________________
પ્રવેશ ૧૬ મે
૪પ૯ સુદર્શના–ત્યારે તે અહીંથી ચાલ્યા જ ગયા?
બુક દાદા--મને તે તેની અહીં એધાણ પણ ખાતી નથી.
દશના--શું કહે છે ? તે ગયા જ? અને છતાં આવા માણસ સાથે તમે મૈત્રી રાખે છે ?
બુદ્વા દાદા-–એટલા માટે સૈને તેના ઉપર શક જાય છે અને તે સિાની ગાળ ખાય છે, પણ મારા રાજાને તેની જરા પણ પરવા નથી.
સુદર્શના–તે જતા રહ્યા છે ! હાય! તે કેટલા કઠોર અને નિર્દય છે? તેમનું હૃદય શાનું ઘડેલું છે? પાષાણનું વજનું? મેં મારું કલેજું ચીરીને તેનું દિલ પીગળાવવા ફાંફાં માર્યો મારા કાળજામાંથી શેણિતની ધારા વહી જાય છે, પણ હાય ! તેનું દિલ આખરે ન જ દ્રવ્યું. દાદા ! તમારા મિત્રને સ્વભાવ આવે છે છતાં તમારે અને તેને શાથી બને છે?
બુદ્દા દાદા--હવે હું તેને ઓળખી ગયો છું – મારી મનોવ્યથાની ભઠ્ઠીમાં, મારા આનંદની હેલીમાં તેને ઓળખી લીધો છે. હવે તે મને રેવડાવે, પણ હું રડું એ નથી તે.
સુદર્શન––તે મને પણ કોઈ દહાડે નહિ ઓળખવા દે?
બુદ્દા દાદા-કેમ નહિ? એમાં જ તેને સૌથી વધારે સંતોષ થાય છે.
સુદર્શના––બહુ સારું; તે કેટલા કઠેર થાય છે તે હું પણ જોઈ લઈશ. હુ એક શબ્દ પણ મોઢામાંથી બોલ્યા વગર આ બારી આગળ ને બારી આગળ જ બેસી રહીશ. અહીંથી એક તસુ પણ ખસવાની નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com