________________
ભૂજમાં મહારાજશ્રીનું અપૂર્વ સ્વાગત થયું. મુનિએ વ્યાખ્યાન દ્વારા અમૃતધારાનું સીંચન કર્યું. બધાને તૃપ્ત કર્યા. પિતાની ભૂમિના પુત્રોને ઉપદેશદ્વારા સચેતન કર્યા.
* આ રીતે માનકુવા, મંજલ આદિ સ્થળોએ વિહાર કરતા તેઓ અંગીઆમાં પધાર્યા. અહીં ચાતુર્માસ માટે જુદા જુદા ગામોની વિનંતિઓ આવવા લાગી. પણ અંગિયાના શ્રાવકોની વિનંતિ હતી કે અમારી જિંદગીમાં કઈ સાધુનું ચોમાસું થયું અમે દીઠું નથી.' આ વિનંતિ માન્ય રાખી ચોમાસું અંગીયામાં નક્કી થયું. - અંગીયામાં માંગ પટ પ્રદેશના હજારે લોકે વ્યાખ્યાન સાંભળવા આવવા લાગ્યા. મહારાજશ્રીએ માંગ પટ પ્રદેશને સંઘ એકઠા કરાવ્યો અને સામાજિક સુધાર તથા સંગઠન માટે ઠરાવ કરાવ્યા. એક પાઠશાળા ખોલવામાં આવી.
- અંગીયાથી વિહાર કરી મંજલમાં પધાર્યા. અહીં બે ભાઈઓને પંદર પંદર વર્ષોથી કલેશ હતો. કેર્ટમાં કેસ ચાલતો હતો અને હજારો રૂપીઆ બરબાદ થતા હતા. સંઘ પણ કાંઈ કરી શકતો નહોતે, કારણ એ બને સંઘના શેઠ હતા. મહારાજશ્રીને કાને વાત આવી અને વ્યાખ્યાનમાં ત્રણ દિવસ સુધી એજ વાતને ઉલ્લેખ કરી ઉપદેશામૃતનું સિંચન કર્યું. અને ભાઈએ ગદ્ગદિત થઈ ગયા. શાંતિ સ્થપાઈ ગઈ જs ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com