________________
૧૨
આ અંદરની ફાટાપુટ એટલેથી અટકી નહિ. અણસમજ તથા ઈષ્યએ દીવસે દીવસે ગંભિરરૂપ લીધું અને ચર્ચાપત્રો ઉપર ચર્ચા ત્રેિ બહાર આવવા લાગ્યાં, જે બધાં આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યાં છે. જેમ એવોર્ડના સામે પુષ્કળ ચર્ચાપત્ર લખાયાં છે તેમ એડને પ્રસંદ કરનારાઓ તરફનાં તેના રદીયાનાં પણ પુષ્કળ ચર્ચાપત્રે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલાં તેની પણ નકલે આ પુસ્તકમાં દાખલ કરવામાં આવી છે, જે ઉપરથી વાંચનારને ચુકાદાની સામે ઉઠાવવામાં આવેલા પિકારમાં શું મુદ્દા હતા તથા તે કેટલી વજુદવાળા હતા તે જાણવાનું મળી શકશે.
વાંધા ચારૂપના એવોર્ડના સંબંધમાં એવોર્ડ સામે શરૂઆતમાં તે કાંઈ વાંધા બતાવવામાં જ આવ્યા ન હતા પણ પછી કોઈ લખવા લાગ્યા કે રૂપીઆ બે હજાર અપાવ્યા તથા જમીન અપાવી તેથી જૈનભાઈએ નારાજ નથી પણ એવોર્ડમાં જે ટીકા કરી છે તેથી ભવિષ્યમાં જઈને ધર્મના ગારવને હાની થવા સંભવ છે. વળી કઈ કહેવા લાગ્યા કે રૂપીઆ અને જમીન બને આપી તે સના તનીભાઈઓ તરફ પક્ષપાત કર્યો છે. આ મતલબનાં ચચ પત્રોના સામે જ્યારે જણાવવામાં આવ્યું કે સમાધાનની તજવીજ પ્રથમ થઈ હતી તેમાં રૂ. ૪૦૦૦) જેટલી રકમ સનાતની ભાઈઓને આપવાને જઈનભાઈઓ તૈયાર હતા છતાં તેઓ મુર્તિઓ ખસેડવાને તૈયાર થયા ન હતા અને મુર્તિએ જે જગાએથી ઉત્થાપન થઈ તેજ જગાએ બેસાડવાને તેમને અત્યાગ્રહ હતું, કેરટ પણ સનાતનીભાઈઓની એ ઈચ્છાની વિરૂદ્ધ ગઈ ન હતી, જઈન આરોપીબધુઓએ પણ તે મુર્તિએ તેજ જગાએ બેસાડવાની હતી એમ કેર્ટમાં જણાવ્યું હતું અને તેમ જણાવવાથી જ ઉત્થાપન કરવામાં શુદ્ધબુદ્ધિ હતી એમ જજ સાહેબે સ્વીકારી શિક્ષાને હુકમ રદ કીધું હતું કેરટોમાં ચાલેલી તકરારે સનાત નીભાઈઓની લાગણી દુખાયા વિષેની હતી અને તેમાં મુર્તિઓને બીજી જગાએ લઈ જવાનો પ્રશ્ન જ ન હતે. ચારૂપના દેવાલયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com