________________
મને જે માન આપો છે તે સર્વેની શુભ લાગણુનું પરિણામ છે. મારાં કાર્યો અને ગુણેની પ્રશંસા માટે હું સર્વેનો આભારી છું. આ તે જૈન કેમની સંસ્થા છે. સૌએ તેને સિંચન કરવાનો છે. હું તે નિમિત્ત માત્ર છું. જે નાનું વૃક્ષ આપણે રોપ્યું છે તે વૃદ્ધિ પામે તેની જવાબદારી આપણી સૌની છે: એનાં મીઠાં ફળ જૈન સમાજને જલદી પ્રાપ્ત થાઓ એ મારી અભિલાષા છે.
“બાળકો! તમારી પાસે જૈન સમાજ બહુ આશા સેવે છે. તમે ચારિત્રશીલ બનોને અભ્યાસી બની જેને સમાજની સેવા કરે એ જોવાની મારી ઉત્કટ ઈચ્છા છે. જૈન ધર્મ અને જૈન સમાજની સેવાનો જીવનમંત્ર સદાયે રટતા રહેશે.
“રાજ્યને તે શું કહેવાનું હોય? રાજ્યની શીળી છાયામાં તો સંસ્થા ફૂલીફાલી રહી છે. સંસ્થાના જન્મથી રાજ્યની અમદષ્ટિ છે. તે કાયમ રહે તેવી મારી ઈચ્છા છે.”
આ માનપત્ર પછી મહારાજશ્રીએ ફાગણ સુદી ત્રીજના રોજ કચ્છ તરફ વિહાર કર્યો. વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ, ભક્તજનો અને સનેહીજનો બધાએ ભારે હૃદયે વિદાય આપી. હજારે આંખોમાં ઉમટી આવ્યાં. વિદાય વેળાનું દ્રશ્ય હૃદયભેદક હતું.
૨૮]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com