________________
प्रवेश १६ मो
[ સુદના અને સુરગમા વાત કરતાં બેઠાં છે. ] સુદર્શના——લડાઈ તે ક્યારનીએ પતી ગઇ. હજી રાજાજી કેમ નહિ આવતા હૈાય ?
સુરંગમા—તે તે હું શું જાણું? હું પાતે પશુ તેમની રાહ જોઈ રહી છું.
સુદર્શના—આનંદને લીધે મારૂં હૈયુ એવું ધડકે છે કે હવે તે। મને છાતીમાં દુઃખાવા થાય છે, વળી હું શરમની મારી અધમેાઈ થઈ ગઈ છું. મારાથી તેમને શી રીતે મેનુ બતાવી શકાશે ?
સુરંગમા-અત્યંત દીનતાપૂર્વક તેમનું શરણ લેશે એટલે શરમ આપેાઆપ ઉડી જશે.
સુદર્શના—અને મારૂં અભિમાન છેડીને હું તારી આગળ કબૂલ કરૂં છું' કે, આવા સખત પરાજય તે મારી આખી જિંદગીમાં અગાઉ કદી થયેા નથી અને ભવિષ્યમાં થનાર નથી. મને મારી રાણી તરીકેની પદવીનું ભારે અભિમાન હતું. એ અભિમાનથી આંધળી થઇને હું એમ માનતી કે, તેમના પ્રેમના મેટામાં મેટા હિસ્સાની હું જ હક્કદાર છું. સૈા મારા અલૈકિક સોયની તારીફ કરતાં, મારા લાવણ્યનાં અને મારા ગુણુનાં વખાણ કરતાં. રાજા મારા તરફ બેહદ મમતા રાખે છે એવુ હું દરેકને મેઢેથી સાંભળતી. આ અભિમાન હજી મને નડે છે, અને મને તેમની આગળ દીનભાવ ધારણ કરવા દેતું નથી.
સુરગમારાણીજી ! એ વિશ્ર્વ પણ હવે વધુ
વખત નહિ ટકે.
લા. ૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com