________________
૧૪
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૭ મું
કરી, ખાત્રી કર્યા સિવાય હવે છૂટકા જ ન હતા. મહારાજે રાહીડખેારામાં આવેલા રાહીડેશ્વર મહાદેવના દેવળમાં માળાને ભેગા કર્યા અને તેમને જે જે શંકાએ હતી, તેનું મહારાજે સમાધાન કરવાનું શરુ કર્યું. ધણાઓની ગૂંચાના ઉકેલ પણ થઈ ગયા. એવી રીતે શ'કા અને ગૂ'ચ વગર શિવાજી મહારાજને જેમણે વિશ્વાસ મેળવ્યા હતા અને મહારાજની યોજના કળિભૂત કરવા જેએ પોતાના જાન આપી માલ મિલ્કતના નાાતિયા કરવા તૈયાર હતા, એવા આશરે હજાર–આરસા માવળા રાહીડેશ્વરમાં ભેગા થયા હતા. ભેગા થએલા માવળાને તેમણે તેમની સ્થિતિનું ભાન કરાવ્યું. શિવાજી મહારાજ હિંદુત્વની રક્ષા માટે નવી સત્તા સ્થાપવા ઈચ્છે છે અને તે સત્તા સ્થાપન થશે તે જ મુસલમાની સત્તા ઢીલી પડશે; મુસલમાની સત્તા ઢીલી પડશે તા જ હિંદુ ઉપરના જુલમા ઓછા થશે; મુસલમાની સત્તા તૂટ્યા સિવાય હિંદુઓ ઉપરના જુલમ, ત્રાસ અને અત્યાચારાની અટકાયત થવાની નથી એ વાતા ભેગા થયેલા માવળાઓને સમજાવવામાં આવી. જે રાજ્ય-સ્વરાજ્ય સ્થાપવાને માટે આ તૈયારીઓ થઈ રહી છે, જે સ્વરાજ્ય સ્થાપવાને માટે માવળાને સર્વસ્વને ભાગ આપવાનું કહેવામાં આવે છે, જે સત્તા સ્થાપવા વખત આવે બાળબચ્ચાં, વતનવાડી, માલ મિલ્કત, વગેરે સતા નાશ થાય તે પશુ પેાતાના નિશ્ચયમાં અડગ રહેવાનું માવળાને કહેવામાં આવે છે, તે સત્તા, તે સ્વરાજ્ય, શિવાજી મહારાજનું નહિ, ભાંસલે કુટુમ્બનું નહિ, પણ તે રાજ્ય મહારાષ્ટ્રનું થશે, તે રાજ્ય પ્રજાને સુખ આપનારું થશે; જેની મરછમાં આવે તે ધર્મ પાળવાની તેને છૂટ આપનારુ થશે વગેરે મહત્વની બાબતાની બહુ સચોટ ભાષામાં ભેગા થયેલા માવળાને સમજણ પાડવામાં આવી. માવળામાં દટાઈ રહેલા હિંદુત્વના જુસ્સા જાગૃત થયા અને શિવાજી મહારાજે હિંદુત્વના ઉદ્ધાર માટે ધડી કાઢેલી યોજના અમલમાં મૂકવાને માટે પ્રયત્ન કરવાના કામમાં પ્રાણતા પણ ભાગ આપવા જોઈએ એમ માવળાને લાગ્યું. હિંદુઓની ત્રુટીઓ ઉપર પણ માવળાનું ધ્યાન ખેંચવામાં આવ્યું. હિંદુઓ પેાતાના જ દેશમાં યવનેાના ગુલામા ક્રમ બન્યા અને એ ગુલામીની સાંકળા એમને કેમ ખૂંચતી નથી એ પણ એમને અસરકારક ભાષામાં કહેવામાં આવ્યું. હિંદુઓનું આત્મધાતી વન, હિંદુઓના સામાજિક સડા, હિંદુઓમાં કરી બેઠેલા કુસંપ, હિંદુઓના હિંદુઓ માટેના તેજોદ્વેષ અને માંહે। માંહેની ઈર્ષા વગેરેના જોરથી પ્રબળ થઈ પડેલી મુસલમાની સત્તા તાડવા માટે પ્રજામાં રાષ્ટ્રીય ભાવના કેટલી ઊંડી ગઈ છે, તેની પરીક્ષા આ સભામાં શિવાજી મહારાજે કરી. ભેગા થયેલા માવળાએ મહારાજને પૂરેપુરા વાદાર હતા અને જરુર પડે ગરદન કપાવવા પણ તૈયાર હતા. લાગણીને વશ થઈ હિંદુએ ધણી વખતે આરંભે શૂરા થઈ જાય છે અને તેથી હિંદુઓનું બળ આંકવામાં હિંદુ આગેવાને ભૂલ ખાઈ જાય છે. હિંદુઓના આવા આર્ભશૂરા થવાની આદતને લીધે તેમના આગેવાનાની અટકળ જૂડી ઠરે છે અને એવું થતાં આગેવાતાની બહુ કફોડી દશા થાય છે. નેતાઓની કફોડી દશા દેખી આગેવાની લેતાં બધા આંચકા ખાય છે, ખમચાય છે. આ બધી વાતોના ફેડ પાડી માવળાઓને કહેવામાં આવી અને એમના બાપ દાદાએ કેવાં કેવાં પરાક્રમા કર્યા હતાં તેની યાદ દેવડાવવામાં આવી, તથા હિંદુત્વના રક્ષણ માટે માવળાઓના વડવાઓએ–ક્ષત્રિયાએ પેાતાનાં લેઠી કેવી રીતે ક્યાં, ધર્મરક્ષા માટે કેટલું સહન કર્યું, એને ચિતાર એમની સામે ખડા કર્યાં અને આજે દેશમાં ક્ષત્રિયા કેવી રીતે સૂઈ ગયા છે, ક્ષાત્ર તેજ ક્યાં સૂઈ ગયું છે, ક્ષત્રિયે! મરણથી કેવા ભાગે છે અને સ્વાર્થી બની ગયા છે, તેની હકીકત વીગતવાર સંભળાવી ત્યારે તે તેમને ખૂબ લાગી આવ્યુ અને સર્વસ્વને ભાગે સ્વરાજ્યની યેાજનામાં શિવાજી મહારાજને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેવા માંડી. કેટલાક માવળા આગેવાનેએ તે મહાદેવની પિંડી ઉપર હાથ મૂકી પ્રતિજ્ઞા લીધી; કેટલાકે પેાતાની આંગળી કાપી, મહાદેવ આગળ લેાહી વહેવડાવી સેગન લીધા. આવી રીતે સાગન અને પ્રતિજ્ઞા લેવાના જે કડક નિયમા હતા તે બધાને ઉપયાગ કરી માવળાએ પેાતાને નિશ્ચય અને મહારાજના કામમાં વફાદારી પ્રકટ કરી. આ સભાના જમાવ ઉપરથી અને લેાકાએ લીધેલી પ્રતિજ્ઞા અને બતાવેલા જીસ્સા ઉપરથી મહારાજ મહારાષ્ટ્રમાં હદુઓની તૈયારી જોઈ શક્યા,
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com