________________
અને સંધમાં આનંદ આનંદ છાઈ રહ્યો.
વિહાર કરતા પિતાના પ્રિય જન્મસ્થાન પત્રીમાં આવી પહોંચ્યા. પિતા ઘેલાશા તે પુત્ર ધારશી (ચારિત્રવિજયજી) નું આગમન સાંભળી દોડી આવ્યા. પુત્રને જોતાં જ મૂર્શિત થઈ ગયા. મુનિજીએ પિતાના પિતાને સાંત્વન આપ્યું, ઉપદેશામૃત છાંટયું અને ધર્મના પ્રેમી બનાવ્યા. - અહીં એક આશ્ચર્ય થયું. સ્થાનકવાસીપણાના દાદાગુર પૂજ્ય જલાલજી સ્વામી વગેરે અહીં જ હતો. તેમને આનંદથી મળ્યા. પૂજ્ય મહારાજે તેમનું સ્વાગત કર્યું અને કહ્યું; “ભાઈ, તું સાચો શૂરવીર પા. સત્યધર્મશાધક, તને ધન્ય છે.'
મહારાજશ્રીએ તે પૂજ્યોને પણ સંભળાવ્યું કે આપ પણ સત્યધર્મશોધક બની શકે છે પણ તેઓએ પોતાની વૃદ્ધાવસ્થાને લીધે અશક્તિ બતાવી પણ પોતે સ્પષ્ટતા કરી કે “ભાઈ ! હું પણ આ ત્રિરંગી પાર્શ્વનાથ પ્રભુના ચિત્રનાં દર્શન કરી લઉં છું અને મને વાંદવા આવનારાઓને પ્રથમ જિનદર્શન કરી આવવા કહું છું. થોડાં બીજાં પ્રભુમૂર્તિના ચિત્રો મંગાવી આપે તો વિશેષ પ્રચાર કરીશ.” મુનિઅને આ વચનોથી સંતોષ થયો. પિતે સન્માર્ગે હતા અને સત્ય માર્ગને માટે અનેક કષ્ટો વેઠયાં હતાં, તે આજે સાર્થક માન્યાં.
અહીંથી વિહાર કરી ભદ્રેશ્વરની યાત્રા કરી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com