________________
અંધારા રંગમહેલને રાજા
મીન ઉપરજ આજે હું તેનું બલિદાન આપીશ. પરંતુ મારા હદયના ઉંડામાં ઉંડા ભાગમાં પતિવ્રતના ભંગની કાળાશ નથી પહોંચી તેની હું તમને શી રીતે ખાત્રી કરાવું? તે નાની શી અંધારી મેડી જ્યાં તમે મને રોજ મળતા તે તમારા વિના સૂની, પ્રાણહીન થઈને પડી છે. એ સ્વામિન્ ! કોઈએ તેનું દ્વાર નથી બોલ્યું--તમારા સિવાય બીજા કોઈનાં પગલાં ત્યાં નથી પડયાં. રાજાજી ! ફરીવાર તમે એ બારણું તમારે હાથે ઉઘાડીને અંદર ૫ધારશે? નહિ તે તમારી જગાએ ભલે એ બારણમાં થઈને મૃત્યુ ચાલ્યું આવે. તે પણ તમારા જેવું જ શ્યામ છે–તેની કાન્તિ પણ તમારા જેટલી જ સુંદર છે. રાજાજી! તે તમારૂં જ સ્વરૂપ છે–તે તમે પિતે જ છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com