________________
૧૧૩
પ્રકરણ ૮ મું ]
છે. શિવાજી ચરિત્ર મહારાજનાં કૃત્યો માટે કઈપણ જાતનાં પગલાં લીધાનું જણાયું નથી. તે ઉપરથી એમ અનુમાન કાઢી શકાય કે શિવાજીનાં આ કૃત્ય તરફ સિંહાએ આંખ આડા કાન કર્યા હોય. બીજું અનુમાન એ પણ કાઢી શકાય કે સિંહજી તે વખતે લડાઈ, ઘેરા અને મુલકે જીતવાની ધમાલમાં ગરકાવ થઈ ગયા હતા એટલે આ પત્ર ઉપરથી પગલાં લેવાનો એમને વખત જ નહતા.
રાજગઢ કિલ્લાની હકીક્ત બિજાપુરના બાદશાહે જાણી. રાજગઢ કિલ્લે કબજામાં લઈ, તેને સમરાવી માંચીઓ વગેરે બાંધી, એ સર્વ બીના બિજાપુર પહોંચી એટલે દરબારમાં ભારે ખળભળાટ મચ્યો હતા. શિવાજી મહારાજનાં કૃત્યથી બિજાપુર બાદશાહના મનમાં મહારાજ સંબંધી જે વહેમ ભરાયે હતે તે વધારે ને વધારે મજબૂત થતો ગયે. બિજાપુર બાદશાહની આંખમાં શિવાજી હવે ખેંચવા લાગ્યો. બાદશાહને પિતાનાં કૃત્યોથી વહેમ આવ્યું છે એ વાત મહારાજે જાણી અને તેથી મહારાજે મજાપર બાદશાહને જવાબ આપ્યો કે “અમારી જાગીરના મુલકના બંબસ્ત માટે આ કિલ્લાની ખાસ જરૂર છે અને અમારો મુલક સચવાશે એ સરકારને જ ફાયદો થવાને છે. ”(મ.રિ. પા. ૨૦૦ ).
મહારાજના આ જવાબથી બાદશાહ અથવા તેના મુત્સદ્દીઓ જરા પણ ભોળવાય એમ નહતા. એ બધું સમજતા હતા. બાદશાહ પોતે ચેતી ગયો હતો પણ બાદશાહ પિત અને બિજાપુરી સરદાર સિહાજીની શક્તિથી વાકેફ હતા. શિવાજીને કચડવા જતાં સિંહાજી છંછેડાઈને વખતે બાદશાહી કચડી નાખે એ બિજાપુરી સત્તાધીશોને અને ખુદ બાદશાહને પિતાને અંદરખાનેથી ભય હતો. આવી સ્થિતિ હોવાથી સિંહાજીને દુશ્મન બનાવ્યા સિવાય કળકળે શિવાજીને પોતાની સત્તા સામેની હીલચાલમાં આગળ વધતા અટકાવવાનાં પગલાં બહુ સંભાળપૂર્વક ભરવામાં આવતાં હતાં. સિંહાજી પણ આ બાબતમાં આબાદ ખેલ ખેલી રહ્યા હતા. શિવાજી મહારાજનાં આ કૃત્ય માટે બિજાપુર બાદશાહે સિંહાજીને પણ જવાબ માગ્યો હતો.
રાગઢની બાબતમાં શિવાજી મહારાજના સંબંધમાં દાદાજી કેડદેવે સિંહાજી તરફ ફરિયાદ લખી મોકલી. બિજાપુરના બાદશાહે આજ બાબતમાં સિંહાજીનો જવાબ માગ્યો. બિજાપુર દરબારમાં લેમેલ થઈ રહી. કેટલાક મુસલમાન સરદારનાં ભવાં ચઢત્યાં પણ સિંહાજી જરા પણ ગભરાયો નહિ. આ બધી બાબત બની પણ સિંહાને તે જરા પણ બીવા જેવું, કે ગંભીર બનવા જેવું લાગ્યું જ નહિ. શિવાજી મહારાજનાં આ કૃત્ય તરફ સિંહાએ પિતે કોઈપણ રીતે અણગમે બતાવ્યો નહિ. આ બધી બાબતનો વિચાર સિંહાજીએ બહુ ઠંડે મગજે કર્યો અને જરાપણ ગુસ્સો કર્યા સિવાય બાદશાહના મનનું સમાધાન થાય એવો એક પત્ર લખી બિજાપુર બાદશાહ તરફ રવાના કર્યો.
વિચાર કરતાં સિંહાઇને લાગ્યું કે વાતાવરણ પિતાની વિરુદ્ધનું છે એટલે આ વખતે કિલ્લાનું સમારકામ થોભાવવા માટે શિવાજીને જણાવવા દાદાજીને પત્ર લખવે એ માર્ગ કલ્યાણકારક નીવડરી, એટલે સિંહાએ દાદાજી ઉપર પત્ર લખી રાજગઢ કિલ્લાનું કામ હાલમાં મેકુફ રાખવા સૂચના કરી.
૩. દાદાજી કેડદેવની માંદગી અને મરણ. જેવી રીતે કોઈ પણ માણસની ખાનદાની તેનાં માબાપ અને વડવાઓના ખમીર ઉપર આધાર રાખે છે તેવી જ રીતે માણસનું ચારિત્ર તેના બાળપણમાં તેનું જીવન ઘડનાર ઉપર આધાર રાખે છે. પુરુષના ઉત્તમ ચારિત્ર્ય માટે, તેના પરગજુપણા માટે, તેના પરાક્રમો માટે, તેની કાર્યકુશળતા અને કાર્યદક્ષતાને માટે ખરા ધન્યવાદ તે તે માણસને ઘટે છે કે જેમણે એ કુમળી ડાળ એની કુમળી વયમાં જ બરોબર વાળવાનો પ્રયત્ન કર્યો હોય. માણસનું જીવન ઘડવા માટે જવાબદાર તેનાં માબાપ, વાલી, ગુરુ, ગડિયા અને સ્નેહી સાથીઓ હોય છે. આપણુ ચરિત્રનાયકને રાજકીય જીવન તરફ નજર કરીએ તો આપણે જોઈ શકીશું કે મહારાજે જે કામ હાથ ધર્યું હતું તે માટે સંજોગે તદ્દન પ્રતિકૂળ હતા પણ
S
.
16
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com