________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૦ મું પુરંદરગઢ ઉપર યુદ્ધ માટે રણશિંગું ફેંકાયું. રણશિંગું સાંભળીને શસ્ત્રાસ્ત્ર સજીને સજ્જ થયેલી મરાઠી સેનાએ કચ કરી. ઉપરથી મરાઠી લશ્કર, દુશ્મન દળનો સામનો કરવા માટે નીચે ઊતરવા લાગ્યું અને નીચેથી મુસલમાન સરદારની સરદારી નીચે આદિલશાહી લશ્કર મરાઠી લશ્કરને મારી હઠાવવી ઉપર ચડવા લાગ્યું. આદિલશાહી લશ્કરને મેખરે સરદાર મુસખાન હતા. લશ્કરની ડાબી બગલનું રક્ષણ ફલટણના રાજાએ સાચવ્યું હતું. જમણું પડખું સરદાર ઘાટગેએ સાચવ્યું હતું અને લશ્કરની પાછલી પાંખ સરદાર ફત્તેહખાને પોતે સંભાળી હતી. મરાઠી લશ્કરે ગઢના ઉપલા ભાગથી ગાણ ચલાવી અને મેટામેટા પથ્થર ફેંકવા માંડ્યા. પથ્થરના મારાથી નીચેના લશ્કરને ભારે નુકશાન થયું. મારે બહુ સખત ચાલ્યો. એ મારામાંથી બચીને ઉપર આવે તેમને સ્વાદ ચખાડવા, જબરી તૈયારીઓ રાખી હતી. આદિલશાહી લશ્કર નાસવા લાગ્યું. તેમને થંભાવી. પાછો હલે કરવાના પ્રયત્ન કરહખોને તથા અશરફખાને કર્યા. જેમતેમ કરી નાસતા લશ્કરને ભેગું કરી એ આગળ લાવતા. આગળથી મારે સખત થતે એટલે તરત જ મહામહેનતે ગોઠવેલું લશ્કર પાછું રફેદફે થઈ જતું. બે ત્રણ ફેરા પ્રયત્નો કર્યા, પણ ફાવ્યા નહિ. મરાઠાઓના સખત મારા આગળ એમનાથી ટકાય એમ ન હતું. આખરે ખરા ઉપર મુસખાન સરદાર મરાય. લશ્કરના મોટા ભાગે નાસવા માંડયું. લશ્કરને ફરી ફરી ગોઠવવાની આશા હવે ફતેહખાનને રહી નહિ એટલે નિરાશ થઈને ફતેહખાન તથા બીજા સરદાર નાઠા. આ લડાઈમાં મરાઠાઓને વિજય થયો.
મહમદનામામાં આ લડાઈ સંબંધી ઈસરો સરખે પણ કરવામાં આવ્યો નથી, પણ શિરવળ પરગણામાં પરવાના ચિટ્ટી ઈ. સ. ૧૬૪૯ ના ઑગસ્ટની દશમી તારીખે કરી આપી તે ઉપરથી આ બનાવને ટકે મળે છે.
૨ સિંહાજી સંકટમાં સિંહાઇ ભેંસલેને બિજાપુર લાવી બાદશાહ સમ્મુખ રજૂ કરવામાં આવ્યા. શિવાજી ઉપર ગમે તે પ્રકારનું દબાણ વાપરીને પણ તેને બિજાપુર લાવવા માટે સિંહાને સમજાવવાના બાદશાહે પ્રયત્નો કર્યા. બાદશાહે આ કામ માટે ર્સિહાજીના નેહીઓ અને બીજા સરદારોની મારફતે પણ સિંહાજી ઉપર ભારે દબાણ ચલાવ્યું. સિંહાજીને મનાવવામાં કોઈએ બાકી ન રાખી, પણ સિંહાજી તે એક જ જવાબ બધાને આપતા કે;–“ શિવાજી મારા કહ્યામાં નથી. મારું માનતો નથી. હું લાચાર છું. બાદશાહે આખરે મુરારપંત વછરને સિંગાજીને સમજાવવા મોકલ્યા. મુરારપત અને સિંહાજીનો સંબંધ બહુ મીઠો હતો, એટલે બાદશાહે કંઈ સારી આશા બાંધી હતી, પણ સર્વ ય મરારપતને પણ એ જ જવાબ સિંહાજીએ આપ્યો. બાદશાહને ગુસ્સે હદ ઓળંગી ગયો. સિહા ઉપર સખ્તાઈ વાપરવાને બાદશાહે નિશ્ચય કર્યો અને સિંહાજીને બોલાવીને આખરની તાકીદ આપી દીધી કે –“અમુક દિવસોમાં તમે શિવાજીને બંદેબસ્ત નહિ કરે તે તમને ભીંતમાં જીવતા ચણી દેવામાં આવશે.” સિંહાએ બહુ ધીરજથી અને હિંમતથી જવાબ આપ્યો કે:-“ બાદશાહ સલામતને મેં મારી લાચારી જાહેર કરી છે. મારી પહેલી બૈરી સાથે મારે ન બન્યું એટલે મારું બીજું લગ્ન થતાં પહેલાં જ મેં એને તથા છોકરાને ( શિવાજીને ) મારાથી દૂર રાખ્યા છે. મેં મારી પહેલી બૈરી તથા તેના સંતાન સાથેનો મારો સંબંધ ધર્મશાસ્ત્ર પદ્ધતિ પ્રમાણે તેડી નાખ્યો છે. હવે તે મારાં નથી અને હું એમને નથી. અમારા બન્નેનો સંબંધ આ જ કેટલાંયે વરસેથી એવો થઈ ગયો છે. સાચી બીના મેં સરકાર સમક્ષ રજૂ કરી દીધી છે. આપ માલીક છે, સેવકના મુખત્યાર છે. સત્ય બીન રજૂ કરી છે, છતાં આ નિમકહલાલ સેવક ઉપર વિશ્વાસ ન રાખો, તો સરકાર આ સેવકને ધારે તે કરી શકે તે માટે આપ સત્તા અને શક્તિ ધરાવે છે.” સિંહાજીના શબ્દોની બાદશાહ ઉપર જરાપણ અસર થઈ નહિ, બદશાહના ગુસ્સામાં ઊલટો વધારો થયો. સિંહાજી છwાપંચ રમી રહ્યો છે, તેના ઉપર પૂરેપુરી સખ્તાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com