________________
૧૭૨
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૩ મું આપણે વાંચી ગયા છીએ કે મહારાજના દાદા માલજી ભોંસલેને દેવીને ચમત્કાર થયો હતો અને એને જમીનમાંથી દાટેલું ધન મળ્યું હતું. આ ધન એ દેવીની કૃપાનો પ્રસાદ હતું એમ ભેસલે કુટુંબની માન્યતા થઈ હતી અને ભોંસલે કુટુંબને ઉદય આ ધનને લીધે થયે એવી પણ એ કુટુંબની માન્યતા હતી. ભોંસલે કુટુંબના માણસોને તુળજાભવાની દેવી ઉપર અટલ શ્રદ્ધા હતી. એ કુટુંબના માણસે વરસમાં એક ફેરા તે આ દેવીના દર્શન માટે જતા જ. તુળજા ભવાનીના દર્શન વરસમાં એક ફેરા તે કરવાંજ એ ભલે કુટુંબના માણસોનો નિયમ હતે. ઘણા વરસ સુધી દર વરસે દર્શન માટે જવાનો નિયમ ભેસલે કુટુંબના માણસોએ જાળવી રાખ્યો. પણ હવે સમય તથા સંજોગો બદલાયા હતા. શિવાજી મહારાજે હિંદુત્વરક્ષા માટે માથું ઊંચું કર્યું અને તેથી કરીને ચારે તરફ એમના . દુશ્મને ઉભા થયા. પ્રતિકૂળ સંજોગોને લીધે તથા વધતી જતી કડવાશને લીધે ભેસલે કુટુંબ માટે ભય વધતો ગયો અને તે વધતાં વધતાં એટલે સુધી વધી પડ્યો કે તુળજા ભવાનીની જાત્રા ભારે અડચણભરી અને જબરી જોખમવાળી થઈ પડી. એ જાત્રાએ જવાનું મહારાજને પણ બહુ ભારે થઈ પડયું. એ કાળમાં મહારાજની જિંદગીને બહુ જોખમ હતું. ભવાનીને સાચે ભક્ત કઈ પણ ઈલાજે ભારેમાં ભારે જોખમ ખેડીને પણ ભવાનીનાં દર્શને જાય. મહારાજ પણ ભવાનીના ચુસ્ત ભક્ત હતા. એમણે સંજોગે અને વખતનો વિચાર કરી અડચણમાંથી સીધે રસ્તો કાઢવા પ્રયત્નો આદર્યા. અનેક ગૂંચ અને અડચણોને વિવિધ દષ્ટિથી વિચાર કરી તુળજા ભવાનીનું મંદિર રાયરીના કિલ્લા ઉપર બાંધવાનું નક્કી કર્યું. ભવાનીની ભવ્ય અને આકર્ષક મૂર્તિ ઘડવા માટે સુંદરમાં સુંદર આરસપહાણની જરૂર હતી તેથી તે ખોળવા મહારાજે પોતાના વિશ્વાસુ માણસોને હિંદુસ્થાનમાં મોકલ્યા. આ મૂર્તિ આખા હિંદુસ્થાનમાં એક નમૂનેદાર પ્રતિમા બને એવી મહારાજની ઈચ્છા હતી. સુંદરમાં સુંદર આરસ મેળવી ઉત્તમમાં ઉત્તમ શિલ્પકાર પાસે અતિ આકર્ષક મૂર્તિ ઘડાવવાને મહારાજે નિશ્ચય કર્યો. આરસપહાણની શોધખોળ થઈ અને મૂર્તિ ઘડવા શિલ્પકારો રોકાયા. મૂર્તિ ઘડવાનું કામ ચાલતું હતું એવામાં મહારાજને સ્વમમાં દેવીએ દેખા દીધી. સ્વમામાં તુળજા ભવાનીએ મહારાજને જણાવ્યું કે “મારું મંદિર તું શાયરી કિલ્લા ઉપર બાંધવાની તૈયારી કરી રહ્યો છે પણ મારી ઈચ્છા મારું સ્થાનક ત્યાં રાખવાની નથી. મારી ઈચ્છાને મહાબળેશ્વરની નજીકમાં મારું મંદિર બંધાવે એવી છે. તું “ભોરિયા ડુંગરી ખોળી કાઢ અને તે ડુંગરની ટોચે મારું મંદિર બંધાવ. તારે માટે એક કિલ્લો પણ બંધાવ.” સ્વમાનો આ ચમત્કારથી મહારાજ ઊંઘમાંથી ઝબકી ઉઠડ્યાં. સાક્ષાત તુળજા ભવાનીનાં દર્શનને લીધે મહારાજને અતિ આનંદ અને સંતોષ થયો. ભવાનીની આજ્ઞા થઈ એટલે એ કામમાં મહારાજ ઘડીવારને પણ વિલંબ કરે એવા ન હતા. સવાર થતાંની સાથે જ “ભારયા' ડુંગરીની ખોળ કરવા માટે મહારાજ નીકળી પડ્યા. જંગલમાં અને ઝાડીમાં, ટેકરા અને ડુંગરોમાં ખાડા અને ખીણમાં મહારાજ જાતે ખૂબ રખડવ્યા, પણ કંઈ પત્તો લાગે નહિ, આખરે એમને જંગલને ભોમિયો એક ભરવાડ જે ત્યાં ઢોર ચારતે હતું તે મળ્યો. મહારાજે આ ભોમિયાને “ભરખા' ડુંગરી બતાવવા કહ્યું. આ ભોમિયાએ મહારાજને ભરખા ડુંગરી બતાવી. આ ડુંગરી મહાબળેશ્વરની પશ્ચિમે ૧૨ માઈલ દૂર આવેલી હતી મિયાએ બતાવેલી ડુંગરી ઉપર મહારાજ ગયા. એ ડુંગરી ઉપર આજુબાજુએ ખૂબ ફર્યા. એ ડુંગરીને જુદી જુદી દૃષ્ટિથી મહારાજે નિહાળી. ડુંગરી ઉપર ફરતાં ફરતાં એમની નજર ત્યાં પડેલી એક જબરી શિલા તરફ ગઈ. મહારાજ એ શિલાને ધારી ધારીને જોવા લાગ્યા. પછી પાસે ગયા ત્યારે એ શિલા ઉપર “શિવ'નું ચિહન મહારાજના જોવામાં આવ્યું. આ શિલાને જોઈને મહારાજના અંતઃકરણમાં કુદરતી રીતે જ ખાત્રી થઈ ગઈ કે તુળજાભવાનીએ સ્વમામાં જણાવેલી ડુંગરી તે આજ હોવી જોઈએ. દેવીના કહ્યા મુજબ ડુંગરી જડી આવી એટલે રાયરી કિલ્લા ઉપરના મંદિરમાં મૂકવા માટે તૈયાર કરાવેલી તુળજા ભવાનીની પ્રતિમા, આ ભેરા ડુંગર ઉપર મંદિર બંધાવી તેમાં પધરાવવાનું મહારાજે નક્કી કર્યું. આ ડુંગર ઉપર મંદિર બંધાવવામાં આવ્યું અને દેવીએ જણુવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com