________________
પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર
૧૧૯ પ્રસગે સૂપાન સંભાજી મોહિત અને ચાકણના ફિરંગેજી નરસાળા હાજર ન હતા, એ પાછલા પ્રકરણમાં જણાવ્યું છે. પૂનાથી અગ્નિકાણે આવેલા સૂપા મહાલના અધિકારી સિંહાજીના સાળા સંભાજી મેહિત હતા. આ સંભાજી હિતેની બહેન તુકાબાઈ અને જીજાબાઈ ને અણબનાવ હતો. સંભાજી મોહિતે સિંહાજીની માનીતી સ્ત્રી તુકાબાઈને માનીત ભાઈ હતા, એટલે જીજાબાઈ અને તેના પુત્ર શિવાજી સાથે એ બહુ અક્કડાઈ રાખતો. દાદાજીના મરણ વખતે સંભાળ મોહિતે હાજર ત ન રહ્યો, પણ પાછળથી સંદેશા મેકલ્યા છતાં પણ શિવાજી મહારાજને મળવા ન આવ્યું અને સંદેશાઓને ઠાકરે માર્યા જેવું કર્યું. શિવાજી મહારાજની સત્તા સ્વીકારવા સંભાછ મહિતે તૈયાર ન હતો. એણે શિવાજી મહારાજને જણાવ્યું કે “ જાગીરના માલીક તો સિંહા રાજા છે. એમના તરફથી દાદાજી કારભાર ચલાવતા હતા. એ ગુજરી ગયા એટલે સિંહાજી મહારાજનો હુકમ નહિ આવે ત્યાં સુધી એ શિવાજીને સ્વામી તરીકે સ્વીકારવા તૈયાર નથી.” મોહિતેના સંદેશાના શબ્દો તો બહુ વિવેકી હતા પણ એનું વર્તન બહુ તોછડું હતું. સંભાજીને સમજાવી, સલેહ શાન્તિથી કામ લેવાની મહારાજની ઈચ્છા હતી એટલે એમણે સંભાજીને સમજાવવાના ખૂબ પ્રયત્નો કર્યા.
મીઠાશથી કામ બનતું હોય ત્યાં કડવાશ ન કરવી એતો મહારાજની જિંદગીમાં તરી આવત ગુણ હતા. મહારાજે મેહિતેને મનાવવા બનતું કર્યું, પોતે કહ્યું, અને કહેવડાવ્યું. બધાએ પ્રયત્નો કર્યા છતાં સંભાજી એકનો બે ન થયો. પોતે સિંહાજીનો સાળો હતો એ રાઈ એના મગજમાં હતી. આખરે મહારાજે કહેવડાવ્યું કે હવે સમજી જવામાં સાર છે. કડવાશ કરવામાં માલ નથી. સંભાજી મોહિતે અધિકારના મદમાં પૂરેપુર ચડેલું હતું. તે આ અણમાનીતીના છોકરાને દાદ દે ખરો ! આખરે શિવાજી મહારાજે જોયું કે હવે નરમાશ રાખવી એ નબળાઈ છે. કડવાશ ટાળવા બનતું કર્યું, પણ સંભાજીના મગજમાં રાઈ હોય તો તેને તો પાંસરો કરવો જ જોઈએ.
એક દિવસે મધ્ય રાત્રે ચૂંટી કાઢેલા ૩૦૦ ત્રણસો માણસ સાથે લઈને શિવાજી મહારાજે સૂપ ઉપર સ્વારી કરી. જે વખતે સંભાજી મેહિતે સવામણની શૈયામાં સૂતા હતા; ભર નિદ્રામાં હતા, તેને વખતે તેમને મહારાજે પલંગ પર પરહેજ કર્યા. મોહિતેના અંગરક્ષકે અને બીજા ચોકીદારો વગેરેને પકડવામાં આવ્યા. સૂપાના સિપાહીઓમાં જેમણે જેમણે મહારાજની સેવામાં રહેવાનું કબૂલ કર્યું. તેમને
ધી લીધા અને તેમને નોકરી ઉપર ચડાવવાની તજવીજ કરી. પરહેજ કરેલા સંભાજીને સમજાવવાની કોશિશ ફરીથી કરવામાં આવી. મહારાષ્ટ્રની સેવા કરવાના કામમાં પિતાને મદદરૂપ નીવડવા સંભાજીને શિવાજી મહારાજે જણાવ્યું પણ માહિતેએ માન્યું નહિ. સૂપાના જે જે માણસે મહારાજને શરણ ન આવ્યા તે બધાને કેદ કરી સંભાળ માહિતેની સાથે સિહાજી સન્મુખ રજા કરવા માટે બેંગલેર મોકલવામાં આવ્યા. સંભાજી હિતેને ખજાનો મહારાજે કબજે કર્યો. એના ખજાનામાં મહારાજને રોકડ નાણું, કીમતી વસ્ત્રો અને જર જવાહી હાથ લાગ્યાં. આવી રીતે મધ્ય રાત્રે સૂપા ઉપર સવારી કરી સંભાજીને કેદ કરી શિવાજી મહારાજે સૂપા સર કર્યું.
સૂપા સર કર્યા પછી શિવાજી મહારાજે ચાકણ તરફ મેર ફેરવ્ય. સંભાજી મોહિતને મહાત કર્યાના સમાચાર આખા મહારાષ્ટ્રમાં ફરી વળ્યા. મહારાજનાં આ કાની પ્રજા ઉપર બહુ સારી અસર થઈ. “પિતાના મામાની પણ દરકાર ન રાખી અને સામે થયો કે તરત જ તેને સજા કરી તે બીજા કેઈ ને શે હિસાબ ?” એવી વાતે મહારાષ્ટ્રમાં ઠેરઠેર થવા લાગી. સંભાજી મોહિતેને કેદ કરી બેંગલેર મેકલ્યાથી મહારાજને કરપ વધે અને તે એટલે સુધી કે કઈ સાધારણ સરદારની તે સામે થવાની હિમત જ થાય નહિ. પૂનાની ઉત્તર દિશામાં ચાકણનો કિલ્લો આવ્યો છે. પૂનાની જાગીરની મજબૂતી માટે આ કિલ્લે બહુ ઉપયોગી હતા. દાદાજીના આમંત્રણને માન આપીને ભેગા મળેલા સરદાર, અમલદારોએ શિવાજીને સ્વીકાર્યાની વાત ચાકણના ફિરંગેજી નરસાળાએ જાણી ત્યારથી જ એ મહારાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com