________________
૧૮૨ છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૧૨ મું બરાબર લડાવતો. ધણીને કહે ધાડ અને ચેરને કહે દોડ, એ રીત ઔરંગઝેબે બિજાપુરને નબળું બનાવવા માટે અખત્યાર કરી. ભેદનીતિનું શસ્ત્ર ઔરંગઝેબે પૂર જોરથી ચલાવ્યું. બિજાપુર દરબારના લશ્કરના મુખ્ય સેનાપતિ ખાનમહમદને પણ ઔરંગઝેબે ફોડ્યો હતો.
એણે બિજાપુરી બાદશાહતના પાયા હચમચાવી નાંખ્યા હતા પણ મહમદ આદિલશાહના મરણ સુધી એ મકાન કડડભૂસ થયું નહિ એટલે ઔરંગઝેબની આ બાજી પૂરેપુરી સફળ થઈ નહિ. મહમદશાહના મરણ પછી અલી ગાદી ઉપર આવ્યો એટલે ઔરંગઝેબે બાજી બદલી અને આદિલશાહી ઉપર તરાપ મારવાની તક સાધી. ઔરંગઝેબના મોટા ભાઈ દારાની સાથે બિજાપુર બાદશાહને સારો સંબંધ હતા એ ઔરંગઝેબ જાણતો હતો તેથી આદિલશાહી માટે ઔરંગઝેબના હૈયામાં હળાહળ ઝેર ઉછળી રે હતું. અલી નાની ઉંમરને બીનઅનુભવી અને તેનો લાભ લઈ અવ્યવસ્થિત દશામાં આવી પડેલા બિજાપુર દરબારને જમીનદોસ્ત કરવાની દાનતથી ઔરંગઝેબે દરબારના કેટલાક સરદારને ફોડ્યા. દારા શેકેહની સાથે સારો સંબંધ બિજાપુરે રાખ્યો એ જ આદિલશાહને ભયંકર ગુ થયા હતા અને તે કારણે ઔરંગઝેબ આ બાદશાહતને જમીનદોસ્ત કરવાને ઘાટ ઘડી રહ્યો હતો. ઔરંગઝેબના ઝેરીલા સ્વભાવની આ બનાવ સાક્ષી પૂરે છે. મહમદ આદિલશાહ મરી પરવાર્યો એટલે ઔરંગઝેબ એના ઉપર વેર ન લઈ શકો પણ “તારે બાપ નહિ તે તું” એ ન્યાય પ્રમાણે ઔરંગઝેબે બાપનું વેર દીકરા પાસેથી વસૂલ કરવાનો નિશ્ચય કર્યો. આવાં વેર વસૂલ કરવામાં પણ ઔરંગઝેબ પૂરો પાવર હતા. મરેલા વેરીનું વેર એના દીકરા પાસેથી વસૂલ કરવાની વૃત્તિ ઔરંગઝેબમાં બચપણથી હતી એ આ દાખલા ઉપરથી પૂરવાર થાય છે. બિજાપુરને ખાલસા કરવાના કામમાં શહેનશાહની સંમતિ મેળવવાના હેતુથી ઔરંગઝેબે શાહજહાન બાદશાહને લખી જણાવ્યું કે “અલી આદિલશાહ એ બિજાપુરના બાદશાહ મહમદ આદિલશાહને દાસીથી થયેલે પુત્ર છે અને તેથી ગાદીને સાચે વારસ નથી. બિજાપુરનું રાજ્ય એ ખંડિયું રાજ્ય છે અને જ્યારે ગાદીનો સીધો વારસ ઔરસપુત્ર ન હોય ત્યારે દિલ્હીના બાદશાહની પરવાનગી સિવાય કોઈને ગાદી ઉપર બેસાડવાને હક્ક નથી. દિલ્હીના બાદશાહની પરવાનગી સિવાય અલી આદિલશાહ બિજાપુરની ગાદી પચાવી પાડ્યો છે માટે તેને પદભ્રષ્ટ કરે”. દિલ્હીમાં શાહજહાન પાસે દારા હતે. તે ઔરંગઝેબની ગેરવાજબી માગણીઓ પેશ જવાદે એ ન હતું. ઔરંગઝેબ તરફના લખાણ ઉપર દારા બહુ ઝીણી નજરથી ધ્યાન દેતે અને “દૂખે પિટ ત્યારે કૂટે માથું’ એવાં લખાણ
જ્યારે જ્યારે આવતાં ત્યારે દારા બહુ સાવચેત રહે અને ઊંડે વિચાર કરી પિતાનો અભિપ્રાય આપતે. પિતાની ધારેલી નેમ દારા પિશ જવા દેશે નહિ તેની ઔરંગઝેબને ખાત્રી હતી તેથી તેણે મીરજુમલાને સાએ હતે. ગમે તેમ કરી બિજાપુર ઉપર ચડાઈ લઈ જવા બાદશાહની સંમતિ મેળવવા ઔરંગઝેબે મીરજુમલાને જણાવ્યું હતું. મીરજુમલાએ પૂરેપુરું મુત્સદ્દીપણું વાપર્યું અને આ સંબંધમાં શાહજહાનના વિચારોનું પરિવર્તન કરાવ્યું. સાધારણ સંજોગોમાં તે ઔરંગઝેબે બિજાપુર ઉપર ચડાઈ કરવા માટે દિલ્હીપતિની પરવાનગી મંગાવી હતી તે મળત નહિ. પણ મીરજામલાની દરમ્યાનગીરીથી ઔરંગઝેબની બાજી પેશ ગઈ અને બિજાપુર ઉપર ચડાઈ લઈ જવાની પરવાનગી દિલ્હીથી મોકલવામાં આવી. આ ચડાઈમાં ઔરંગઝેબને મદદ કરવા માટે માળવેથી શાહિસ્તખાનને પણ મોકલવામાં આવ્યો હતો.
ખરું જોતાં દિલ્હીના બાદશાહ પાસેથી મીરજુમલાએ ઔરંગઝેબને ખુશ કરવા માટે ખોટી પરવાનગી અપાવી હતી. એક બિજાપુરને બાદશાહ દિલ્હીના મુગલ બાદશાહને ખંડિયે ન હતું એટલું જ નહિ પણ બિજાપુરને બાદશાહ ગુજરી ગયા પછી ગાદીની વારસ નક્કી કરવાની સત્તા દિલ્હીના બાદશાહની ન હતી. પરવાનગી આપવામાં અન્યાય થયો હતે એ વાત ખુલે ખુલી દેખાઈ આવે છે. ઔરંગઝેબ દિલ્હીથી સંમતિ આવવાની રાહ જોઈને જ બેઠા હતા એટલે દિલ્હીથી હુકમ આવતાં જ ઔરંગઝેબે બિજાપુર ઉપર ચડાઈ કરી. બિજાપુર બાદશાહના બીડર શહેરને મુગલ લશ્કરે ઘેરે ઘાલ્યો. તે વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com