________________
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૨ સુ
ઔરંગઝેબે ખીજી વખતે દક્ષિણની લગામ સુખા તરીકે હાથમાં લીધી ત્યારે નીચે પ્રમાણે ખરચ થતું હતું. ૨૫ લાખ રૂપિયા ઔરંગઝેબ અને તેના છેાકરાઓના પગારમાં ખરચાતા. ૬ લાખ રૂપિયા લશ્કર અને ખીજા ખરચમાં ખરચાતા. આ પ્રમાણેના ખરચ હતા. આવક તેનાથી ઓછી હતી. જમીન મહેસુલ આસરે રાા લાખ રૂપિયા વસુલ આવતું. ૯ લાખ રૂપિયા ખંડણીના આવતા. આ રીતે દર વરસે ૨૦ લાખ રૂપિયાની દક્ષિણને કારભાર ચલાવવામાં ખોટ આવતી. દોલતાબાદના કિલ્લામાં રૂ. ૮૦ લાખની સિલક શાહજહાને રાખી મુકી હતી. તેમાંથી દર વરસે આ ખાટની રકમ આપવામાં આવતી. દક્ષિણના મુગલ મુલકની રૈયત ખરાબ હાલતમાં આવી પડી હતી તેથી આવક ઘટી ગઈ હતી. આવક ઉપરના કાપને લીધે બાદશાહની નજર લકાની આબાદી તરફ્ ખેંચાઈ. દૂધ ધટી જાય ત્યારે ભુખે મરતી ગાયના ખારાકને માલિક વિચાર કરે છે તેવી રીતે તિજોરીનું તળીયું દેખાવા લાગ્યું એટલે રૈયતના દુખ તરફ બાદશાહનું ધ્યાન દોરાયું. દક્ષિણમાં મુગલ મુલકામાં આવક બરાબર વસુલ થઈ શકે તે માટે લેકાની દશા સુધારવા તરફ ખાસ ધ્યાન દેવા શાહજહાન બાદશાહે ઔરંગઝેબને સૂચના કરી હતી. પ્રજાને આબાદ કરી તિજોરી તર કરવાનું સમજાવીને ઔર'ગઝેબને દક્ષિણમાં મેકલવામાં આવ્યા હતા. ઔરંગઝેબ આ કામમાં શાહજહાનને સંતેષ આપી શક્યા નહિ. અણબનાવ ધીમે ધીમે વધ્યા. બાપ બેટા વચ્ચે મેદિલી વધતી ચાલી. આ અને એવા ખીજા કારણાને લીધે ઔરંગઝેબને એના બાપ તથા ભાઈ દારા સાથે બહુ કડવું વેર અધાયું. બિજાપુરા બાદશાહ અને ગેાવળકાંડાને સુલતાન પેાતાનેા સંબધ બારાબાર દિલ્હીના બાદશાહ સાથે રાખતા ઔરગઝેબને ગમ્યું નહિ. દક્ષિણના મુગલ સુબાને વાક્ કર્યા સિવાય આ બાદશાહ અને સુલતાન બારાબાર દિલ્હીપતિ સાથે વહેવાર કરે તેથી મુગલ બાદશાહતની આબરુને ધોકા પહોંચતા હતા તેથી દક્ષિણના બાદશાહ અને સુલતાને દિલ્હીના બાદશાહ સાથેતા બધે વહેવાર દક્ષિણના સુબાની મારફતે કરવા એવે હુકમ કરવા ઔર'ગઝેબે દિલ્હી બાદશાહને વિનંતિ કરી. શાહજહાને ઔરંગઝેબની આ વિનંતિ સ્વીકારી નહિ તેથી આગમાં તેલ રેડ્યા જેવું થયું. ૪. મીર જીમલાને મદદ અને ગાવળકાંડાને ગળે ફાંસા.
અનેક કારણાને લીધે બિજાપુર અને ગાવળકાંડાને ગળી જવાની ઔરંગઝેબની દાનત હતી. ઔરંગઝેબ ખીજી વારના દક્ષિણમાં સુબા તરીકે આવ્યા ત્યારથી ગાવળકાંડાની સાથે લડવાના છીંડા શોધતા જ હતા. ગાવળકાંડાના સુલતાન મુગલ બાદશાહને બે લાખ હાનની ખંડણી આપતા હતા પણ તે પૂરેપુરી વસુલ કરવાનું કામ બહુ ભારે થઈ પડયું હતું. આખરે મુગલ બાદશાહે સમાધાનીને રસ્તો શેાધી કાઢયો કે સુલતાને ખડણી પેટે અરધી રકમ દિલ્હીના બાદશાહને રોકડી આપવી અને અરધી રકમને પેટે તેટલી રકમના હાથી આપવા. આ રસ્તા શોધી કાઢચો છતાં ખંડણી વખતસર મળતી નહતી, ઔરંગઝેબની આંખમાં આ રાજ્ય ખૂંચી રહ્યું હતું અને એને ગળી જવાના દાવ ખાળતા હતા. એણે ખડણી પેટે ગેાવળકાંડા રાજ્યના કેટલાક પ્રદેશ હંમેશને માટે બાદશાહતમાં જોડી દેવાની સુલતાનને સૂચના કરી. ગાવળકાંડાના સુલતાન સાથે ઔરગઝેબને અણુબનાવ હતા એટલે પગલે પગલે અને ડગલે ડગલે એ સુલતાનને કનડગત કરવા માંડ્યો. એણે સુલતાનને જણાવ્યું કે મુગલ સરકારે સુલતાન પાસેથી ૨ લાખ હેાનની ખંડણી ઠરાવી નક્કી કરી ત્યારે હાન એકની કિંમત ચાર રૂપિયા હતી અને હવે હેાનની કિંમત રૂા. ૫) થઈ છે તે તે હિસાબે હવેથી ખંડણીના રૂપિયા આઠ લાખને બલે દસ લાખ ગણવા અને પાછલા દસ વરસની નુકસાની પેટે રૂા. ૨૦ લાખ વધારાના તાકીદે મોકલવા. ખીજું સુલતાને મુગલ બાદશાહની પરવાનગી સિવાય કર્ણાટકના શ્રીર`ગરાયના કેટલાક મુલક જીત્યા હતા તે કસુર માટે મેટી રકમ દંડ તરીકે આપવી. ઔરંગઝેબે માગેલી આ બધી મોટી રકમ આપવા સુલતાન ખુશી ન હતા. આવી રીતના અનેક નવા નવા કિસ્સાઓ ઉભા કરીને ઔરંગઝેબે ગાવળકાંડાને ગળે ફ્રાંસા નાખવા ઠીક ઠીક તૈયારી કરી મૂકી. ઘટતી તૈયારી કરી સુલતાન તરફથી કંઈ એવું કૃત્ય થાય કે તરત જ ગાવળકાંડા ઉપર તલપ મરાય એની ઔરંગઝેબ રાહ જોતા બેઠો,
૧૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com