________________
૧૪૮ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૩ મું ૩ મુત્સદ્દીઓના પેંતરા, મુગલ સાથે સલાહગેવળેકેડાની કુતુબશાહી અને બિજાપુરની આદિલશાહીને પેટ ભરીને સતાવ્યા પછી ઈ. સ. ૧૬૫૭ ના જૂન-જુલાઈ અને ઓગસ્ટ માસમાં દક્ષિણના મુગલ લશ્કરે ખૂબ આરામ લીધું હતું. બિજાપુર અને મુગલે વચ્ચે જે તહનામું થયું તેની અસર શિવાજી મહારાજના કાર્યક્રમ ઉપર થઈ હતી. આ તહનામાની વાત સાંભળીને શિવાજી મહારાજને ભારે ચટપટી થઈ સંજોગો બદલાયા એટલે જે પિતાની યોજનાઓ અને કાર્યક્રમ, નક્કી કરેલું એય મજબૂત રાખીને સંજોગોના પ્રમાણમાં બદલે છે, તે જ પિતાના દાવ સફળતાથી ખેલી શકે છે. શિવાજી મહારાજે જોયું કે જ્યારે બિજાપુરના બાદશાહે મુગલ સાથે સલાહ કરી ત્યારે તેમણે પોતાના કાર્યક્રમમાં તરત જ ફેરફાર કરી દેવાનો નિશ્ચય કર્યો. શિવાજી મહારાજ જાણતા હતા કે બિજાપુર સાથેનો ઝગડો પત્યા પછી દક્ષિણનું મુગલ લશ્કર એમની ( શિવાજી મહારાજની) સામે મોરચો માંડશે. મહારાજની સામે સંકટના ડુંગરા ખડા થયા હતા. બિજાપુર અને મુગલ વચ્ચે અણબનાવ અને વિગ્રહ શિવાજી મહારાજનું બળ વધારવામાં ખાસ મદદરૂપ નીવડ્યાં હતા. આ બળને આધારે જ શિવાજી મહારાજે ઘણાં કામ કરી લીધાં હતાં. આ બળને આધારે જ મહારાજ પિતાના મુલકની વધારે મજબૂતી કરી શક્યા હતા અને આ બળને આધારે જ મહારાજ નવી ઉગતી મરાઠા સત્તાના મૂળ મહારાષ્ટ્રની ભૂમિમાં વધારે ઊંડાં ઘાલી શક્યા હતા. કુતુબશાહી, આદિલશાહી અને મુગલાઈ એ ત્રણ સત્તાના દક્ષિણમાં જાગેલા ઝગડાઓને શિવાજી મહારાજે પૂરેપુરો લાભ લીધું હતું. મુગલ અને આદિલશાહી વચ્ચેને વિગ્રહ શિવાજી મહારાજને બહુ ફાયદાકારક નીવડયો હતું. બંને લડી રહ્યા હતા ત્યારે મહારાજે પિતાને બંદોબસ્ત બરાબર કરી લીધું. બંને વચ્ચે તહનામું થયું એટલે બંને ભેગા થઈને મહારાજને કચડી નાંખવામાં એક ક્ષણનો પણ વિલંબ કરશે નહિ એની મહારાજને પૂરેપૂરી ખાત્રી હતી. શિવાજી મહારાજ તે દરેક મુસલમાની સત્તાની આંખમાં ખેંચી રહ્યા હતા, પણ મુગલ સત્તા બિજાપુરને ગળી જવા આતુર હતી એટલે બિજાપુરવાળા પોતાના લાભ પૂરતા જ શિવાજી મહારાજને મુગલ સાથે લડાવવા પિતાની પક્ષે લેતા હતા. બિજાપુરને જમીનદોસ્ત કર્યા પછી શિવાજીને ભોંયભેગા કરવાને ઔરંગઝેબને વિચાર હતો એટલે મુગલે શિવાજીને પોતાના બચાવ પૂરતા જ છેડતા. ગેવળકેડા, બિજાપુર, મુગલે અને શિવાજી એ ચારે પિત પિતાના પાસા ખેલી રહ્યા હતા.
શિવાજી મહારાજ રણે ચડશે રજપૂત હતા અને મુશ્કેલી વખતે મુત્સદ્દી પણ હતા. દાવ આવે દાવ ખેલી જાણતા હતા અને વખત આવ્યે એમને વાણિયા થતાં આવડતું હતું. આફતના ડુંગરે, ચિંતાના પહાડો અને અડચણના પર્વતે ઢળી પડે તે પણ શિવાજી મહારાજ જરાએ ડગે એમ ન હતા. એમની હિંમત અથાગ હતી. પરિસ્થિતિ અને સંજોગોના બદલાવાથી અકસ્માત અડચણ ઉભી થાય તે તેથી મુંઝવણમાં આવી ગભરાઈ જાય એવા મહારાજ સુંવાળા ન હતા. ચિંતા અને અડચણે મહારાજને ગભરાવી શકતાં નહિ. એવે વખતે એ મગજને બહુ શાંત રાખી હૈયે હામ ભીડી ગૂંચ ઉકેલી રસ્તે કાઢતા. મુગલે અને બિજાપુરને એક થયેલા જોયા ત્યારે મહારાજને ખાત્રી થઈ ગઈ કે હવે વખત વિકટ આવી પહોંચ્યું છે. હવે જો યુક્તિપ્રયુક્તિથી કામ લેવામાં નહિ આવે તે બાજી બગડી જશે. નાશ નજર સામે દેખાતું હોય તે પણ કીર્તિની ખાતર કેસરિયાં કરવાની રીત આ ક્ષત્રિીની ન હતી. મહારાજને લાગ્યું કે આ વખતે એ મુગલેની સામે મહારાષ્ટ્રમાં એકલા પડી ગયા છે અને એવા સંજોગોમાં એ મુગલની સામે થઈ શકે એમ ન હતું. મુગલ સાથે કડવાશ તે એમને હતી જ, પણ આવે વખતે કડવાશમાં વધારો કરે એ મહારાજને ભારે ભયમાં ઉતરવા જેવું લાગ્યું. આવા સંજોગોમાં મુગલે સાથે મેળ કરે એ નવી ઉભી થતી મરાઠી સત્તા માટે જરૂરી છે એમ મહારાજને લાગ્યું. ખૂબ વિચારને અંતે મહારાજને લાગ્યું કે દરિયામાં ખૂબ તેફાન હોય અને બહુ જબરાં મજા ચડવાં હેય, વળિયે વાતે હેય ત્યારે ખર અને પાવરધે તારે મેજું આવે તે મેજ તરફ પુઠ ફેરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com