________________
અંધારા રંગમહેલને રાજા
સુદર્શના--ઠાઠ નથી કેમ કર્યો? જુઓ, પૂર્વકાશમાં રાતા, સોનેરી અને બીજા વિવિધ રંગના સાથીઆ પુરાવ્યા છે. પુષ્પના પરાગથી પરિમલવતે વાયુ મને સ્નિગ્ધ આવકાર આપી રહ્યો છે.
બુદા દાદા––ભલે તેમ, પણ આપણે રાજા પોતે ગમે તે દૂર હોય તે પણ આપણાથી તેની કૂરતાનું અનુકરણ ન જ કરાય. પુત્રી ! તમને આ અવસ્થામાં જોઈને મારૂં હદયચીરાઈ જાય છે. આવા મલિન કંગાલ વેશમાં તમે રાજપ્રાસાદમાં દાખલ થાઓ તે અમારી આંખે કેમ જોયું જાય? તમે અહીં ઉભા રહે-હું તમારે અસલને રાણીને યોગ્ય પોશાક લઈ આવું.
સુદર્શના–ના, ના, ના. એવું કાંઈ જ કરતા નહિ, મારે રાજરાણીને પિશાક તે તેમણે સદાને માટે તજાવ્યો છે-અને આખું જગત જુએ એવી રીતે મને દાસીનાં કપડાં પહેરાવ્યાં છે, પણ તેનાથી મને અપાર શક્તિ મળી છે. આજે હું રાણું નથી, પણ તેમની દાસી છું. આજે તેમનાં સૌ સગાંસંબંધીઓના ચરણ આગળ મારું સ્થાન છે.
બુક દાદા--પણ તમારા શત્રુઓ તમારી હાંસી કરશે તે તમારાથી કેમ ખમાશે ?
સુદર્શન––તેમની હાંસી મશ્કરી સદાને માટે અમર રહે–ભલે તેઓ મુઠ્ઠી ભરી ભરીને મારા ઉપર ધૂળ ફેકે તે પણ કાંઈ ફિકર નહિ; એ ધૂળને તે હું મારા સ્વામીના મેળાપન ઉત્સવનું ગુલાલ માનીને વધાવી લઉં છું.
બુદા દાદા-–ત્યારે હવે મારે તમને કાંઈ જ કહેવાનું રહેતું નથી. હવે આપણે વસંતોત્સવની છેલ્લી રમત રમી લઈએ, અને પુષ્પને પરાગને ઠેકાણે ચારે દિશાએ દીનતારૂપી ધૂળ ઉરાડીએ. એ ધૂળથી ધૂસર થઈને આપણે આપણું રાજાની સમક્ષ ઉભાં રહીએ, તે પણ આપણું પેકેજ ધૂલિધૂસર થએલે હશે. જોકે તેને પણ ઓછા જ છેડવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com