થઈ જાય તે સધળી બાબતાને નિકાલ થઈ જશે અને અન્ને તરફથી પ્રજા પણ સુખી થશે. ખાન તરફથી વધારે મુલક, મનસખ અને સરંજામ આપવાનું પણુ કહેતા હતા. ખાન સાહેબ આપેલું વચન પાળશે તે માટે મહારાજને જોઇએ તેવી બાહેધરી આપવામાં આવશે. આ બધાને વિચાર કરી મહારાજ ખાન સાહેબને મળવા પધારશે એવી સેવકને આશા છે, ”
શિવાજી મહારાજે અફઝલખાનને દેશો વકીલ કૃષ્ણાજી પતને માઢેથી બહુ પ્રસન્નચિત્ત સાંભળ્યા, પછી ખેલ્યા “ ખાન સાહેબને સંદેશો સાંબળી હું ખુશી થયા છું. ખાન સાહેબ કહેવડાવે છે એ અમારા લાભનું જ છે. બિજાપુર બાદશાહતમાં કેટલાક ખંડખાર બની ગયા હતા. તેમના દાર તાડી, અમે એ મુલકમાં ખંદાબસ્ત કર્યો, મુલક આબાદ કર્યાં, બાદશાહ સલામતના મુલકમાં અમે કિલ્લા આંધ્યા, સારા સારા સિપાહીએથી ભરપૂર એવાં નવાં નવાં લશ્કરી અમે ઊભાં કર્યા આ બધું અમે જે કર્યું તે કાને માટે ? અમે બાદશાહ સલામતના જ છીએ ને? અમે તે આ બધું કરીને બાદશાહ સલામની જ દેાલત વધારી છે. જ્યારે ખાન સાહેબ મને મળવા આતુર છે, ત્યારે હું પણ એમને મળવા ઈન્તેજાર છું, એ મારા પિતાશ્રીના સ્નેહી છે અને વિંડલ છે, વિડલ તરીકે ખાન સાહેબ માટે મને ભારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com