________________
છે. શિવાજી ચરિત્ર
શિવાજી રાજા બિજાપુર દરબારમાં છે , પતિપત્નીને સંવાદ. ૨. પિતા પુત્રને વિયાગ
૫ રાજવા. ૩. મા દીકરાને મનસુબે.
s, બિજાપુરથી ના. ૭. શિવાજી મહારાજ અને દાદા કેન્ડવ, ૧. શિવાજી રાજા બિજાપુરના દરબારમાં
Mળે બળે મનાવી સમજાવીને સિંહાજીએ શિવાજી રાજાને દરબારમાં જવા તૈયાર કર્યા. પિતાની = મરજી વિરુદ્ધ તદ્દન દુખી દિલે શિવાજી રાજાએ પિતાની સ્થિતિ કફોડી નહિ કરવાના ઈરાદાથી જ દરબારમાં જવાનું કબૂલ કર્યું હતું. સિંહાએ શિવાજીને દરબારના રીતરિવાજ પદ્ધતિ વગેરે સમજાવ્યાં અને બાદશાહને કેવી રીતે દરબારી નિયમ મુજબ કુર્નિશ કરવી તે પણ બતાવ્યું.
પિતાના માનની ખાતર દરબારમાં જવાનું કબૂલ કર્યું ત્યારે વળી એક પછી એક એવી અનેક આત્મમાનને જખમ કરનારી વાત વધતી જ જાય છે. પિતાની દશા કથેલી ન થાય તે માટે દરબારમાં તે જઈશ પણ યવન બાદશાહને કનિશ તે નહિ જ કર્યું. જે થવાનું હોય તે થાય. પિતાને આ બાબતમાં લાગે તે ભલે પણ મુસલમાન બાદશાહને કુર્નિશ નહિ કરવાનો નિશ્ચય તે મક્કમ રાખીશ જ.” એ વિચાર શિવાજી રાજાએ પોતાના મન સાથે કર્યો. સિંહાજી શિવાજી રાજાને દરબારમાં લઈ ગયે. દર બારમાં બાદશાહ આવ્યા એટલે બધાએ કુર્નિશ કરી પણ શિવાજી રાજાએ તે સાધારણ સલામ કરી અને પોતે પિતાની પાસેની બેઠક ઉપર બેસી ગયા. બાદશાહે મુરાર પંતને પૂછયું- “સિંહજી રાજાને પત્ર તે આ જ કે?” મુરારપતે હકારમાં જવાબ દીધો. દરબારના બધા દરબારીઓએ કુર્નિશ કરી અને આ છોકરાએ ન કરી તેથી બાદશાહ સલામતને કંઈ માઠું ન લાગી જાય તે માટે સિંહજીએ મુરાર પતને બાદશાહને જણાવવા કહ્યું કે “શિવાજી હમણાં જ પૂનથી આવ્યા છે અને દરબારની રીત વગેરે કઈ જાણ નથી. દરબારમાં આવવાને આજે આ એને પહેલે જ પ્રસંગ છે એટલે એને કુર્નિશ કરતાં નથી આવડતી તેથી એણે સાદી સલામ કરી છે. બાળક બીન અનુભવી છે. એના વર્તન તરફ દાગર કરવી.” મરારપતે સિંહાજીએ સમજાવેલી આ વાત બાદશાહને જણાવી. પછી બાદશાહે શિવાજી રાજાને પિશાક તથા ઝવેરાત વગેરે આપ્યાં. દરબાર આપ્યા પછી શિવાજી રાજા ઘેર આવ્યા.
આ પછી ઘણી વાર શિવાજી રાજા બાદશાહના દરબારમાં જવા લાગ્યા પણ કોઈ દિવસ બાદશાહને કુર્નિશ કરતા નહિ. શિવાજી રાજાનું આવું વર્તન જોઈ બાદશાહને વહેમ આવ્યો અને એ સંબંધમાં બાદશાહે શિવાજી રાજાને સવાલ પૂછયો. શિવાજી રાજા બહુ હાજરજવાબી હતા તેમણે બાદશાહને તરત જ જવાબ આપ્યો કે “મારા પિતાજી મને કુર્નિશ કરવાનું કહે છે પણ છેલ્લી ઘડીએ હું ભૂલી જાઉં છું અને બાદશાહ સલામતને જુહાર કરું છું. આને માટે હજુર દરગુજર કરશે. આ જુહારમાં જ બાળકની કુર્નિશ છે એમ હજુરે માની લેવું. હું મારા પિતાશ્રીને જુહાર જ કરું છું. હું તે મારા પિતાજી અને હજુરને સરખા માનું છું. હજુર જુદા છે એવું મને લાગશે ત્યારે હું કર્નિશ કરતાં શીખીશ.” શિવાજી રાજાને આ જવાબ સાંભળી બાદશાહ આશ્ચર્યચકિત થઈ ગયા.
૨. પિતા પુત્રને વિયેગ. પિતા રીઝવે પુત્રને, કરી વિવિધ ઉપચાર, માતા સાથી સેબતી, સમજાવે તે વાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com