________________
તે સિદ્ધગિરીશ ગોધરા વિજ્યજી
ટૂંક સમયમાં કાશી પહોંચી જઈ અભ્યાસ આગળ વધારવા માંડી.
ત્રણ વર્ષ આ પ્રદેશમાં ગાળી, પરમ પુનિત તીર્થધામોની યાત્રા કરી, સારો અભ્યાસ કરીને તેમણે ગૂજરાત તરફ વિહાર કર્યો. પ્રાપુરીથી અયોધ્યા, રત્નપુરી, લખનૌ, કાનપુર, ઝાંસી, શિવપુરી, મક્ષીજી, ઉજજેન વગેરે સ્થાનની યાત્રા કરી રતલામ પધાર્યા.. અહીં દાદાગુરુ બાળબ્રહ્મચારી પં. કમલવિજયજી મહારાજનાં દર્શન કર્યા. અહીંથી ગેધરા થઈ પાલીતાણું ગયા અને સિદ્ધગિરિનાં પુનઃ દર્શન કર્યા. અત્રે ગુસ્વર્ય શ્રી વિનયવિજયજી મહારાજશ્રીને ભેટી ગુરૂજી સાથે વિહાર કરી અમદાવાદ કપડવંજ થઈ ગોધરા જઈ ત્યાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પછી વિહાર કરી વડેદરા પધાર્યા. અહીં તપગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા, ઉપધાન વગેરેનો ઉત્સવ હતો, તેમાં ભાગ લીધો.
અહીં શ્રી કમલવિજયજી મહારાજે એક મુનિ સમેલન એકઠું કર્યું, તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ જોઈ સાધુ સંસ્થાની પ્રગતિ અને સાધ્વી સંસ્થાની પ્રગતિ માટે સુંદર ઠરાવ કર્યા, બંધારણ ઘડ્યું. આ પ્રસંગે આપણા ચરિત્રનાયક હાજર હતા.
અહીંથી ગુરુવર્ય તથા દાદાગુરુની સાથે વિહાર કરી પુનમે સિદ્ધાચલ આવ્યા. ચાતુર્માસ બાદ ત્યાંથી વિહાર કરી ગિરનારજીની યાત્રા કરી કાઠીઆવાડમાં
[ ર૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com