________________
પ્રકરણ
છે. શિવાજી ચરિત્ર
પિતાના દાખમાંથી તા છૂટવા, પણ હવે શું કરવું એ વિચારમાં શિવાજી મહાર નિમગ્ન થયા. હવે કઈ રીતે જિંદગી ગાળવી તે નક્કી કરવાનું શિવાજી મહારાજને માથે આવી પડયુ. પોતાના જીવનને કયે રસ્તે ારવું, શી રીતે દેરવું, તેને વિજયી બનાવવા માટે શું શું કરવું વિગેરે વિગેરે સવાલા શિવાજી મહારાજની સામે ખડા થયા.
સ
ઊંડા વિચાર કરતાં અને બહુ ઝીણી નજર દોડાવતાં શિવાજી મહારાજની સામે જિંદગીમાં જોડાવા માટે ચાર રસ્તા દેખાયા. એ ચાર રસ્તાના સંબંધમાં મહારાજે માતા જીજાબાઈની સાથે પણ વાતા કરી વિવેચન કર્યું. નીચે જણાવેલા ચાર રસ્તામાંથી કયા માં સ્વીકારવા તે વિચારમાં શિવાજી મહારાજ તલ્લીન થઈ ગયા.
૧. મેાજશાખ, વૈભવ, ગાનતાન, ઝનાના વગેરેમાં મશગુલ બની કાઈક વખતે તક આવે લશ્કરી સેવા બજાવી, ખાપની જાગીરને ઉપભાગ કરી, અમનચમનમાં જિંદગી ગુજારવી. ખીજા સરદારા જેમ ક્રાઈક વખતે લશ્કરી સેવા બજાવી, આખી જિંદગી નશામાં મશગુલ બની ઝનાનખાનાના જીવડા તરીકે જિંદગી ગુજારવી.
૨. સિંહાજી અને શિવાજીના મોટાભાઇ જેમ બિજાપુર દરબારમાં સરદાર બની પોતાની હિંમત અને બહાદુરીથી ભારે પદવી પામ્યા, તેવી રીતે તેમને અનુસરીને બિજાપુર દરબારના એક સરદાર બનવું.
૩. આખા હિંદુસ્થાનમાં તે વખતે મેાગલાની સત્તા જામી હતી તેથી દિલ્હીના ખાદશાહના દરબારમાં લશ્કરી અમલદાર તરીકે દાખલ થઈ, એક લશ્કરી અમલદારની જિંદગી ગુજારવી.
૪. હિંદમાં હિંદુ ધર્મના મુસલમાના ઉચ્છેદ કરી રહ્યા હતા, રાજસત્તાના જોર ઉપર હિંદુત્વ હણી રહ્યા હતા, હિંદુ મંદિર તેાડી તેની મસ્જીદે બનાવી રહ્યા હતા, દેવમદિરા ભ્રષ્ટ કરવાનું કામ મુસલમાન કરી રહ્યા હતા, હિંદુએ જેને પૂજ્ય માને છે તે ગૌમાતાને હિંદુઓના જ દેવદેિશમાં મુસલમાના કાપી રહ્યા હતા. હિંદુ સ્ત્રીઓને પકડી, તેમને ભ્રષ્ટ કરવાનું કામ મુસલમાનને તે જમાનામાં તદ્દન સહેલું થઈ પડયું હતું. દરેક રીતે હિંદુ ઉપર ઘાતકીપણું અને અત્યાચાર થઈ રહ્યા હતા. ધણા રજપૂત રાજાએ તેા તે વખતે મુગલ બાદશાહના દરબારના શણગાર બની ગયા હતા. મરાઠા સરદારા જુદીજુદી મુસલમાન સત્તાના આધારસ્થંભ બની મહાલી રહ્યા હતા. નાના મોટા સરદારા અને રાજાને પેાતાની જ પડી હતી. પેાતાને મુલક વધારવા, વૈભવ વધારવા અને હિંદુત્વ ઉપર થતા આક્રમણને વિચાર કર્યાં વગર ફક્ત સ્વા તરફ નજર દોડાવવી એ હિંદુ રાજા અને સરદારાનું રાજનું કામ થઈ પડયું હતું. એવા પ્રતિકૂળ પ્રસંગે પોતાની જિંદગી અને સર્વીસ્વને ભાગે નાસીપાસી અને હાર સ્વીકારવા તૈયાર રહીને મરદની માફક બંને બાજુના માર સહન કરવાને નિશ્ચય કરીને જેમના ઉદ્ધારને માટે સસ્વને ભાગ આપવા છે, તેવા હિંદુઓના પણ મહેણાં અને સામના સહન કરીને હિંદુ ધર્મનું રક્ષણ કરવા, હિંદુધ ને બચાવવા, હિંદુઓની જતી ઈજ્જત રાખવા, સ્વાર્થ અને સત્તાના લેાલથી નહિ, પણ જુલ્મીઓની ઝૂંસરી તેાડી, જીલ્મ નીચે કચડાતી પ્રજાને બચાવવાના ઉચ્ચ અને ઉમદા હેતુથી હિંદુ રાજ્ય સ્થાપન કરવા માટે તૈયારી કરવાનું સાહસ ખેડવું.
ઉપરની ખાખતાને બહુ ગભીરપણે શિવાજી રાજા અને માતા જીજાબાઈ એ વિચાર કર્યાં. દરેક ખાબતને જુદીજુદી દષ્ટિથી તપાસી. ચેાથી ખાખત સ્વીકારવામાં આવે તે તેની જોખમદારી અને તેથી થતા ત્રાસ અને નાશને પણ પૂરેપુરા વિચાર કર્યાં, પૂર્ણ વિચાર કરી આખરે મા દીકરાએ ચેાથેા મા સ્વીકારવાનું નક્કી કર્યું. પૂને પહોંચતાં જ શિવાજી મહારાજે નિશ્ચય કરી દીધા કે સસ્વને ભાગે પણ હવે મુસલમાની ઝૂસરી ફેંકી દઈ પ્રજાને પીડનારી જુલ્મી સત્તાના અંત આણુવા સ્વતંત્ર રાજ્ય સ્થાપન કરવું. પોતે કરલા નિશ્ચય શિવાજી મહારાજાએ હૃદયમાં ખૂબ ઊંડા ઉતાર્યાં અને ધારેલી નેમ પાર પાડવા
13
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com