________________
૧૧૪ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૮મું દેશને સારે નસીબે એમનું જીવન ઘડવા માટે અનુકૂળ અને નમુનેદાર માણસો ભેગા થયા હતા. શિવાજી મહારાજના જીવનસાફલ્ય માટે કેટલીક વ્યક્તિઓને માન ઘટે છે, તેમાં દાદાજી કેન્ડદેવ અગ્રસ્થાન લે છે. શિવાજી મહારાજને ઉચ્ચ વિચાર અને સુંદર શિક્ષણ આપી સાચા નાગરિક બનાવવા માટે દાદાજી કેન્ડદેવને જશ આપતાં કણ અચકાય? મહારાજને માટે લશ્કરી તાલીમની ઘટતી જોગવાઈ કરી, રાજકાજમાં તેમને કુશળ અને મુત્સદ્દીપણામાં નિપુણ બનાવવા માટેનું માન મેટે ભાગે દાદાજીને મળે છે. મહારાજમાં ક્ષત્રિયત્વ જગાડવાનું, હિંદુવા માટે ખરી લાગણી ઊભી કરવાનું, ધર્મ, પ્રજા તથા દેશ ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે જુલમી સત્તા તેડી નવી સત્તા સ્થાપવાના વિચારો રડવાનું અને મહારાજને એક પરાક્રમી, હિંમતવાન, સાહસિક અને કુશળ સૈનિક બનાવવાનું જેટલું માન માતા જીજાબાઈને ઘટે છે તેટલું જ માન, મહારાજને એક ઉત્તમ મુત્સદ્દી, તાલીમ પામેલ યોદ્ધો, રાજ ચલાવવામાં કુશળ, અને પ્રજાને કલ્યાણકારક નીવડે એવી પદ્ધતિ રાજકાજમાં દાખલ કરનાર રાજા બનાવવા માટે, દાદાજીને ધટે છે.
દાદાજી કેન્ડદેવ અને ભોંસલે કુટુંબને સંબંધ બહુ જૂને હતે. હિંગણ બેડ, દઉળગાંવ, મલઠણ વગેરે ગામની પટલાઈ જ્યારે ભેંસલેએ ખરીદી ત્યારે દાદાજી મલઠણને કુલકરણી હતા. એમના જિદગીને મેટો ભાગ ભેસલે કુટુંબની સેવામાં જ ગયું હતું એમ કહી શકાય. સિંહાજીએ દાદાજી કે દેવનું પાણી પારખીને જ પોતાના દીકરા શિવાજીને તાલીમ માટે બચપણથી જ એમને હવાલે કર્યો હતો. ભોંસલે કુટુંબના તેઓ વફાદાર નોકર હતા.
શિવાજી મહારાજે જ્યારે તેરણા અને રાજગઢ કબજે કર્યા ત્યારે દાદાજીની ઉમર આસરે ૭૦ વરસની હતી. વૃદ્ધાવસ્થામાં પણ દાદાજીને પિતાના માલીકના હિતની ચિંતાઓ રહ્યાજ કરતી હતી. રાજગઢના સંબંધમાં સહાજીને દાદાજીએ પત્ર લખ્યો હતો તે પત્ર પછી, દાદાજીની તબિયત લથડવા માંડી હતી. દાદાજી શિવાજી મહારાજની નવી યોજનાના વિરોધી ન હતા, પણ મહારાજની યોજના પાર પાડવામાં વખત આવે તે સર્વસ્વ હેમવા મહારાજ તૈયાર થઈ ગયા હતા એ દાદાજીને ગમ્યું ન હતું. દુનિયાના અને સંસારના અનુભવી માણસે સહેલાઈથી સમજી શકશે કે આવી પ્રકૃતિના માણસે ઘણું હેય છે. દરેક સમજુ માણસ શુદ્ધ હેતુથી રોજાયેલી ઉત્તમ યોજનાની તરફેણમાં હોય છે. સુંદર હીલચાલ હોય તેને સીધી કે આડકતરી મદદ કરે, તે હીલચાલને માટે ત્યાગ કરવા તૈયાર થયેલાએાનાં મસ્તક કે વખાણ પણ કરે. અંત:કરણથી એ હીલચાલને યશ ઈચછે. પણ પિતાનો દીકરો એ હીલચાલમાં ભાગ લે તે તે ન ગમે, એવી પ્રકૃતિના ઘણા માણસે હોય છે. પ્રજાને કલ્યાણકારક નીવડનારી હિલચાલને મદદ કરવા તૈયાર થનારા ઘણા નીકળે પણ એવી રીતે તૈયાર થયેલા ઘણાઓમાંથી એ હીલચાલ માટે સર્વસ્વ બેગ આપવાનો પ્રશ્ન ઊભું થાય ત્યારે પિતાના વિચારોમાં મક્કમ રહી ભેગ આપવા તૈયાર થનાર ઘણા ઓછા નીકળે. શિવાજીનો ઉદય થાય અને ભરતખંડને એ મહાપરાક્રમી પુરષ થાય એવી દાદાજીની ઈચ્છા હતી. પોતે તનમન દઈને કેળવેલ વિદ્યાથી પરાક્રમી પકે એવી ઈચ્છા માં ગુરુની કે શિક્ષકની ન હોય ? મહારાજે આરંભેલા કામમાં કેટલીક વખતે દાદાજીએ કે આપ્યો છે. મહારાજની કેટલીક રીતે એમને ગમતી નહિ. દાદાજી ની ઘરડના, ઘડાયેલા, અનુભવી, પાકટ પુરુષ હતા. એમને નવયુવાન શિવાજી મહારાજનાં ક્રાંતિકારક પગલાં કેટલીક વખતે ન ગમે એ સ્વાભાવિક છે. મહારાજના રસ્તા ખરા હોય છતાં ઘરડા માણસને એ ન રચે એ બનવાજોગ છે. મહારાજ હિંદુત્વની ભારે સેવા ઉઠાવી રહ્યા છે, હિંદુત્વ માટે શિરસાટે એમણે લડત ઉપાડી છે અને એ હવે મેદાને પડ્યો છે એટલે એમનો જય થાય તે માટે તનતોડ મહેનત કરવા દાદાજી તૈયાર હતા. શિવાજી મહારાજ બચપણથી દાદાજી પાસે જ રહ્યા અને મોટા થયા એટલે દાદાજીને મહારાજ માટે અંતઃકરણમાં અગાધ પ્રેમ હોય એ કહેવાની જરૂર ન હોય. મહારાજને પણ દાદાજી માટે અપ્રતિમ માન અને પ્રેમ હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com