________________
વિચરી પુનઃ સિદ્ધાચલજી પધાર્યા. સં. ૧૯૬૭નું ચાતુર્માસ પાલીતાણુમાં કર્યું.
તીર્થધામમાં વિદ્યાધામ
મહારાજશ્રી ! આ તીર્થધામમાં પાઠશાળા સ્થાપવાની ભાવના જાગી છે. જ્યારથી કાશીનું વિદ્યાધામ જોયું છે, ત્યાંનાં સેંકડે અન્નક્ષેત્રે, વિદ્યા અધ્યયન કરતા હજારો બટુંકે, મહાન પ્રખર શાસ્ત્રવેત્તા વિદ્વાન અને આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજીની સંસ્કૃત-પાકૃત પાઠશાળા-આપણું શાસ્ત્ર-સિદ્ધાંતોને અભ્યાસ કરતા આપણા દેશના બાળકોઃ એ બધું જોઈને મને આ તીર્થધામમાં પાઠશાળા જેવાની મિ જાગી છે.”
વાત તો બહુ સારી છે, પણ પાઠશાળા ચલાવવી એ કાંઈ બચ્ચાના ખેલ નથી !'
તે હું બરાબર જાણું છું, પણ જે સિદ્ધક્ષેત્ર જેવા મહાતીર્થધામમાં લાખો યાત્રિકો આવતાજતા હોય, મંદિરના નગરસમા તીર્થને માટે લાખના ખર્ચ થતા ' હાય, રોજ રોજ નવકારશીઓ થતી હોય, ગામે ગામના સંઘે જ્યાં આવતા હોય અને સેંકડો સાધુ સાધ્વી જ્યાં વિચરતાં હોય એ પવિત્ર ભૂમિમાં વિદ્યાનું એક પણ સ્થાન નહિ ?” રૂ૦]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com