________________
શકે છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ લું રસ્તે રોકીને રહેવું. આખરની સૂચના તમને ક્ટા પડતી વખતે આપવામાં આવશે, તે પ્રમાણે તમે કરશો. તમે તે સમરકળામાં કુશળ . તમને વધારે કહેવાનું ન હોય ! એમ કહી રઘુનાથ બલાળ સબનીસને એમને સાથે રાખવા સેપ્યા અને પેશ્વા મેરે પંત, શામરાવ નીલકંઠ તથા ત્રિબક ભાસ્કર કાંકણથી આવીને હાજર થાય એવી ગોઠવણ કરી.
૪. શિવાજી મહારાજ અને કૃષ્ણાજી પંત. અફઝલખાનના દીવાન અને દરબારી વકીલ શ્રી. કૃષ્ણાજી ભાસ્કર ખાનને સંદેશ લઈને વાઈથી નીકળ્યા તે પ્રતાપગઢ શિવાજી પાસે આવી પહોંચ્યા. કૃષ્ણાજી પંતનું યોગ્ય સન્માન કરીને એમના માટે નક્કી કરેલા ઉતારે મોકલ્યા. આ દરબારી વકીલને માટે ઉતારાની બહુ સુંદર અને સગવડભરેલી વ્યવસ્થા શિવાજી મહારાજે કરાવી હતી. ચોકી પહેરા એમની તહેનાતમાં મૂક્યા હતા. દરબારી મહેમાન હતા એટલે પણ ચાકરીમાં કઈ પણ જાતની મા રાખી ન હતી. બીજે દિવસે શિવાજી મહારાજે કૃષ્ણજી પંતને મળવા બોલાવ્યા. કૃષ્ણજી પંત તેડાની રાહ જોઈને જ બેઠા હતા. સૂચના મળતાંની સાથે જ આ દરબારી વકીલ શિવાજી મહારાજને મળવા જવા નીકળ્યા. શિવાજી મહારાજ પણુ કૃષ્ણ પંતની રાહ જોતા હતા એટલામાં કૃષ્ણજી પંત ત્યાં જઈ પહોંચ્યા. મહારાજને કૃષ્ણ પંતે મુજરો કર્યો. શિવાજીએ તે સ્વીકાર્યો અને પિતાનો આનંદ વ્યક્ત કર્યો. શિવાજીએ હાથના ઈશારાથી કૃષ્ણજી પંતને સ્થાન આપ્યા પછી પૂછયું: “કેમ કૃષ્ણાજી પંત, કુશળ તે છે ને ? શા સમાચાર છે?” કષ્પાજી પંત બેલ્યા-‘મહારાજની કૃપાથી કુશળ છું અને ખેરિયત છે.” શિવાજી મહારાજે પૂછયું “ ખાન કેમ આવ્યા છે? શા મનસૂબો છે? બિજાપુરથી અત્રે આવતાં રસ્તામાં ધર્મનું અપમાન અને ગૌબાહાણોને ઠેકઠેકાણે ખૂબ છલ કર્યો કેમ? દક્ષિણ દેશના આ ભાગમાં જબરો કેર વર્તાવ્યો ખરો ?” આ પ્રશ્નો પૂછી શિવાજી બહુ ગંભીર મુખમુદ્રાથી કૃષ્ણજી પંત તરફ જવા લાગ્યા. કૃષ્ણાજી પં! બહુ અદબથી બેઠા હતા, તે નીચે જઈને નિરુત્તર રહ્યા, એટલે મહારાજ બોલ્યા “કૃષ્ણાજી પંત, બેલો તમારે શું કહેવું છે? સુખેથી નિરાંતે બધી વાત કરો. હું પણ કુરસદ મેળવીને સાંભળવા બેઠો છું. ખાનને સંદેશ લઈને આવ્યા છો તે જ એમનું શું કહેવું છે?”
કણાજી પંતે કહ્યું “મહારાજ! ખાન સાહેબે મને આપની પાસે સંદેશ લઈને મેક છે. ખાન સાહેબે મહારાજનું ક્ષેમકુશળ પૂછયું છે. બિજાપુરના બાદશાહ સલામતે ખાન સાહેબને આ તરફ મોકલ્યા છે. ખાન સાહેબે કહેવડાવ્યું છે કે આદિલશાહે નિઝામી રાજ્યમાં જે મુલક મુગલેને આપ્યો તે મહારાજ કબજામાં લઈ બેઠા, દંડારાજપુરના રાજાને મુલક પડાવી લઈને મહારાજે તેની સાથે દુશ્મનાવટ ઊભી કરી, ચંદ્રરાવ મોરેને મારી નાખી એની જાવળી મહારાજે જબરજસ્તીથી જીતી લીધી, કલ્યાણ ભીમડી મહારાજ ગળી ગયા અને ત્યાંની મસીદે પાડી નાખી, એ બધું મહારાજે ઠીક નથી કર્યું. જ્યારે જ્યારે મહારાજને તક મળે છે ત્યારે ત્યારે કાજી તથા મુલ્લાઓને કેદ કરવા મહારાજ ચૂકતા નથી એ ઠીક નથી થયું. મહારાજ સોનાના સિહાસન ઉપર બેસે છે અને પોતે ચક્રવર્તિ હોય એવી રીતને દમામ રાખે છે એ ઠીક નથી થતું. મહારાજ પિતાના મનમાં આવે એવી રીતે સ્વચ્છંદીપણે વર્તે છે એમ ખાન સાહેબનું કહેવું છે અને એ ઠીક નથી થતું એમ ખાન કહેવડાવે છે. આવાં અનેક કારણેને લીધે બાદશાહ સલામતને માઠું લાગ્યું છે અને તેથી આ બધી બાબતને નિકાલ કરવા ખાન સાહેબને મોકલ્યા છે. ખાન સાહેબની સાથે ઉમરાવ મુસખાન તથા સરદાર પ્રતાપરાવ મરે આવેલા છે. એ તથા એવા બીજા માનવંતા ઉમર અને સરદારો મહારાજની સાથે યુદ્ધ કરવા ખાન સાહેબને ખૂબ આગ્રહ કરી રહ્યા છે અને મહારાજ ઉપર ચડાઈ લાવવા આતુરતા બતાવી રહ્યા છે. પણ ખાન સાહેબ અને મહારાજના પિતાશ્રી સરદાર સિંહાજી મહારાજને બહુ જબરી દોસ્તી છે અને મહારાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com