________________
પ્રકરણ ૧૦ મું ].
છે. શિવાજી ચરિત્ર બંધાયો છું. બાપ બેટાના સંબંધ હોવા છતાં પણ તકદીર તે બન્નેનાં જુદાં જ હોય છે. દરેકને પિત પિતાનાં કર્મનાં ફળ ભેગવવાનાં હોય છે. હું મારા કર્મના ફળ ભેગવું અને બીજાઓ બીજાના કર્મના ફળ ભોગવે. છઠ્ઠીના લેખ કેઈન મિથ્યા થવાના નથી. વિધાતાએ લખીને નક્કી કર્યું હશે તેમાં કેઈથી પાંચમની છઠ થવાની નથી. જન્મદાતા માતપિતા તરફ મારે મારી ફરજ બજાવવાની છે. જે પવિત્ર ધર્મમાં પ્રભુએ મને જન્મ આપે છે તે પ્રત્યે પણ મારે મારી ફરજ બજાવવાની છે અને એ ઋણ હું કદીપણ નહિ ભૂલું. યવનોએ હિંદુ ધર્મનું સત્યાનાશ કરવા માંડ્યું છે. ધોળે દિવસે હિંદુ સ્ત્રીઓની ઈતો લૂંટાઈ રહી છે, ઠેર ઠેર સત્તાના જોર ઉપર યવને હિંદુ મંદિર તોડી રહ્યા છે, મૂર્તિઓ કેડી રહ્યા છે, એ હું સહન નથી કરી શકો. એ ત્રાસ, જુલમ અને અત્યાચારમાંથી હિંદુઓને છોડાવવાની મારી ફરજ છે, એ મારો આજે ધર્મ થઈ પડ્યો છે. સર્વસ્વને ભેગે પણ મારે મારો ધર્મ બજાવ જોઈએ એમ હું માનું છું. દેવીભવાની મારી માર્ગદર્શક છે. આપને પેટે અવતર્યો છું, એટલે આપે લખ્યા મુજબ એક વખત આપને આવીને મળી જઈશ. યવનોનું દાસત્વ હું સ્વીકારવા ઈચ્છતું નથી. યવનેની ગુલામી કરવી તેના કરતાં મરણને શરણ થવું વધારે સારું છે.
૪. મુગલ સાથે મેળ, શિવાજી મહારાજે લખેલા પત્રે બિજાપુરના બાદશાહને તથા સિંહાજીને મળ્યા. શિવાજી મહારાજે સિંહાજી ઉપર જે પત્ર મોકલ્યો હતો તેમાં જુદી જુદી બીનાના જુદા જુદા કાગળ હતા, એટલે સિંહાજી બાદશાહને બતાવવા જેવા જ કાગળો બતાવી શકે. બાદશાહ ઉપરને પત્ર બાદશાહે તથા અમીર ઉમરાવોએ વાંચ્યો અને બધા નારાજ થયા. સિંહાજી ઉપરનો પત્ર બાદશાહે મંગાવ્યો ત્યારે સિંહાએ મોકલવા જેવા કાગળે હતા તે મોકલ્યા. એ પત્ર વાંચી જયા પણ તેથી કઈને કઈ પ્રકારને સંતોષ ન થયો. બાદશાહ ઉપર લખેલા પત્રમાં સાધારણ સરદાર પોતાના બાદશાહને પત્ર લખે તેમાં જે વિનય, વિવેક અને નમ્રતા લખનારે બતાવવી જોઈએ તેને અભાવ હતો. આ પત્ર તે બાદશાહને કઈ બાબરિયાએ લખ્યું હોય એવી રીતને હતા, એટલે બાદશાહ અને અમીર ઉમરા બધાએ ગુસ્સે થયા. પત્ર જોઈ બધાને પિત્તો ઉછળ્યો હતો, પણ મહારાજે પત્રમાં બિજાપુર આવવાનું લખ્યું હતું એટલે અમીર ઉમરાવોએ મહા મુસીબતે પિત્તો રાખ્યો હતો. શિવાજી મહારાજના પત્રથી બાદશાહને અપમાન લાગ્યું. પણું બાદશાહ તથા અમીર ઉમરાવો શિવાજી મહારાજની વાટ જોઈને બેઠા હતા. બધાને લાગ્યું કે શિવાજી બિજાપુર આવશે ત્યારે આગલું પાછલું બધું વેર પૂરેપુરું વસૂલ કરી લઈશું. બાદશાહે આ પત્ર મળ્યા પછી સિહાજીને ગોખલામાંથી કાઢી બિજાપુરમાં નજરકેદ રાખ્યો. સિહાજીને બિજાપુરમાં નજર કેદમાં રાખીને આપણે શિવાજી મહારાજ તરફ વળીશું.
શિવાજી મહારાજે બને પત્રના જવાબ વાળ્યા, પણ તેથી કંઈ ચિંતા મટે એમ ન હતું. પિતાના છૂટકારા સિવાય શિવાજી મહારાજ જેવા પિતૃભક્ત પુત્રને જંપ શી રીતે વળે ? રાજગાદી માટે પિતાને બંધનમાં નાખનાર અને ભાઈઓનાં કરપીણ રીતે ખૂન કરનાર માણસે જેવા શિવાજી મહારાજ ન હતા. એ તે માતાપિતાને દેવ માની તેમને માન આપતા. શિવાજી મહારાજને પિતા પ્રાણ કરતાં વધારે પ્યારા હતા. પિતાને માટે પિતાના પ્રાણ આપવા એ તૈયાર હતા, પણ સૌથી પ્યારે તે એમને હિંદુ ધર્મ હતો. હિંદુ ધર્મ માટે તે એ પ્યાસમાં હારી ચીજને પણ ભેગ આપવા તૈયાર હતા. આ વખતે તે એક તરફ કૂવે અને બીજી તરફ વાવ, એવી સ્થિતિમાં મહારાજ આવી પડ્યા. એમને કંઈ સુઝે નહિ. ગાય બચે અને રત્ન નીકળે એવો રસ્તો મહારાજ બોળી રહ્યા હતા. માતા જીજાબાઈ અને રાણી સઈબાઈ તથા અનેક મુત્સદ્દીઓને તે એ જ અભિપ્રાય હતો કે મહારાજે બિજાપુર દરબારમાં તે ન જ જવું કારણ કે ત્યાં જવાથી કેઈપણ કાર્ય સધાતું નહતું. મહારાજના બિજાપુર જવામાં ભારે નુકસાન હતું. મહારાજની જિંદગીને બિજાપુરમાં તે ભારે જોખમ ગણાય અને તેમ થાય તે હિંદુત્વ ક્ષણ માટે નવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com