________________
ટ
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણુ કે કું
માટે તૈયારીઓ કરવા માંડી. પેાતે કરેલો નિશ્ચય વ્યાખી છે, પવિત્ર છે એની મહારાજને ખાત્રી જ હતી તેથી તેમણે પેાતાના કરેલા નિશ્ચય અને તેના ઉચ્ચ હેતુ નજર સામે રાખીને જ કરવાના નિશ્ચય કર્યાં.
બધાં કામ
૭. શિવાજી મહારાજ અને દાદાજી કોન્ડઢવ.
માતા જીજાબાઈની સલાહથી શિવાજી મહારાજાએ પેાતાને ખ્વનક્રમ આંકી લીધે અને આ કામમાં દાદાજી કાન્ડદેવના વિચાર જાણવા મહારાજે દાદાજી આગળ એક દિવસે આ વાત છેડી. મહારાજે કહ્યું:“ આપે કમાયેલી દોલત ખેડા ખેડા ખાઈ ને જિંદગી ગુજારવી એ પુત્રની લાયકાત નથી. ધર્મક્ષેત્રે, દેવમદિરા, બ્રાહ્મણા અને ગૌમાતા ઉપર ધોળે દિવસે આક્રમણો, અત્યાચારો થઈ રહ્યા છે. તે મૂગા મૂગા સહન કરી, વખત અનુકૂળ નથી એ બહાના નીચે સત્તાધારી જુલમગારાના એવા અત્યાચાર પ્રત્યે આંખમિચામણાં કરવાં એ કર્મવીરનું ભૂષણ નથી. અધમ અને અત્યાચાર દિને દિને વધતા જ જાય છે. ધર્મ હવે રસાતાળ જવા ખેડે છે. આવા સંજોગમાં ધર્મરક્ષણ માટે પેાતાનું સર્વાંસ્વ ત્યાગવા તથા પેાતાના પચપ્રાણ ધĆરક્ષા માટે પાથરવા તૈયાર થવું એજ સાચા ક્ષત્રિપુત્રને શાલે. સ્વપરાક્રમ વડે નવું રાજ્ય સ્થાપન કરવા માટે જ હવે તે મથવું ોઇએ. પિતાએ સપાદન કરીને સાંપેલા ધન દોલત વડે કળે કળે લાંકા ભેગા કરી એમનું હિત, સ્થિતિ અને દશા એમને સમજાવી, એમના ભલા માટે એમની હયાતી સાચવવાને માટે એમનું જ લશ્કર ઊભુ કરી, પિતાએ મેળવેલા મુલકનું રક્ષણ કરી નવા મુલક હું જાત મહેનતથી જૂની જાગીરમાં જમે કરાવું અને હિંદુત્વના રક્ષણ માટે અને પ્રજા ઉપર થતા અત્યાચારાના નાશ કરવા માટે નવી સત્તા સ્થાપન કરું તે જ સિસોદિયા કુળમાં મેં જન્મ લીધા તેનું સાક થયું એમ મને લાગે અને ત્યારે જ મારા મનને સંતાષ થાય. ધારેલું કાર્ય પાર પાડવા માટે, ચેાજેલી મુરાદ હાંસલ કરવા માટે સોંગે પ્રતિકૂળ છે અને સાધનાને અભાવ છે એ વાત સાચી છે, પણ નિઃસ્વાર્થ બુદ્ધિથી પ્રજાની પીડા દૂર કરવાના હેતુથી ઈશ્વર ઉપર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી જે પુરુષ પરગજુપણાની ખાતર સાહસ ખેડે છે તેને ઈશ્વર મદદ કર્યાં સિવાય કદી રહેતા જ નથી. આ ભરતખંડમાં ક્ષત્રિય કુળમાં અવતરી મારે મારી જિંદગી એળે જવા દેવી નથી.
દાદાજીએ શિવાજી મહારાજના આ શબ્દો સાંભળી ઊંડા નિસાસા મૂલ્યેા. દાદાજીએ શિવાજીના માં તરફ્ જોયું. શિવાજી મહારાજની નજર નીચી હતી. એમણે આગળ ચલાવ્યું:‘ પુરુષોને તે પોતે પેદા કરેલી સપત્તિ ઉપરજ અમનચમન કરવાના અને વૈભવ ભોગવવાને હક્ક છે. ખીજાની કમાઈ ઉપર મહાલવામાં પુરુષાને ઝાંખપ લાગે છે એ શું આપ નથી માનતા ? નસીબ ઉપર આધાર રાખી લમણે હાથ દઈ બેસી રહેનારનું નસીબ કદી પણ ખુલશે નહિ. પોતાના બળમાં વિશ્વાસ અને ઈશ્વરમાં જેને શ્રદ્ધા હરો તેને ધેર નસીબ નમી નમીને ધક્કા ખાતું આવશે. મુસલમાનોએ હિંદુઓની સ્વતંત્રતા લૂટી છે અને આખા હિંદમાં હિંદુ ત્રાસ પામી રહ્યા છે એ શું સહન કરવા જેવી વાત છે ? દેશમાં હિંદુ ધર્મ આજે ભારે આફતમાં આવી પડયો છે તેની ઉન્નતિ માટે સાચા ક્ષત્રિયે બહાર પડવું જોઈ એ. મેં તે હિંદુત્વના રક્ષણ માટે બહાર પડવાનો નિશ્ચય કર્યાં છે. ગુલામીમાં સબડતા ભાઈઓને છૂટા કરવા માટે, હિંદુત્વને જુલમી હલ્લામાંથી બચાવવા માટે તનતેડ પ્રયાસે કરતાં મારા સર્વીસ્વને અને અંતે પ્રાણના પણ નાશ થાય તે મારી જિંદગી સત્કાર્યોંમાં કામે લાગી એમ હું માનીશ. એ નાશમાં મને સંતેષ થશે. આજે આ મંદિર તેાડયું, કાલે પેલી મૂર્તિનું ખંડન કર્યું, હિંદમાં હિંદુ પુરુષો જીવતા હ।વા છતાં આટલી હિંદુ સ્ત્રીઓની ઈજ્જત લુંટાઈ, આટલી દેવીને ખીખીએ બનાવવામાં આવી, વગેરે વાતોના ધગધગતા ડામ રાજ હૈયા ઉપર લેવા કરતાં હિંદુત્વની રક્ષામાં પ્રાણની આહુતિ આપતાં, પેાતાનું કર્તવ્ય અાવતાં જિંદગીને અંત આવે છે એ ખ્યાલથી ઉત્પન્ન થતા પરમ આનંદ અનુભવવાની મારી ઈચ્છા થઈ છે. આટલું બધું સમજ્યા પછી સિસેદિયા કુળના સાચા ક્ષત્રિય અચ્ચે વૈભવ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com