________________
મરણ ૧૨ સુ
છે.” શિવાજી ચરિત્ર
૧૯
ગાવળકાંડાનું રાજ્ય પ્રમાણમાં ઘણું નાનું ગણાય; પણ તે જમાનામાં તેની જાહેાજલાલી અદ્વિતીય હતી. એ પ્રાંતની ભૂમિ અતિ રસાળ હતી. આંખને આનંદ આપે એવી પ્રાન્તની ફળદ્રુપતા હતી. લીલાંછમ ખેતરા જોનારની આંખાને સંતેષ આપતાં. નહેરમાંથી ખેડુતાને જોઈ એ તેટલા પ્રમાણમાં પાણી મળતાં તેથી ખેડૂતા મન મૂકીને ખેતી કરતા. ત્યાંને ખેડુતવ ઉદ્યમી અને મહેનતુ હતા તેથી ઉંચા પ્રકારની ખેતી કરી શકતા. ગાવળકાંડાના મુલકની ફળદ્રુપતા આખા મહારાષ્ટ્રમાં મશદૂર હતી. ગેાવળકાંડાના મુલકમાં ખેતી આબાદ હતી એટલું જ નહિ પણ વેપાર ધમધાકાર ચાલતા. મછલીપટ્ટણ બંદરે પરદેશના વેપારી વહાણા લાંગરતા. તમાકુ અને નાળિયેરના જબરા વેપાર ગાવળકાંડામાં ચાલી રહ્યો હતા. ખેડુતા જેવા આબાદ હતા તેવાજ વેપારીઓ સુખી હતા. હૈદ્રાબાદ એ હીરા, માણેક, મોતી વગેરે ઝવેરાતના વેપારનું મુખ્ય મથક હતું. આખી દુનિયામાં હૈદ્રાબાદ જેટલા હીરાને વેપાર બીજે કાઈ ઠેકાણે થતા ન હતા. ખેડુત અને વેપારીએ સારી સ્થિતિમાં હતા એટલું જ નહિ પણુ આ પ્રાન્તના હુન્નરઉદ્યોગને સારૂં ઉત્તેજન મળતું હતું તેથી કારીગરવ જાહેાજલાલી ભાગવતા હતા. કળાકાશલ્યને વિકાસ આ પ્રાંતમાં નજરે પડતા. નિર્મળ અને ઇંદુરનાં પોલાદી હથિયારે, તલવારા, ભાલા, બરછી વગેરે આખા હિંદુસ્થાનમાં પ્રસિદ્ધ હતાં. વણુકરાને ઉદ્યમ ચડતી સ્થિતિમાં હતા. મછલીપટ્ટણના વણુકરાની કીતિ તેા ઠેઠ દિલ્હી અને બરાનપુર સુધી ફેલાઈ હતી. ત્યાંની મુલકમદૂર મલમલ પોતાના માટે બનાવવા ખરાનપુર અને દિલ્હીના બાદશાહેા મછલીપટ્ટણના વણુકરાને ખેલાવતા. એ રાજ્યમાં આવેલા વેલ્લુરના ગાલીચા આખા હિંદુસ્થાનમાં પ્રસિદ્ધ હતા. ગાવળકાંડાની કાતિ યુરેાપમાં પણ ફેલાઈ હતી. ગેાવળકાંડાના સુલતાન કુતુબશાહ શિયા પંથના હતા. આબાદીની ટાસે પહોંચેલા ગાવળકૅાંડાને જોઈ ઔરંગઝેબના માંમાં પાણી છૂટતું. ખીજું તે જમાનામાં પણ શિયા અને સુન્ની મુસલમાને સંબંધ મીઠા ન હતા. ગેાવળક્રાંડ! ઝડપી લેવા માટે ઔરગઝેબ કાંઈક બહાનું શેાધતા હતા, એટલામાં નીચેને બનાવ બન્યા તેના લાભ લઇ ઔરંગઝેબે ગાવળકાંડા ઉપર ચડાઈ કરી.
મીરજીમલા.
ઈ. સ. ૧૬૩૦ માં મીરન્નુમલા અથવા મહમદ સૈયદ નામના એક વેપારી ઈરાનથી દક્ષિણ હિંદુસ્થાનમાં આવીને હીરાને વેપાર કરવા લાગ્યા. વેપારની કુનેહ અને ચતુરાઈ ઉપરાંત એનામાં રાજદ્વારી મુત્સદ્દીઓમાં ખાસ જરુરના એવા ત્રણા ગુણા હતા. દીષ્ટિ, ઝીણવટ, મગજની શાંતિ, ધીરજ, ચાલાકી, ચપળતા, વગેરે ગુણ એનામાં કુતુબશાહને માલુમ પડ્યા તેથી એને કુતુબશાહીને વજીર નીમવામાં આવ્યા હતા. સુલતાને તેને કર્ણાટકમાં મુલક જીતવા માટે મેકલ્યા હતા. મીરજીમલાએ પેાતાની હિંમત અને બહાદુરીથી કર્ણાટકમાં દિગ્વિજય મેળવ્યેા. એણે યુરેપિયન લેક પાસે તાપખાનું તૈયાર કરાવ્યું અને એની મદદથી કર્ણાટકના કડાયા પ્રાંત અને ગડીકાડાના કિલ્લા જીતી લીધે. કર્ણાટકનાં મેટાં મોટાં મિંદરાનું ધન લૂંટી મીરન્નુમલા સંતેષ ન પામ્યા. તેણે હિંદુ મદિરામાંની ત્રાંબા પિત્તળની પવિત્ર મૂર્તિ તોડીને ગાળી નાખી અને તે ધાતુની તેપા તૈયાર કરાવી. કર્ણાટકમાં મીરન્નુમલાએ પેાતાની સત્તા જમાવી. પાતાની સત્તા જામી એટલે મીરજીમલાને માલીકની ઝુંસરી ફેંકી દઈ સ્વત ંત્ર થવાનું મન થયું. કર્ણાટકમાં ખરાબર પગ જામ્યા એટલે એણે પોતાના માલીક કુતુબશાહને, પાતે કર્ણાટકમાં જીતેલા મુલકના અને લુંટેલી સપત્તિને। ભાગ આપવાની ચોખ્ખી ના પાડી. કર્ણાટકમાં એ સ્વતંત્ર થઈ ગયા અને કુતુબશાહની વજીરી ફેંકી દીધી. મીરજીમલા બેવફા નીવડયો તેથી તેને સજા કરવા કુતુબશાહે લશ્કર રવાના કર્યું.
મીરજીમલા મુત્સદ્દી હતા. એણે બિજાપુરના આદિલશાહના સ્નેહ સંપાદન કર્યાં. ચંદ્રગિરિના રાજા સાથે મિત્રાચારી બાંધી. કુતુબશાહનું લશ્કર મીરજીમલા ઉપર ચડાઈ લઈને આવ્યું. તે લશ્કરને લાંચ આપી, સમજાવી પટાવી પાછું કાઢયુ. મુગલ શહેનહ્વાહની સેવામાં નોકરી સ્વીકારવાનું નક્કી કરી ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com