________________
પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર
૧૭ કારણ કે દાદાજીના મરણથી મહારાજને એક નવી અનુકુળતા મળી. તે એ કે મહારાજના હાથમાં સ્વતંત્ર લગામ આવી, અને પિતાના ભાગમાં સ્વતંત્ર રીતે ધારી ગોઠવણ કરવા મહારાજ શક્તિમાન થયા. જાગીરના મુલકનો કારભાર ઉત્તમ રીતે ચલાવવાની કળામાં દાદાજીએ શિવાજી મહારાજને ઉત્તમ તાલીમ આપી હતી. દાદાજીના મરણ પહેલાં ઘણું કાળથી દાદાજી બધો કારભાર શિવાજી મહારાજને હાથે જ કરાવતા અને પિતે ફક્ત દેખરેખ રાખતા. જ્યાં જ્યાં સૂચનાઓ કરવાનું એમને યોગ્ય જણાય ત્યાં ત્યાં ફક્ત સૂચનાઓ કરતા. આમ શિવાજી મહારાજને તાલીમ આપીને પૂરેપુરા તૈયાર કર્યા હતા. .
જાગીરની લગામ હાથમાં લીધા પછી મહારાજે વિચાર અને મનસૂબામાં વખત ગાળે નહિ. હાથ લીધેલાં કામમાં જેમ જેમ યશસ્વી થતા ગયા, તેમ તેમ મહારાજ આગળ ધપતા જ ગયા. મહારાજ નવું કામ હાથમાં લેતા પહેલાં ચારે તરફનો પૂરેપુરો વિચાર કરતા. મગજમાં ધૂન આવી એટલે એકદમ સાહસ કરવું અને પછી પાછું ભાગવું, એ રીત મહારાજ મનથી જ ધિક્કારતા હતા. વખત, લેકસ્થિતિ, દુશ્મનનું બળ, પિતા માટે પ્રજાની સહાનુભૂતિ વગેરે બાબતેને બહુ બારીકાઈથી વિચાર કર્યા પછી મહારાજ કઈ પણ સાહસનું કામ હાથમાં લેતા. એક વખત કામ હાથમાં લીધું કે પછી કોઈ પણ સંજોગોમાં એ પાછા પગલાં લેતા નહિ. મહારાજનું કામ બહુ વ્યવસ્થિત હતું. વ્યવસ્થિત કામ કરનાર માણસ વધારે કામ કરીને પણ વખત ફાજલ પાડી શકે છે, એ વાતની મહારાજને ખાત્રી થઈ ગઈ હતી. ગમે તેવા સંજોગો ઊભા થાય તે પણ ઉશ્કેરાયા સિવાય કે ગભરાયા વગર પિતાની સામે જે કામ પડ્યાં હોય અને નવાં ઊભાં થતાં હોય તે બધાંને પૂરો વિચાર કરીને પોતાને કાર્યક્રમ મહારાજ આંકતા અને અમુક કામ અમુક મુદતમાં પૂરું થવું જોઈએ એવું નક્કી કરીને તે પ્રમાણેની તૈયારી કરી કામ શરૂ કરતા.
જીવનમાં જુદે જુદે પ્રસંગે એમને નવા નવા અનુભવે આવતા, એ અનુભવનો ઉપયોગ કર્યા સિવાય રહેતા નહિ. “અનુભવ” એ જીવનમાં બહુ કીમતી વસ્તુ છે તેને યોગ્ય પ્રસંગે ઉપયોગ ન કરવામાં આવે તે એ કેડીની કિંમતને થાય. પ્રસંગ પડે તેને ઉપયોગ કરતાં માણસ ભૂલે તો તેની એ ભૂલ જીવનમાં જબરી ગણાય, અને તેને માટે એને વેઠે જ છૂટકે છે, એવી શિવાજીની માન્યતા હતી.
દાદાજી મરણ પામ્યા તે વખતે મહારાષ્ટ્રમાં અવ્યવસ્થા અને અંધેર વર્તી રહ્યાં હતાં. શિવાજી મહારાજે લગામ હાથમાં લીધી તે વખતે (૧) એમની જાગીરના મુલક નજીકના મુસલમાની સત્તાના કિલ્લાઓ તદ્દન અવ્યવસ્થિત દશામાં હતા (૨) તેમાંના ઘણું કિલ્લાઓ ઉપર કિલ્લાના રક્ષણ માટે પૂરું લશ્કર પણ રાખવામાં આવ્યું ન હતું (૩) કિલ્લાઓની મજબૂતી તરફ પણ સત્તાધારીઓની કેવળ બેદરકારી હતી (૪) નિઝામશાહી સત્તા પડી ભાગવાથી એ ભાગમાં અરાજકતા ચાલી રહી હતી (૫) અને દિલ્હીના મુગલ અને બિજાપુરના બાદશાહની વચ્ચે અણબનાવ ચાલુ હતું.
ઉપર દર્શાવેલી બધી પરિસ્થિતિ ઉપર મહારાજે વિચાર કર્યો અને પિતાના વિશ્વાસુ ગોહિયાઓની સાથે સલાહ મસલત કરી પિતાની દિશા નક્કી કરી. તે વખતે ઔરંગાબાદમાં મુગલનું થાણું હતું. મુગલ અથવા બિજાપુર દરબાર એ બેમાંથી કેઈની સામે પણ આવા સંજોગોમાં ખુલ્લું વેર બાંધવામાં માલ નથી એવા નિર્ણય ઉપર શિવાજી આવ્યા. પોતાની જાગીરના મુલકાની આજુબાજુ અને નજીકમાં બિજાપુર દરબારના કેટલાક કિલ્લાઓ બાદશાહતની બેદરકારીને લીધે અવ્યવસ્થિત પડ્યા હતા. તે બધા પિતાના તાબામાં લઈ, તેમને મજબૂત બનાવવામાં આવે તો થોડે ખર્ચ જાગીરને મુલક ઉત્તમ રીતે સચવાશે, મુલકની મજબૂતી સુંદર થશે અને એમ જે થાય તે ધારી બાજી સફળ થાય એમ મહારાજને લાગ્યું.
દેશકાળ અને સ્થિતિનો વિચાર કરતાં શિવાજી મહારાજની ખાત્રી થઈ કે નવી સત્તા સ્થાપવાના કામમાં જે ફળીભૂત થવું હોય તે –
૧. પિતાના મુલકની પૂરેપુરી મજબુતી કરવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com