________________
પ્રકરણ ૧૨ મું].
છે. શિવાજી ચરિત્ર
૧૮૯
થવા એ તૈયાર થતા નહિ. એણે વિચાર કર્યો કે કુતુબશાહ પણ મારા જેવો જ રાજા છે. એનો વજીર એને બંડખેર માલુમ પડ્યો તે તેને ઠેકાણે લાવવા માટે સુલતાન કડક થાય અને દાખલો બેસાડવા માટે જરા સખત પગલાં ભરે તે તેમાં એણે પાપ શું કર્યું ? એમાં એને શે ગુને થયું કે એને શિક્ષા કરવા આપણે તૈયાર થઈએ.' દારાએ પણ ઔરંગઝેબનો પત્ર વાંચી બાપને ચેતવણી આપી કે આ પત્ર ઉપરથી આપણે સુલતાનની વિરુદ્ધ કંઈ સખ્તાઈનાં પગલાં ભરીશું તે એમાં આપણે ગંભીર ભૂલ કરી દિલ્હી દરબારમાં રહેતા ગોવળકેડાના વકીલે સુલતાન તરફથી બાદશાહને દયા બતાવવા વિનંતિ કરી. વકીલની વિનંતિ ધ્યાનમાં લઈ કુતુબશાહ સાથે સલાહ કરવા બાદશાહ ઔરંગઝેબને લખી મે. શાહજહાનનું આ લખાણ ઔરંગઝેબે દાબી દીધું અને લડાઈ ચાલુ રાખી. કુતુબશાહે અને તેની વૃદ્ધ માતાએ ઔરંગઝેબને કાલાવાલા કર્યા. પિતાની છોકરી ઔરંગઝેબના છોકરાને પરણાવવા કુતુબશાહ તૈયાર થયા. ઔરંગઝેબે કુતુબશાહ પાસે એક કરોડ રૂપિયા દંડ માગે. આવી મોટી રકમ કુતુબશાહ આપી શકે એમ ન હતું. કતુબશાહે આ બધી હકીકત દારા મારફતે બાદશાહને જણાવી અને વધાર જણાવ્યું કે “ બાદશાહના હુકમે ઔરંગઝેબ વચ્ચેથી દાબી દે છે અને કોઈપણ પ્રકારની એની ખબર સુલતાનને આપતા નથી. બાદશાહ તરફથી આવતા જવાબની પણ ખબર સુલતાનને મળતી નથી.” આ હકીકત સાંભળી બાદશાહ બહુ જ ગુસ્સે થયે. સુલતાન સાથેના અણબનાવને લીધે ઔરંગઝેબ આ બધું કરી રહ્યો છે એમ બાદશાહને લાગ્યું. આખરે શાહજહાને ઔરંગઝેબને હુકમ મળતાંની સાથે જ તરત જ ગવળકેડા છોડી પિતાને મુકામે જવા પત્ર લખ્યો. ઈ. સ. ૧૬૫૬ ના માર્ચ માસમાં ઔરંગઝેબે ગોવળાંડાને ઘેરો ઉઠાવી લીધો અને ગોળકેડાના સુલતાન સાથે સલાહ કરી. ગોવળકાંડાને ઘેરો એ ઔરંગઝેબની ન્યાય બુદ્ધિ (I)નું એક ઉદાહરણ છે.
૫. મુગલ અને બિજાપુર વચ્ચે અણબનાવ, - ઈ. સ. ૧૬૫૬ માં જ્યારે દક્ષિણને મુગલ સુબેદાર શાહજાદા ઔરંગઝેબ ગેવળાંડા સાથે લડાઈમાં રોકાયો હતો ત્યારે શિવાજી મહારાજ જાવળીના મેરે પ્રકરણમાં પૂરેપુરા ગુંથાયા હતા. બિજાપુરને બાદશાહ મહમદ આદિલશાહ ઘણુ વરસની બિમારી ભોગવી ઈ. સ. ૧૬૫૬ ના નવેમ્બર માસની ૪ થી તારીખે ૪૭ વરસની ઉંમરે મરણ પામે.
ગોવળકેડાના સુલતાન કુતુબશાહ સાથે તે ઔરંગઝેબને ભારે વેર હતું. દારાને આ સુલતાન પણ મળતિયો છે એવી ઔરંગઝેબની ખાત્રી થઈ ગઈ હતી અને કુતુબશાહના સંબંધમાં ઔરંગઝેબને બાદશાહ તરફથી ઠપકે પણ ઘણો મળે હતા એટલે કુતુબશાહને તો એ પિતાને કદો દુશ્મન માનતે. ગોવળકેડાના કુતુબશાહની બેન એ મહમદ આદિલશાહની બેગમ હતી, જે બડી બેગમ (બડી સાહેબ)ને નામે ઓળખાય છે. તેણે વજીર ખાનમહમદની મદદથી પોતાના ૧૮ વરસના પુત્ર અલીઆદિલશાહને બિજાપુરની ગાદી ઉપર બેસાડ્યો. મહમદ આદિલશાહ જ્યારથી મરણ પથારીએ પડ્યો હતો ત્યારથી જ બિજાપુર દરબારમાં અવ્યવસ્થા અને અંધેર ચાલી રહ્યાં હતાં. બિજાપુરના સરદારોમાં માંહોમાંહે ઈર્ષાને લીધે કડવાશ ઉભી થઈ હતી અને રાજ્યના શિયા અને સુન્ની મુસલમાન સરદારના એક બીજા પ્રત્યે ખાટાં દિલ થયાં હતાં. કોઈ કાઈને ગાંઠતું નહિ. દરબારના હુકમો અને ફરમાનો પગ તળે કચરોને જેને જેમ ઠીક લાગે, સુગમ પડે અને લાભદાયક લાગે તેવી રીતનું વર્તન રાખવા લાગ્યા. બિજાપુર બાદશાહતમાં ચાલી રહેલાં અંધેર અને અવ્યવસ્થા મુગલ સુબેદાર ઔરંગઝેબ ઔરંગાબાદ બેઠો બેઠો બહુ બારીકાઈથી નિહાળી રહ્યો હતે. બિજાપુરને પણ ઔરંગઝેબે દાઢમાં ઘાલ્યું હતું. બિજાપુર પચાવી પાડવા માટે અનુકુળ. તકની ઔરંગઝેબ રાહ જોઈ બેઠા હતા. દરબારના એક સરદારને બીજા સામે લાવ્યાથી બિજાપટ બાદશાહત વધારે નબળી થશે એ માન્યતાથી સરદારના એક પક્ષને સળી કરે. બીજાને તેની સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com