________________
१४८ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૦ મું એ શું તારા જેવાને ઘટે છે ? તું મારો દીકરે છે અને તું જે આવાં તોફાન કરે તે બાદશાહ સલામત મારી કેવી દુર્દશા કરી નાખશે તેની તને કોઈ દિવસ કલ્પના સરખી આવે છે? તું હવે મોટો થયો છે. તાર કરવાદપણું તું મકી દે. તેં તારા ઉછાંછળા વર્તનથી બાદશાહને નારાજ કર્યા છે. તારી વર્તણૂકમાં તું તરતજ ફેરફાર કરજે. તારું આવું વર્તન અને તેફાને ઝાઝા દિવસ ન ચાલે. તારે દીર્ધદષ્ટિ વાપરીને વર્તન કરવું જોઈએ. ભવિષ્ય ઉપર નજર દોડાવી ભાવી સુધરે એવી રીતનું વર્તન, દીકરા! તારું હોય તે મને જરાયે અપિ નહિ થાય. વિપરીત સંજોગે આવે તે કેવી રીતે વર્તવું એ હવે મારે તને શીખવવાનું ન હોય. તું જ નહિ સુધરે તે પરિણામ બહુ માઠું આવશે. બાદશાહ સલામતને કેપ બહુ અસહ્ય થઈ પડશે. આપણી પાસે જે કંઈ છે તે બધું આપણે છેવું પડશે. અનેક સંકટ અને અગવડો વેઠીને મેં જે કંઈ મેળવ્યું છે તે તારે માટે જ છે. તું તેને સુંદર રીતે સાચવી રાખ અને તેમાં અક્ષથી વધારે કર. મેં જે મેળવ્યું છે તે સાચવી રાખવાની જવાબદારી તારી છે. તું તારી ફરજ ન સમજે તે તારે બહુ બુરા દિવસે જોવા પડશે. તારા વર્તનથી તું મને ઘડપણમાં દુખી ન કરતે. તું એવી રીતનું વર્તન કર અને એવાં કામ કરે કે જેથી મને ઘરડે ઘડપણે સંતોષ અને આનંદ થાય. મેં જે મેળવ્યું છે તે સાચવી સુખેથી તેને ઉપભેગા કરી તેમાં વધારો કરી મને આ ઉંમરમાં આનંદ આપવાને બદલે તું તેફાની બનીને મને હેરાન કરે એ તારી ક્યા પ્રકારની પિતૃસેવા? તારાં માનનાં કડવાં ફળે મારે ચાખવાં પડે છે તે તું કેમ ભૂલે છે? બાદશાહ સલામતની આંખે તે તું ક્યારનોયે ચડી ગયો છે. એ તને મસળી નાખત પણ બાદશાહ સલામતને ચરણે મેં જે સેવા આજ સુધી અર્પણ કરી તે ધ્યાનમાં લઈ તને જ કર્યો છે. બાદશાહ સલામતની એવી ઈચ્છા છે કે તારે હવે બિજાપુર દરબારમાં રહેવું અને અમારી બધાંની પણ એવી ઈચ્છા છે કે તારે દરબારના સરદાર તરીકે અહીં જ રહેવું.” આ પત્રની સાથે જ બાદશાહે પણ એક પત્ર શિવાજી મહારાજને લખ્યો, તેમાં જણાવ્યું કે - “તમારાં તોફાન અને અપરાધ માટે તમને ક્ષમા બક્ષવામાં આવશે અને તમે જે મુલક જીત્યો છે તે તમારી પાસે રહેવા દેવામાં આવશે. તમારી ઈચ્છા મુજબ નવા જીતેલા મુલકની વ્યવસ્થા થઈ શકશે, પણ આ બધું તમે રૂબરૂમાં બિજાપુર આવીને મળે ત્યારે જ બની શકે. માટે તમે વગર વિલંબે તાકીદે બિજાપુર આવવા નીકળશે. રુબરુ મળે ઘણી વાતેના ખુલાસા થઈ જશે અને દિલસફાઈ પણ થશે. માટે તાકીદ સમજી તુરત નીકળશો.”
ઉપર પ્રમાણે બંને પત્રો શિવાજી મહારાજને મળ્યા. મહારાજની મુંઝવણને પાર ન રહ્યો. પિતા ઉપર ભારે જુલમ બાદશાહે કરવા માંડયો છે, તેની ખબર પણ શિવાજી મહારાજને મળી. શિવાજીને ગમે તેમ કરી બિજાપુર લઈ જ છે માટે સિંહાજી ઉપર ભારે સખ્તાઈ ગુજારવી શરુ કરી છે, એ વાત પણ મહારાજને કાને આવી ગઈ. સિંહાને પત્ર આવ્યા પછી તે મહારાજની મુંઝવણ બહુ જ વધી. હવે શું કરવું એ વિચારમાં મહારાજ પડવ્યા. “ જે બિજાપુર નહિ જાઉં તે પિતા ઉપર અત્યાચાર થશે. જો બિજાપુર જઈશ તે વખતે પિતા ઉપર જુલમ એછા થશે, પણ હિંદુત્વના રક્ષણ માટે નવી સત્તા સ્થાપવાની વાત તે પછી સ્વપ્નવત જ થઈ પડશે. મારી સહીસલામતીને સવાલ મને હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના વિચારને લીધે બહુ સતાવી રહ્યો છે. પિતાની સલામતી જેવી કે હિંદુત્વની સલામતી જોવી એ મુખ્ય પ્રશ્ન મારી સામે ઊભું થયું છે. પિતાનો ભોગ આપ કે પિતાને બચાવવા માટે હિંદુત્વ રક્ષણ માટે સ્થાપવામાં આવનાર નવી સત્તા ( જેની શુભ શરૂઆત થઈ ચૂકી છે) ની યોજનાને ભોગ આપવો એ બહુ આકરે કેયડ થઈ પડ છે. હું બિજાપુર જાઉં તે શું બનશે તેને રિ '' મારી નજર સામે ખડો થાય છે. ત્યાં ગયા પછી મને એ નજરકેદી બનાવશે. હું એમ ઇચ્છા મજબ વર્તીશ તે તે ઠીક, નહિ તે મને કેદી બનાવતાં કેટલીવાર લાગશે ? હું એમના કબજામાં, એટલે એમને રચે તે કરી શકે. યવનોની નોકરી નહિ સ્વીકારવાની તે મારી પ્રતિજ્ઞા છે. વનસેવાથી મળતું અનાજ મને હરામ છે. પ્રાણ જાય તે પણ યવનેનું દાસત્વ ન સ્વીકારવું એ મારી ભીષ્મ પ્રતિજ્ઞા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com