________________
ધર્મનિટ ઝવેરી શ્રી જીવણચંદભાઈ સાથે મહારાજશ્રીને પરિચય થયો. સંસ્થા વિષે મુનિજી સાથે વાત થઈ. પરસ્પર વિચાર વિનિમય થ લંબાણથી ચર્ચા થઈ અને સંસ્થાને શ્રી જીવણચંદભાઈની રાહબરી નીચે મુંબઈની કમીટીને સેપવાનો નિર્ણય થા.
મહારાજશ્રી સંસ્થાને ગુસ્કુળ બનાવવાની ભાવના વર્ષોથી સેવતા હતા. શ્રી જીવણચંદભાઈએ સંસ્થાને નવીન રૂપ આપવા, અંગ્રેજી શિક્ષણ દાખલ કરવા અને ભવિષ્યમાં વિદ્યાલય ઉદ્યોગાલયની વ્યાજના કરવા પિતાના વિચારે બતાવ્યા. વળી યોગનિ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીને સંસ્થા પ્રત્યે સારા સભાવ હતો, તેથી સંસ્થાને પુનઃજીવન આપવા તેમણે પણ શ્રી જીવણચંદભાઈ અને શ્રી લલુભાઈને પ્રેણુ કરી. સંસ્થા કમીટીના હાથમાં સોંપાઈ અને “શ્રી યશોવિજયજન ગુરુકુળ” નામ આપવામાં આવ્યું. સંસ્થાને પુનરુદ્ધાર છે. સંસ્થાની જવાબદારી અને ભાર ઉતારી મહારાજશ્રીએ ફરી કચ્છમાં ધર્મભાવનાના પ્રચાર માટે વિહાર કરવા વિચાર કર્યો.
મહારાજશ્રી બન્ને શિષ્યોને દાદાગુરુના શુભ હસ્તે વડી દીક્ષા અપાવી લેગના જીવલેણ હુમલામાંથી બચી પિતાની માતૃભૂમિ કચ્છ તરફ સંચર્યા.
કાણે જાણ્યું હતું કે એ છેલ્લી વિદાય હતી !
કોણ જાણતું હતું કે કચ્છની ભૂમિ પોકારતી હતી ! - કણ જાણતું હતું કે જીવલેણ ઈન્ફલ્યુએન્ઝા મહારાજશ્રીને ભરખી જશે. ક]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com