________________
પ્રકરણ ૧૩ મું] છે. શિવાજી ચરિત્ર
૧૮૮ મેજને માથા ઉપરથી પસાર થવા દે અને એ પસાર થઈ જાય એટલે પાછું મેં કાઢી આગળ જાય
એ રીત ધ્યાનમાં લઈ તે પ્રમાણે કરવું આ સંજોગોમાં અનુકૂળ થઈ પડશે. પ્રતિકૂળ સંજોગોમાં સિદ્ધાંતને અડગ રાખી સંકટોને જતાં કરવાની કુશળતા મહારાજને ઘણી વખતે કામ લાગી હતી. મહારાજે મુગલ અમલદાર નાસીરખાનને એક પત્ર લખી જણાવ્યું કે એ પિતે (શિવાજી) હવે મુગલે સાથે સંપ કરવા માગે છે અને હવે પછીથી એ મુગલે સાથે વફાદારી જાળવશે. આ મતલબને પત્ર લખી મહારાજે પોતાના વિશ્વાસુ અમલદાર રઘુનાથ બલાળ કારડની સાથે નાસીરખાન તરફ મોકલ્યો. નાસીરખાને આ પત્રનો વિવેકભર્યો જવાબ આપે અને પત્ર ઓરંગઝેબ તરફ રવાના કર્યો. શિવાજી મહારાજે એક પત્ર ઔરંગઝેબ તરફ રવાના કર્યો જેમાં નીચેની મતલબનું લખાણ હતું. “મેં મુગલે સામે કરેલા હુમલા અને ચલાવેલા વર્તન માટે ખરેખર હું દિલગીર છું અને આપે મારું વર્તન દરગુજર કરવું જોઈએ. આપને મદદ માટે હું ૫૦૦ માણસે મોકલવા તૈયાર છું.” આ પત્ર લઈને મહારાજા એક વિશ્વાસુ અમલદાર કૃષ્ણાજી ભાસ્કર ઔરંગઝેબ પાસે ગયો. ઔરંગઝેબ કંઈ સામાન્ય રાજકુમાર ન હતા. એ અસાધારણ બુદ્ધિવાળો, વહેમી અને દરેક બાબતમાં ઊંડી નજર પહોંચાડે એ હતા. એ ખસવાળે અને સામા માણસને તેના પગલે પારખે એવું હતું. સાધારણ સંજોગોમાં તે શિવાજી મહારાજના આવા પત્રોને એ ઘોળી પીએ એવો હતો, પણ ઉત્તર હિંદુસ્થાનમાં સંજોગે તદ્દન બદલાઈ ગયા હતા અને દિલ્હીની ગાદી લેવા માટે બાદશાહ શાહજહાનના દીકરાઓએ જે ઝગડો જગાવ્યો હતો તેમાં ભાગ લેવા માટે ઔરંગઝેબ ભારે તૈયારી કરીને દક્ષિણથી ઉત્તર તરફ જવા નીકળ્યા હતા. ઔરંગઝેબની નજર આગળ ગાદી માટેનો ઝગડો ઉભો હતો. ભાઈઓને વચ્ચેથી શી રીતે ખસેડવા તેના દાવપેચની ગોઠવણ તેના મનમાં ચાલી રહી હતી. બાદશાહતના સ્વપ્નાં અને તે મેળવવા માટેના દાવપેચ, યુક્તિપ્રયુક્તિ. પ્રપંચ, કપટ અને અનેક કાવત્રાંનો ગડભાંગ તેના હૈયામાં ચાલી રહી હતી. જે વખતે ઔરંગઝેબનું મગજ ઉત્તરના વિચારમાં નિમગ્ન થઈ ગયું હતું તે વખતે શિવાજી મહારાજને પત્ર ઔરંગઝેબને મળ્યો. શિવાજીએ જીગર અને અહમદનગરમાં કરેલાં કૃત્યો ઔરંગઝેબની ફેરવાયેલી મનોદશાને લીધે એની નજર સામે વખતે ખડાં ન થયાં હોય અથવા એ મુત્સદ્દી હોવાથી એણે એના ઉપર થોડા વખત માટે પડદો પણ પાડો હેય. શિવાજી મહારાજના પત્રથી ઓરંગઝેબને જરાપણુ સંતોષ થયો ન હતો પણ એને લાગ્યું કે આ વખતે શિવાજીને ઠંડે રાખવામાં જ લાભ છે. ભવિષ્યમાં એનાં કરેલાં કૃત્યો માટે જોઈ લેવાશે. વખત આવ્યે વ્યાજ સાથે બદલો લેતાં કયાં નથી આવડતું. મહારાજના પાત્ર માટે ઉપર ઉપરને સંતોષ ઔરંગઝેબે જાહેર કર્યો અને મહારાજને નીચેની મતલબનો પત્ર જવાબમાં લખ્યો “તમારું વતન એવું છે કે તમને જતા ન કરવા, પણ જે અર્થે તમને પશ્ચાત્તાપ થયો છે અને ફરીથી એવું વતન તમે નહિ કરે એવી અમને તમે તમારાં કૃત્યો જતાં કરું છું. ફરીથી તમે અમારી સાથે એવું વર્તન નહિ કરે એવી અમને આશા છે. બિજાપુર પાસેથી તમે જીતેલે મુકલ રાખી શકશે એટલું જ નહિ પણ ભવિષ્યમાં બિજાપુરને મુલક જીતશે તો પણ અમે તમને તમારી પાસે રહેવા દઈશું.” આવી રીતનો જવાબ ૧૬૫૮ ના જાનેવારીની આખરમાં ઔરંગઝેબે શિવાજી મહારાજને મોકલ્યો. આ રીતને પત્ર લખ્યો પણ શિવાજી મહારાજ માટેની બળતરા ઔરંગઝેબના અંતઃકરણમાંથી જરા પણ ઓછી થઈ ન હતી. મનમાંને તિરસ્કાર એને એ કાયમ હતા. ઔરંગઝેબે શિવાજી મહારાજને એમના પત્રને જવાબ આપે તે ઉપરથી ઔરંગઝેબના મનનું માપ કાઢી શકાય નહિ. ઔરંગઝેબે ઉત્તર હિંદુસ્થાન જતી વખતે મુસ્તફતખાન, નાસીરખાન અને મીરજામલાને નીચેની મતલબના પત્રો લખ્યા હતા. તે વાંચ્યાથી ઔરંગઝેબના અંતઃકરણની સહેજ ઝાંખી વાચકે કરી શકશે. પ્રો. જદુનાથ સરકારે ઔરંગઝેબનું જીવન ચરિત્ર લખ્યું છે. તેને ૧ લા ભાગમાં ૨૮૫ પાને ઔરંગઝેબના પત્રોની મતલબ નીચે પ્રમાણે જણાવી છે
સુફતખાન, અહમદનગરની બરાબર સંભાળ રાખજે. નાસીરખાન ઉત્તર હિંદુસ્તાન તસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com