________________
૧૫૦ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૦ મું સ્વીકારેલે માર્ગ, સંકટ અને સંજોગોના ગુલામ બની કદી પણ ફેરવતો નહિ. જનહિતનું અને લોકકલ્યાણનું કામ શુદ્ધબુદ્ધિથી કરતી વખતે પોતાની ફરજ બજાવતાં તારાં અમુક કૃત્યથી ફલાણાને મા લાગશે અથવા ફલાણો રીસાશે, ફલાણો આમ ધારીને ચિડાશે અથવા ફલાણે તેમ સમજીને ગુસ્સે થશે એવા વિચારો કદી મનમાં આવવા દે નહિ અને કદાચિત એવા વિચારો આવી જાય છે તેવા વિચારોને ઝાઝું મહત્વ આપતે નહિ. તારાં અમુક કૃત્યથી તારા પિતાને માઠું લાગશે એ વિચારથી આરંભેલું મહાન કાર્ય તું ખેળ બે પડવા દેતે નહિ. તારે તો ધારેલી મુરાદ બર આણવા માટે ઘણુને માઠું લગાડવું પડશે. જે નેમ ધારી છે તે તરફ નજર રાખ. શુદ્ધબુદ્ધિથી, ઉત્તમ હેતુથી, સાફ દાનતથી કામ કરતા હોઈએ અને આવી સ્થિતિ હોવા છતાં, આવા અડચણ ભરેલા પ્રસંગે આવે ત્યારે હૈયા ઉપર હાથ મૂકીને તારા અંતઃકરણને તું પૂછજે. તારા અંતરના અવાજને માન આપજે. હિંદુત્વને રક્ષણનો પ્રશ્ન હોય અને જામેલી મહાન સત્તા સામે બાથ ભીડેલી હોય તે વખતે વ્યક્તિઓના અસંતોષ અને રીસ તરફ બેદરકાર રહેવું જ જોઈએ. બેટા! કઈ પણ રીતે મુંઝાયા વગર શ્રી ભગવાન ઉપર ભરોસે રાખીને તું આગળ ધપ. ઈશ્વર સદ્દબુદ્ધિ આપશે, પ્રભુ માર્ગ સરળ કરશે અને વિભુ સૌ સારાં વાનાં કરશે.”
માતા જીજાબાઈના શબ્દો સાંભળીને સર્વેના મુખ ઉપરની ગ્લાનિ ચાલી ગઈ, મુઝવણ પણ જતી રહી. સર્વે ઉમંગ અને ઉત્સાહમાં દેખાવા લાગ્યા. એક ભારે કેયડાનો ઉકેલ જીજાબાઈએ કરી નાખ્યો એવું બધાને લાગ્યું. માતા જીજાબાઈની શિખામણ એ શિરે ચડાવી. માતાની શિખામણ અને સર્વેની સલાહ સાંભળી, તેના ઉપર વિચાર દોડાવી, શિવાજી મહારાજે આવેલા પત્રને જવાબ આપવાને વિચાર કર્યો. પણ જવાબ આપતાં પહેલાં મહારાજ પિતાની ધર્મપત્ની સૌભાગ્યવતી સઈબાઈ પાસે ગયા અને તેને સર્વે વાતથી વાકેફ કરી. બાદશાહ તથા પિતાના પિતાએ લખેલા પત્ર સંબંધી પણ વાત કરી. આવા સંજોગોમાં શું કરવું તે સંબંધી રાણી સઈબાઈને અભિપ્રાય મહારાજે માગે. રાણી સર્જબાઈ એ મહારાજને કહ્યું “ અમે સ્ત્રીઓ રાજદ્વારી બાબતોમાં શું સમજીએ? આવાં કાકડાનાં ઉકેલ કરવાનાં કામ તે મુત્સદ્દીઓ કે રાજદ્વારી પુરુષનાં છે. હિંદુ સ્ત્રીઓ તો સ્વામીની સેવા કરવાનું સમજે. અમારા વળી અભિપ્રાય શા ! રાજકાજમાં કુશળ નથી, પણ મહારાજે જ્યારે વીગતવાર વાત જણાવી દાસીની સલાહ માગી ત્યારે મહારાજને ચરણે એક જ વાત મારી અલ્પમતિ પ્રમાણે હું રજૂ કરું છું કે હિંદુત્વના રક્ષણ માટે, પ્રજાની પીડા દૂર કરવા માટે, જે નવું સ્વરાજ્ય સ્થાપવા મહારાજ ઈચ્છા રાખતા હોય અને તે માટે જ મહારાજના આ બધા પ્રયાસો હોય તો મને તે લાગે છે કે મહારાજ જ્યારે સગાંસંબંધી, માબાપ, બાળબચ્ચાં, ભાઈભાંડુ વગેરેને મેહ ત્યાગશે અને નક્કી કરેલી યેજના ફળીભૂત કરવા માટે આ સર્વને ભોગ આપવા તૈયાર થશે ત્યારે જ મહારાજ નવું રાજ્ય સ્થાપી શકશે. સગાંઓના મેહમાં લપટાયેલા રહેનારાઓથી મહાભારત કામે જવલ્લે જ થાય છે. ધનત્યાગ ધનવાને કરી શકે છે. પણ પ્રેમીજનનો ત્યાગ બહુ કઠણ હોય છે. પિતાના માનીતાએ મને મેહ કાઢી નાખવા એ બહુ કઠણ છે. એ કઠણ હોય કે અતિ કઠણ હોય પણ રાજ્ય સ્થાપવા ઈચ્છનાર પરષને તે એ કર્યું જ છૂટકે છે.” મહારાજના અંતઃકરણ ઉપર રાણી સઈબાઈની વાત એ ઘણી ઊંડી અસર કરી. એ વાતમાંથી મહારાજ ઘણું મેળવી શક્યા.
બાદશાહના પત્રના જવાબમાં મહારાજે જણાવ્યું કે –“ આપ મને રૂબરૂ મળવા માટે લખે છે તે જાણ્યું. મારા પિતાએ પણ મને ત્યાં આવવા આજ્ઞા કરી છે. પિતાની આજ્ઞાનુસાર શુભ દિવસ જોઈને ત્યાં આવવા નીકળીશ.” પિતાના પત્રના જવાબમાં શિવાજી મહારાજે નીચેની મતલબને પત્ર લખ્યો –“આપને કૃપા પત્ર મળે. વાંચી બહુ જ ખેદ થયો છે. મને ત્યાં આવી રુબરુ મળવા માટે આપે પત્રમાં આજ્ઞા કરી છે, તેના જવાબમાં જણાવવાનું કે આપને હુકમ માથે ચડાવીને શુભ દિવસ નક્કી કરી આપની સેવામાં હાજર થવા માટે અત્રેથી નીકળીશ. પુસ તરીકે આપની સેવા કરવા હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com