________________
પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર
૧૫ લઈને મોકલ્યા. સંભાજી ઉપર એટલે બેંગર ઉપર ચડાઈ કરનાર ફરહાદખાનની સાથે ફૂર વંશના તાનાજીરાજે તથા વિઠ્ઠલગપાળ નામના સરદારોને મેકલવામાં આવ્યા હતા. સરદાર ફત્તેહખાનની સાથે શેખ મીનાદ, શેખ રતન, અશરફશાહ વગેરે મુસલમાન સરદાર હતા તથા મતાછ ઘાટગે અને બાજી નાયક ફલટણકર જેવા કસાયલા ચોદ્ધા પોતાના હિંદુ લશ્કર સાથે મદદમાં ગયા હતા. સિહાજી ગિરફતાર થયાના સમાચાર જ્યારે શંભાજી અને શિવાજીએ સાંભળ્યા ત્યારે બન્ને સંતાનોને પિતાના આ અપમાન માટે લાગી આવ્યું. બન્નેને ક્રોધ ચડો, ગુસ્સો આવ્યો. પણ ગુસ્સાના જુસ્સામાં અથવા ક્રોધના આવેશમાં ગાંડા બની બેવફાઈ કરે એવા એ અક્કલહણ ન હતા. બન્ને ભાઈઓને લાગ્યું કે પિતાને પકડ્યા છે એટલે હવે આપણા ઉપર ધાડ આવવાની, તેથી બને ભાઈઓએ શત્રુને સામને કરવાની તૈયારી કરી હતી.
સંભાજીએ સરદાર ફરહાદખાનને હરાવી હલે પાછો હઠાવ્યો. સરદાર ફત્તેહખાન અનેક સરદારે, યોહાઓ અને લશ્કર લઈને શિવાજી મહારાજ ઉપર ચડાઈ લઈને આવ્યો. મજલ દડમજલ કરતા મુસલમાન સરદાર શિરવળ નજીક આવી પહોંચ્યા. શિરવળ નજીકથી બાલાજી હૈબતરાવ નામના સરદારને તેની ટુકડી સાથે આગળ મોકલી ફત્તેહખાને ત્યાં જ મુકામ કર્યો.
શિવાજી મહારાજને ખબર પડી કે શસૈન્ય શિરવળની નજીક આવી પહોંચ્યું છે, એટલે એમણે પિતાના લશ્કરને એકઠું કરી સિંહાજીને ગિરફતાર કર્યાની હકીકત અને તે કરવામાં દુશ્મનના કાવાદાવા, હેતુ, વગેરેની બરોબર સમજણ પાડી હતી. આપણે સામને શા માટે છે અને તે શા માટે કરે જોઈએ એ પણ એમણે સમજાવી દીધું.
દુશ્મન સરદાર બાલાજી હૈબતાવ તેના લશ્કર સાથે શિરવળમાં ભરાય છે, તેની ખબર પડતાં જ મહારાજે સરદાર સંભાજી કાવજની સરદારી નીચે ગોદાજી જગતાપ, ભીમાજી વાઘ, શંભાજી કાટે, શિવાજી ઈંગળ, ભીખાજી ચોર વગેરે સરદારને તેમના લશ્કર સાથે શત્રુને સામને કરવા રવાના કર્યા. દુશ્મન લશ્કર તૈયાર થઈને કેટને આશ્રય લઈને ઊભું છે તેની ખબર શંભાજી કાવછને મળી કે તરત જ
રે દુશ્મન દળને ઘેરો ઘાલ્યો. આ કિલ્લાની નબળાઈથી સરદાર સંભાજી કાવજી પૂરેપૂરા વાકેફ હતું. તેણે કિલ્લાની ભીતિ તોડી મરાઠી લશ્કર અંદર ઘાલ્યું. અને લશ્કર ભેગાં થઈ ગયાં. બંનેએ પોતાનાં બળ અજમાવ્યાં. મરાઠાઓએ આદિલશાહી લશ્કર ઉપર બહુ સખત હત્યા કર્યા. આખરે દુશ્મનદળમાં ભંગાણ પડયું. સેનાપતિ બાળાજી હૈબતરાવ લડાઈમાં મરી અને તેથી એના લશ્કરમાં હાહાકાર થઈ ગયા. સિપાહીઓએ જીવ લઈને નાસવા માંડયું. ઘણા ઘવાયા. કેટલાક કપાયા અને જેનાથી નસાયું તે નાઠા. આદિલશાહી લશ્કર પિતાને સરસામાન મૂકીને નાઠું એટલે એમને સામાન કાવજીએ કબજે કર્યો. હાથી, ઘેડા, કિંમતી વસ્ત્રો, પાલખીઓ, હથિયાર વગેરે સરંજામ સંભાજીએ કબજે કર્યો અને તરત જ તે પુરંદર લઈ જઈ, શિવાજી મહારાજને ચરણે રજૂ કર્યો. - હૈબતરાવની હારના સમાચાર સાંભળી ફત્તેહખાને લશ્કર સજ્જ કર્યું. સરદારે અને સૈનિકમાં ઉત્સાહ આણવા માટે તથા શૂર ચડાવવા માટે સુંદર ભાષણ કર્યું. પેટ અને પગાર માટે લડનાર અને દેશ તથા ધર્મ માટે લડનાર લડવૈયાઓના જુસ્સામાં ફેરફાર તે હેવાને જ. લડાઈને ઉદ્દેશ અને લડાઈમાં ઉતરનાર સ્વામીનો ભાવ એ બે વસ્તુઓ ઉપર સૈનિકોના જુસ્સાનો અને ત્યાગ અથવા ભેગને આધાર રહેલો હોય છે. શિવાજીના સરદારે અને સૈનિકે શિવાજીને સ્વામી તરીકે સ્વીકારવામાં ભારે માન સમજતા હતા. એમને પિતાના માલીકને માટે અભિમાન હતું. મહારાજના લશ્કરને એમ જ લાગતું હતું કે એમની સેવાઓ ધર્મઉદ્ધારને માટે છે. એમના ભંગ અને ત્યાગ ધર્મને ચરણે છે. શિવાજીનું લશ્કર નાની સંખ્યામાં હોય તો પણ તે અજબ ભાવનાથી લડતું.
સરદાર ફતેહખાન પિતાનું કસાયેલું લશ્કર લઈને પુરદરની તળેટીમાં આવી પહોંચ્યો એટલે 19
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com