________________
પ્રકરણ ૧૦ મું ]
છે. શિવાજી ચરિત્ર
૪૭
કરવાની જરુર છે એમ બાદશાહને લાગ્યું અને આખરે બળી ઊઠેલા બાદશાહે સિંહાજી:ઉપર જુલમ ગુજારવાને વિચાર કર્યો. બાદશાહને લાગ્યું કે સિંહાજી ઉપર જુલમ થશે એટલે એ શિવાજીને પોતાને જાન બચાવવા માટે હરપ્રયત્ને ઠેકાણે લાવશે. બાદશાહે પોતાના માણુસેને ખાલાવ્યા અને સિંહાજીને જીવતા ભીંતમાં ચણી દેવા છે માટે ભીંત ચણુવા કહ્યું. બાદશાહના પડતા ખેાલ ઝીલવા માટે અને એવાં કામ બહુ ચપળતાથી કરી માલીકની મહેરબાની મેળવવા માટે, માલીકના મોંના હુકમ સાંભળવા તૈયાર રહેતા આતુર હજુરિયા અને હાજી હા કરનારા સેવકાની દરખારમાં ખોટ ન હતી. બાદશાહે હુકમ કર્યો કે તરત જ અધિકારીઓએ કડિયાને ખેાલાવ્યા. કડિયા કામે લાગ્યા. ભીંત ચણવા માંડી અને અંદર ભાગ્યે જ એક માણુસ સમાઈ શકે એવા ગાખલા બનાવ્યા અને સિંહાને તે ગાખલામાં ગાઠવી દીધા. સિંહાજીને ગાખમાં ગાળ્યા પછી કડિયાએએ ગેાખને આગલે ભાગ ચણવાનું કામ શરુ કર્યું. કડિયા ચણવા લાગ્યા. સિંહાજીએ જિંદગીની આશા છેાડી. મનને મક્કમ કરી અંદર મરણની વાટ જોતા બેસી રહ્યો. કડિયાએ થર ઉપર ઘર ચણ્યા જ જતા હતા. બાદશાહ પોતે ત્યાં હાજર હતા અને એક થર કડિયા ચણે કે બાદશાહ બૂમ પાડીને સિંહાજીને ચેતવણી આપવા કહેતા કેઃ—“ તારા ગુનેા કષુલ કરી તારી જિંદગી બચાવ. શિવાજીને તે ચડાવ્યા છે તેને ઠેકાણે લાવી તારી જાતનું તું રક્ષણ કરી લે. ” સિંહાજી ગાખમાંથી હિંમતથી જવાબ દેતા કે શિવાજીનાં કૃત્યો સાથે મારે કંઈ લેવા દેવા નથી. છેકરે મારા કહ્યામાં નથી. હું લાચાર છું.” આખરે ચણુતાં ચણુતાં કડિયાઓએ ગાખ સિંહાજીની હડપચી સુધી ચણી નાખ્યા. હવે તેા સિંહાજીની આંખા અને માંને ભાગ જ દેખાય એમ હતું. બાદશાહે બહુ મેાટી ખૂમેા પાડીને સિંહાજીને આખરની ચેતવણી આપીને જણાવ્યું “ તારા ગુના કબૂલ કર નહિ તા આ તારી જિંદગીની છેલ્લી ધડીઓ ગણી લેજે. ” સિંહાજી તે મેતને ભેટવા તૈયાર થઈને જ ખેઠા હતા. એણે અંદરથી જવાબ આપ્યો કે “બાદશાહ સલામતને જે કરવું હાય તે કરે. મારે શિવાજીના મૃત્યા સાથે લેવાદેવા નથી. મારે એની સાથે સંબંધ નથી. ” બાદશાહ સિંહાજીનાં આ નિર્ભય વચને સાંભળી વિચારમાં પડ્યો. બાદશાહને પણ લાગ્યું કે સિંહાજી આટલા બધા મક્કમ છે અને જિંદગીની આખરની ઘડી આવી પહેાંચી છતાં એકના એ નથી થતા તા વખતે એ નિર્દોષ પણ હેાય. સિંહાજીના નિર્દોષપણાની ખાત્રી થયાથી કે બીજા કાઈ રાજદ્વારી હેતુથી ગમે તે કારણ હાય પણ બાદશાહે ચણુવાનું કામ બંધ રાખવાના હુકમ કર્યાં, ચણતરના આગલેા થાડે ભાગ કાઢી સિંહાજીને બહાર કાઢવામાં આવ્યા અને બાદશાહે સિંહાજીને જણાવ્યું કે તું તારી સ્થિતિ તારા છેકરાને જણાવ અને તેને સખત પત્ર લખી અત્રે ખેલાવ. ગમે તેમ કરી શિવાજીને લાવી હાજર કર. જો શિવાજીને દરબારમાં હાજર કરવામાં તું નહિ ફાવે તે તને આ ગેાખમાં પાછા પૂરીને ચણી દેવામાં આવશે. અધિકારીઓને બાદશાહે સખત તાકીદ આપી કે સિંહાને આ ગેાખમાં જ રાખવા તે દિવસમાં એ ફેરા બહાર કાઢવા.
""
4
""
૩ મહા મુંઝવણમાં મહારાજ.
બિજાપુરના બાદશાહે સિંહાજી ઉપર જુલમ કરવામાં બાકી રાખી ન હતી. દિવસમાં બે વખત સિદ્ધાજીને ગાખલામાંથી બહાર કાઢવામાં આવતા. બાદશાહે સિંહાજી ઉપર પુષ્કળ દબાણુ કરાવી એક પત્ર શિવાજી ઉપર લખાવ્યા. સત્તાધારીઓ અને સ્નેહી સેાખતીઓના દબાણથી સિ’હાજીએ શિવાજી મહારાજ ઉપર નીચે પ્રમાણે પત્ર લખ્યાઃ——“ દીકરા ! મારી સ્થિતિ તે બહુ કફોડી કરી દીધી છે. વંશપરપરાથી તું આ બાદશાહતને સેવક છું. જે બાદશાહનું તું નિમક ખાય છે તે બાદશાહત સાથે તું આવી રીતનું ગેરવ્યાજ્મી વન રાખે એ તને ન શાખે. તું જાણે છે કે હું આ દરબારના સરદાર છું. હું બિજાપુર બાદશાહના દરબારમાં રહું છું. આ બધી વાતાથી વાક્ હૈાવા છતાં તું આ રાજ્યના ખજાના લૂટે, આ રાજ્યના કિશ્ચાઓ અજે કરે, રાજ્યના મુલક જીતી લે અને એવાં એવાં ખીજાત ન કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com