________________
મુશ્કેલીઓને સામને કરતા વિદ્યાધામ કાશીમાં પહોંચ્યા. તેમના હર્ષને પાર ન રહ્યો. શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા ચાલતી હતી. પાઠશાળાના પ્રાણ પૂજ્યપાદુ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી ત્યાં જ હતા.
પાલીતાણાથી લાંબો વિકટ વિહાર કરી આવતા શાંતમૂર્તિ શ્રી કપૂરવિજયજી તથા જુવાન સાધુ ચારિત્રવિજયજીનું ઉલ્લાસપૂર્વક સન્માન કર્યું. તેમનું સાહસ જોઈ મુગ્ધ થયા.
આપણા ચરિત્રનાયકે તે થોડા જ દિવસોમાં વિદ્યાર્થીઓ અને સૂરિજીને ચાહ મેળવી લીધો. ત્રીજા માળની કોટડીમાં સતત અભ્યાસી' ચારિત્રવિજ્યજીને જોઈને સહુને આનંદ થતો હતો. તેમના પ્રત્યે ખૂબ સદ્ભાવ થયો અને તેમની બિમારાની સેવા કરવાની અહોનિશ ભાવનાથી બધા તેમને પોતાના જ માનવા લાગ્યા.
ધીમે ધીમે સુરિજીના પરમ વિશ્વાસુ અને જમણ અંગ બની ગયા અને કલકત્તા જવાનું સદ્ભાગ્ય સાંપડયું. - કલકત્તાથી અજીમગંજ થઈ કાશી જતાં ભાગલપુરમાં તેઓ સખત બિમાર થઈ ગયા. છતાં સમભાવપૂર્વ ધીમે ધીમે પાવાપુરી આદિ તીર્થધામની યાત્રા કરતા અને દુઃખમાં પણ આનંદ માનતા બિહારશરીફ પહોંચ્યા. દેશીવાની દવાથી પૂર્ણ આરામ થ. ૨૮]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com