________________
પ્રકરણુ ૭ મું ]
છે. શિવાજી ચરિત્ર
૧૦૫
આવળાઓનું બળ માપી શક્યા. આ સભાના કામકાજ પરથી સ્વરાજ સ્થાપવાની મહારાજની આશા મજબૂત થઈ.
મુસલમાની સત્તાને ઢીલી કરવાની જે લડત શિવાજી મહારાજે શરુ કરી, તે સંબંધી ખુલ્લે ખુલ્લી ચર્ચા, વિવેચન, અને પ્રતિજ્ઞાએ પહેલવહેલાં આ સભામાં જ થયાં. મુસલમાની સત્તા સામે ઝુંડ આ સભામાં ફરકાવવામાં આવ્યા. તે વખતના પત્રા વગેરે જોતાં એમ જણાઈ આવે છે કે દાદાજી કેન્ડદેવ પણ શિવાજી મહારાજની આ યેાજનામાં હવે સામેલ થઈ ગયા હતા. કારણકે જવાબદાર માવળા દેશમુખાએ લીધેલી પ્રતિજ્ઞાએ અને આવે પ્રસંગે જે કાઈ મહારાજની પડખે રહેશે, તેમની સેવાની કદર શુભ પ્રસ'ગ પ્રાપ્ત થયે પૂરી રીતે કરવાની પ્રતિજ્ઞા મહારાજે લીધી હતી. તે પ્રતિજ્ઞાએ દાદાજીની જાણુથી થઈ હતી એમ શિવાજી મહારાજે દાદાજી નરસપ્રભુને લખેલા પત્રમાંની હકીકતથી જણાય છે.
૬. દેશદ્રોહ,
ખેદ થાય છે, છતાં એ સત્યવાત છે એટલે લખવું પડે છે કે બીજા દેશની સરખામણીમાં હિંદુસ્થાનના ઇતિહાસમાં દેશદ્રોહના દાખલા પ્રમાણમાં વધારે જડી આવે છે. ઈર્ષ્યા, તેજોદ્રેષ, વેર, અને સ્વામાં અંધ બનેલાએએ પેાતાની મતલબ હાંસલ કરવા માટે ઘણાં અરિત કર્યાં કર્યોના દાખલા દુનિયાના ધણા દેશમાં જડી આવશે, પણ ઈર્ષાંતે તૃપ્ત કરવા માટે, વેરની વસુલાત કરવા માટે, સ્વાર્થ તે સાધવા માટે કામના, સમાજના, કે દેશના હિત ઉપર, હક્કો ઉપર, સ્વતંત્રતા ઉપર, ઈજ્જત ઉપર, છરી ફેરવનાર દેશદ્રોહીઓનાં કાળાં નામેા હિંદના ઇતિહાસમાં વધારે જડી આવશે. જયચંદ, હાહુલીરાય, માધવ વગેરેનાં કૃત્યોની યાદ તાજી રાખવા માટે એવી વૃત્તિના પુરુષા હિંદમાં ઉપરા ઉપરી પાકે છે, એ દેશનું દૈવ છે. શિવાજી મહારાજે મુસલમાની સત્તાના જુલમની સામે કેડ કસી એ હિંદુને ન ગમે? પોતામાં શક્તિ ન હોય તેા આવા પ્રજાકલ્યાણના કામમાં માણસ મદદ ન કરે એ ક્ષમ્ય ગણાય, પણ આવા કામમાં વિઘ્ન ઊભાં કરનાર, પથ્થર નાખનાર દેશદ્રોહીઓને પ્રભુને ત્યાં સજ્જ થયા સિવાય તે નથી જ રહેતી. શિવાજી મહારાજની તૈયારી રાહીડેશ્વરની સભામાં ખુલ્લી જણાઈ આવી. ધણા દેશમુખે અને માવળા આગેવાને એમાં સામેલ હતા એ જાણી ઘણા અધકચરા હતા તે પણ પાકા બની ગયા. પ્રજા ઉપર થતા જુલમા અને અત્યાચાર અટકાવવા માટેની લડત માટે રાહીડેશ્વરની સભાના આશા આપનારા દેખાવે પછી શિવાજી મહારાજ ભારે અને મજજ્જીત તૈયારી કરવા મંડી પડ્યા. રાહીડેશ્વરની સભા પણ છૂપી હતી. તૈયારીઓ પણ બધી છૂપી ચાલી રહી હતી. રાહીડેશ્વરની સભામાં હિંદુત્વની લાગણીવાળા, હિંદુ ધર્મ માટેના જુસ્સાવાળા, ધારેલી યેાજના શિર સાટે અમલમાં મૂકે એવી ખાત્રીવાળા અને પૂર્ણ વિશ્વાસના માણસાને જ ભેગા કરવામાં આવ્યા હતા. રાહીરેશ્વરમાં જુલ્મી સત્તાને તેડવાને ઘાટ ઘડવા માટે ભેગા મળેલા વીર માવળામાં એક દેશદ્રોહી દુશ્મન પાધ્યે. એનામાં સ્વાર્થ ઊછળી આવ્યો અને નીચ વૃત્તિને વશ થઈ, એ માવળાએ રાહીડેશ્વરમાં બનેલા બનાવની સધળી હકીકત બિજાપુરના બાદશાહને લખી મેાકલી. પેાતાના લખવાથી આખા સમાજનું, હિંદુ કૅામનું, હિંદુસ્થાનનું, મનુષ્ય જાતિનું, એ દેશદ્રોહી કેટલું નુકસાન કરી રહ્યો હતેા તેનું તે સ્વાર્થાષને બિલકુલ ભાન ન હતું. આ કાળા કૃત્યના બદલામાં બાદશાહ તરફથી આ દેશદ્રોહીને કિંમતી પાધડી કે જાગીર મળી હશે, પણ તેણે આખા દેશનું તા ભારે નુકસાન કર્યું ગણાય.
બિજાપુરના બાદશાહને સિતાજી મહારાજની તૈયારીએ અને ગાડવણુની ખબર પડી. આ તૈયારીએ ભેદ પણુ ખાદશાહ પૂરેપુરા પામી ગયા હતા. કાઈ ચાડિયાએ રાહીડેશ્વરની સભાની બાદશાહને ચાડી કરી. રાહીડેશ્વરની ખબર સાંભળીને બાદશાહે શિવાજી મહારાજની યેાજનાને મૂળમાંથી જ કચડી નાખ
14
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com