________________
વહાલું વતન
બાર બાર વર્ષ પછી મુનિરાજ આજે કચ્છમાં પદ્મારતા હતા. પોતાના વહાલા વતનને ભેટવાની જેમ મુનિજીની ઉત્કટ ઇચ્છિા હતી, તેમ પેતાના પ્રદેશના રત્નસમા મુનિરાજના દર્શન માટે કચ્છી પ્રશ્ન એક પગે થઈ રહી હતી. કચ્છમાં પ્રવેશ કર્યો અને શુભ શુકન થયા. કટારિયા તીર્થની યાત્રા કરી સામખિયાળી પધાર્યાં. ત્યાં ફાગણ વદી ૧૩ ને શુક્રવારે મે ભવ્ય વા દડવાના રહીશ શા. મંગનલાલ પાનાચંદ તથા ગઢુલાના રહીશ ગુલાલચંદભાઈ જીવણદાસ શાહને સાથે દીક્ષા આપી. એ જ આજના વિદ્ર મુનિશ્રી દર્શનવિજયજી તથા મુનિશ્રી જ્ઞાનવિજયજી,
જ્યાં જ્યાં તેઓશ્રી જતા ત્યાં ત્યાં જૈનસમાજની સુધારણાનું કામ હાથ ધરતા. કુસંપ હોય ત્યાં સંપ કરાવવા, પાશાળા સ્થાપવી, જૈનેાની કરજ બતાવવી અને જૈનસમાજની નગૃતિ માટે સ્થળે સ્થળે ઉપદેશ આપવા. ભદ્રેશ્વરની યાત્રા કરવા વિચાર કરતા હતા ત્યાં ભૂજના શ્રાવકે રાતારાત આવી પહેાંચ્યા અને મહારાજશ્રીને લઈ જવા માટે વિનતિ કરી. મહારાજશ્રીએ જરા આનાકાની કરી એટલે બધા આડા મેટ્ટા અને મહારાજશ્રીએ ભૂજના માર્ગ લીધે
[૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com